
ભારતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપ 2023માં ક્વોલિફાય કરવા માટે ઝીમ્બાબ્વેમાં ચાલી રહેલ ક્વોલિફાયર રાઉન્ડમાં આજે બીજો અપસેટ સર્જાયો હતો. ઝીમ્બાબ્વે પોતાનાથી નબળી સ્કોટલેન્ડની ટીમ સામે હારી વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવાની રેસમાંથી બહાર થઈ ગયું છે. આ પહેલા બે વારની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ચૂકી છે.
સ્કોટલેન્ડની ટીમ વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડમાં ડાર્ક હોર્સ સાબિત થયું છે. આ પહેલા પણ સ્કોટલેન્ડે મોટો અપસેટ કરી બતાવ્યો છે. ત્રણ દિવસ પહેલા જ સિકસ રાઉન્ડમાં વેસ્ટ ઈન્ડિઝ જેવી મજબૂત ટીમને હરાવી સ્કોટલેન્ડે વર્લ્ડ કપની રેસમાંથી બહાર કરી દીધું હતું અને આજે ઝીમ્બાબ્વેને વર્લ્ડ કપની બહારનો રસ્તો બતાવ્યો હતો.
Zimbabwe are knocked out 😱
Scotland produce an impressive bowling display to stun Zimbabwe and keep World Cup hopes alive 👊#CWC23 | #ZIMvSCO: https://t.co/zwhuDUToRP pic.twitter.com/v1qxMsRuJS
— ICC (@ICC) July 4, 2023
વર્લ્ડ કપ ક્વોલિફાય રાઉન્ડના સુપર સિકસ રાઉન્ડમાં ઝીમ્બાબ્વે અને સ્કોટલેન્ડ વચ્ચેના મુકાબલામાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને સ્કોટલેન્ડને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. સ્કોટલેન્ડે 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 234 રન બનાવ્યા હતા અને ઝીમ્બાબ્વેને જીતવા 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઊતરેલ ઝીમ્બાબ્વેની ટીમ 41.1 ઓવરમાં 203 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને સ્કોટલેન્ડે ઝીમ્બાબ્વેને 31 રને હરાવ્યું હતું.
આ જીત સાથે જ સ્કોટલેન્ડની ચોથી વખત વર્લ્ડ કપ રમવાની અપેક્ષા પણ વધી ગઈ છે. સ્કોટલેન્ડ હવે ક્વોલિફાય થવાથી માત્ર એક જીત દૂર છે. જ્યારે ઝિમ્બાબ્વેની હારથી નેધરલેન્ડ્સની આશા પણ વધી ગઈ છે. હવે સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે કરો યા મરો મેચ રમાશે. સ્કોટલેન્ડને માત્ર એક જીતની જરૂર છે જ્યારે નેધરલેન્ડને મોટી જીતની જરૂર છે.
Disappointing end to Zimbabwe’s Super Six campaign as Scotland prevail by 31 runs#ZIMvSCO | #CWC23 pic.twitter.com/dUeH4OQfS7
— Zimbabwe Cricket (@ZimCricketv) July 4, 2023
આ પહેલા બે વારની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. સ્કોટલેન્ડ સામે 7 વિકેટે કારમી હાર સાથે વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપમાં પહોંચતા પહેલા જ બહાર થઈ ગયું હતું.