Virat Kohli-Ricky Ponting: ‘જો હું ભારતીય ટીમમાં હોત તો’, કોહલીના ફોર્મને લઇને રિકી પોન્ટિંગનું નિવેદન

|

Jul 21, 2022 | 10:47 AM

Cricket : ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ખુલ્લેઆમ વિરાટ કોહલીનો બચાવ કર્યો છે. ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલા વિરાટ કોહલીને સતત ભૂતપૂર્વ અને સાથી ક્રિકેટરોનો સપોર્ટ મળી રહ્યો છે.

Virat Kohli-Ricky Ponting: જો હું ભારતીય ટીમમાં હોત તો, કોહલીના ફોર્મને લઇને રિકી પોન્ટિંગનું નિવેદન
Virat Kohli and Ricky Ponting (File Photo)

Follow us on

શું ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા ટીમ ઈન્ડિયા (Team India) ના પૂર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) ને T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં સ્થાન નહીં મળે? વિરાટ કોહલી દરેકના નિશાના પર છે અને આ સવાલ જોરશોરથી ઉઠી રહ્યો છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની રિકી પોન્ટિંગ (Ricky Ponting) એ ખુલ્લેઆમ વિરાટ કોહલીનો બચાવ કર્યો છે. રિકી પોન્ટિંગ કહે છે કે, જો હું ભારતીય ટીમમાં હોત તો વિરાટ કોહલીને ક્યારેય ટીમમાંથી બહાર ન કરી શક્યો હોત.

ICC સાથેના એક ઇન્ટરવ્યુહમાં રિકી પોન્ટિંગે ભારતના પુર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) ના વર્તમાન ફોર્મ વિશે વાત કરી હતી. રિકી પોન્ટિંગે કહ્યું કે, જો તમે વર્લ્ડ કપ પહેલા વિરાટ કોહલીને ટીમમાંથી બહાર કરો છો અને તેની જગ્યાએ કોઈ આવે છે અને તેના માટે બધું સારું થઈ જાય છે. તો વિરાટ કોહલી માટે વાપસી કરવી મુશ્કેલ થઈ જશે.

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરે કહ્યું કે, જો હું ભારતીય ટીમ હોત તો વિરાટ કોહલી સાથે જ રહ્યો હોત. કારણ કે હું આવા તબક્કાઓ વિશે જાણું છું. કોચ-કેપ્ટન તરીકે મારો પ્રયત્ન રહેશે કે વિરાટ કોહલી પરના તમામ દબાણને દૂર કરું. જેથી તે વસ્તુઓનો આનંદ માણી શકે અને રન બનાવવાનું શરૂ કરે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

લાંબા સમયથી પોતાના ફોર્મથી ઝઝુમી રહ્યો છે વિરાટ કોહલી

વિરાટ કોહલી છેલ્લા અઢી વર્ષથી સદી ફટકારી શક્યો નથી. તાજેતરના સમયમાં તે પણ સારી ઇનિંગ માટે તરસી રહ્યો છે અને એક સારી શરૂઆત બાદ આઉટ થઈ રહ્યો છે. આ જ કારણ છે કે તેને ટેસ્ટ ટીમ અને પછી ટી20 ટીમમાંથી બહાર કરવાની વાત થઈ હતી.

વિરાટ કોહલી (Virat Kohli) ના લેટેસ્ટ ફોર્મ પર રિકી પોન્ટિંગે કહ્યું કે, જો હું વિરોધી ટીમનો કેપ્ટન હોત તો હું ભારતીય ટીમથી ડરીશ. કારણ કે વિરાટ કોહલી ટીમમાં છે. કદાચ તે મારી ટીમમાં નથી તે મારા માટે ચિંતાનો વિષય બન્યો હશે. હું જાણું છું કે હવે તે તેના માટે મુશ્કેલ છે. પરંતુ દરેક ખેલાડી સાથે આવું થાય છે. બોલર હોય કે બેટ્સમેન, કોઈ ને કોઈ તબક્કે તેને આવા તબક્કાનો સામનો કરવો પડે છે.

રિકી પોન્ટિંગ પહેલા રોહિત શર્મા, સુનીલ ગાવસ્કર, બાબર આઝમ, જોસ બટલર સહિત ઘણા મોટા નામો વિરાટ કોહલીનું સમર્થન કરી ચૂક્યા છે. વિરાટ કોહલીએ તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે ટી-20, વનડે અને ટેસ્ટ શ્રેણી રમી હતી. તે હાલમાં એક મહિનાના બ્રેક પર છે અને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં હોય.

Next Article