
ભારતની T20 ટીમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ T20 મેચ દરમિયાન 1,000 રન પૂરા કર્યા હતા. તે સૌથી ઓછા બોલમાં 1,000 રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટિમ ડેવિડના નામે હતો જેને અભિષેકે તોડ્યો હતો. જોકે, તે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવામાં નિષ્ફળ ગયો.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી અભિષેક શર્માના બેટથી રનનો વરસાદ ચાલુ છે. આ દરમિયાન તેણે એક રેકોર્ડ તોડ્યો. અભિષેક હવે સૌથી ઓછા બોલમાં 1,000 T20I રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના ટિમ ડેવિડને ટોપના સ્થાન પરથી પછાડી દીધો છે. અભિષેક શર્મા રમાયેલી ઈનિંગ્સના આધારે 1,000 T20 રન પૂરા કરનાર પાંચમો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે.
1️⃣0️⃣0️⃣0️⃣ T20I runs and counting for the swashbuckling Abhishek Sharma.
He also becomes the second-fastest #TeamIndia batter to achieve this feat #AUSvIND | @IamAbhiSharma4 pic.twitter.com/60OCsf5rJA
— BCCI (@BCCI) November 8, 2025
ટીમ ઈન્ડિયાના આ ઓપનિંગ બેટ્સમેનએ 528 બોલમાં T20માં 1000 રન પૂરા કર્યા હતા. આ યાદીમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટિમ ડેવિડ બીજા સ્થાને છે. તેણે 569 બોલમાં 1000 રન પૂરા કર્યા હતા. ભારતની T20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ ત્રીજા સ્થાને છે. તેણે 573 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડનો ખેલાડી ફિલ સોલ્ટ આ યાદીમાં ચોથા સ્થાને છે. તેણે 599 બોલમાં 1000 રન પૂરા કર્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે 604 બોલમાં 1000 રન પૂરા કર્યા હતા.
FASTEST 1000 RUNS IN T20I HISTORY
Abhishek Sharma – 528 balls.
Suryakumar Yadav – 573 balls. pic.twitter.com/o6SECkJcUy
— Johns. (@CricCrazyJohns) November 8, 2025
અભિષેક શર્માએ માત્ર 28 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે અને આમ કરનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં તે બીજા ક્રમે છે. ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી આ યાદીમાં ટોપ પર છે . વિરાટે 27 ઈનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા હતા. કેએલ રાહુલ ત્રીજા નંબરે છે. તેણે 1000 રન પૂરા કરવા માટે 29 ઈનિંગ્સ રમી હતી. ટીમ ઈન્ડિયાના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથા નંબરે છે. તેણે 31 ઈનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા હતા. અનુભવી ઓપનર રોહિત શર્મા પાંચમા નંબરે છે. તેણે 40 ઈનિંગ્સમાં 1000 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: IND vs AUS: મેચ અચાનક બંધ, ખેલાડીઓ મેદાનની બહાર, ચાહકો છુપાઈ ગયા, ગાબામાં આવું કેમ થયું?