WTC Points Table: ટીમ ઇન્ડિયાને કાનપુર મેચ ડ્રો રહેવાનુ નુકશાન, બાંગ્લાદેશ સામે જીત મેળવતા પાકિસ્તાન પોઇન્ટ ટેબલમાં ભારત થી આગળ થયુ

|

Nov 30, 2021 | 2:16 PM

ભારત ન્યૂઝીલેન્ડ (India Vs New Zealand) અને પાકિસ્તાન સામે બાંગ્લાદેશ (PAK vs BAN) સામે ટેસ્ટ શ્રેણી રમી રહ્યું છે. આ બંને શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે.

WTC Points Table: ટીમ ઇન્ડિયાને કાનપુર મેચ ડ્રો રહેવાનુ નુકશાન, બાંગ્લાદેશ સામે જીત મેળવતા પાકિસ્તાન પોઇન્ટ ટેબલમાં ભારત થી આગળ થયુ
Pakistan Cricket Team

Follow us on

આ વર્ષે જૂનમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship) ની પ્રથમ સિઝનની ફાઈનલ રમાઈ હતી. ફાઇનલમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023નું વર્તુળ શરૂ થઈ ગયું છે. પોઈન્ટ ટેબલ (WTC Points Table) માં દરેક મેચ સાથે બદલાવ જોવા મળી રહ્યો છે. હાલમાં છ ટીમો ટેસ્ટ શ્રેણી રમી રહી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ (Pakistan vs Bangladesh ) વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાની ટીમ વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણી પણ રમાઈ રહી છે. ભારત બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ન્યુઝીલેન્ડની યજમાની પણ કરી રહ્યું છે.

સોમવારે કાનપુરમાં રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી, ત્યારબાદ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને હતું. જો કે, મંગળવારે સવારે પાકિસ્તાને બાંગ્લાદેશને એકતરફી રીતે 8 વિકેટથી હરાવ્યું, જે પછી તે ભારતને પાછળ છોડી દીધું છે. પોઈન્ટ ટેબલમાં પોઈન્ટના મામલે ભારત સૌથી આગળ છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

 

પોઈન્ટ કેવી રીતે આપવામાં આવે છે?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું રેન્કિંગ પર્સેન્ટેઝ ઓફ પોઈન્ટ્સની ટકાવારીના આધારે નક્કી કરવામાં આવે છે. દરેક ટીમને જીત માટે 12 પોઈન્ટ આપવામાં આવે છે. જ્યારે ટાઈ મેચ માટે છ પોઈન્ટ, ડ્રો મેચ માટે ચાર પોઈન્ટ અને હાર માટે કોઈ પોઈન્ટ આપવામાં આવતા નથી. જીતવા પર 100 પર્સેન્ટેઝ ઑફ પોઈન્ટ્સ, ટાઈ પર 50 પરસેન્ટેઝ ઑફ પોઈન્ટ, ડ્રો પર 33.33 પરસેન્ટેઝ ઑફ પોઈન્ટ અને હારવા પર 0 પરસેન્ટેઝ ઑફ પોઇન્ટ્સ આપવામાં આવે છે.

 

 

પોઇન્ટ ટેબલમાં ભારતનું સ્થાન શું છે

કાનપુર મેચ ડ્રો થયા બાદ ભારતને ચાર પોઈન્ટ મળ્યા છે અને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારતના 30 પોઈન્ટ છે. નિર્ધારિત મર્યાદામાં ઓવર ન નાખવા બદલ ભારતના ચાર પોઈન્ટ કાપવામાં આવ્યા હતા. તે પોઈન્ટ્સમાં સૌથી આગળ છે. જો કે પોઈન્ટ્સની ટકાવારીના હિસાબે શ્રીલંકા પ્રથમ સ્થાને છે. તેના પર્સેન્ટેઝ ઓફ પોઈન્ટ 100 ટકા છે.

આ પછી પાકિસ્તાન બીજા સ્થાને છે, જેના પરસેન્ટેઝ ઓફ પોઈન્ટ 66.66 ટકા છે. ભારત 50 ટકા સાથે ત્રીજા સ્થાને, 33.33 ટકા સાથે વેસ્ટ ઈન્ડિઝ ચોથા અને ન્યૂઝીલેન્ડ પાંચમા સ્થાને છે. પોઈન્ટની બાબતમાં ભારત પ્રથમ સ્થાને છે. આ પછી પાકિસ્તાન 24 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

 

આ પણ વાંચોઃ Ashwin: અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર નહી બને, અનિલ કુંબલેના રેકોર્ડ સુધી પહોંચતા પહેલા લઇ લેશે સંન્યાસ

આ પણ વાંચોઃ IPL 2022 Retention: રિટેન્શન માટે શુ છે નિયમો, ટીમોના પર્સ-બજેટ પર અસર, જાણો તમામ જાણકારી

 

Published On - 2:01 pm, Tue, 30 November 21

Next Article