આગામી 5 ઓક્ટોબરથી દુનિયાની 10 ક્રિકેટ ટીમો વચ્ચે જંગ જામશે. વિશ્વ ચેમ્પિયન બનવા માટે એક બીજાની સામે ટકરાશે. મંગળવાર 27 જૂને આઈસીસીએ વિશ્વ કપ શેડ્યૂલનુ એલાન કર્યુ હતુ. 10 શહેરોમાં 46 દિવસ સુધી વિશ્વકપ ટૂર્નામેન્ટ ચાલનારી છે. પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. જ્યારે ટીમ ઈન્ડિયા પોતાનુ અભિયાન 8 ઓક્ટોબરથી શરુ કરશે. ટીમ ઈન્ડિયાની પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાશે.
વનડે વિશ્વ કપ રોબિન રાઉન્ડ ફોર્મેટમાં રમાશે. એટલે કે તમામ ટીમો લીગ સ્ટેજમાં 9-9 મેચ રમશે. જેમાં ટોપ-4 રહેલી ટીમો સેમીફાઈનલમાં પહોંચશે અને ટોપ 2 ટીમ ફાઈનલ મેચ રમશે. અગાઉ ગત વનડે વિશ્વ કપ 2019માં આજ ફોર્મેટમાં રમાયો હતો. હાલમાં ઝિમ્બાબ્વેમાં ક્વોલિફાયર મેચ રમાઈ રહી છે. જેમાંથી 2 ટીમો નક્કી થશે અને તે બંને ટીમો મળીને કુલ 10 ટીમો વિશ્વ કપમાં ટકરાશે.
ટીમ ઈન્ડિયા-વિશ્વકપ શેડ્યૂલ | ||
ભારત Vs ઓસ્ટ્રેલિયા | ચેન્નાઈ | 8, ઓક્ટોબર |
ભારત Vs અફઘાનિસ્તાન | દિલ્હી | 11, ઓક્ટોબર |
ભારત Vs પાકિસ્તાન | અમદાવાદ | 15, ઓક્ટોબર |
ભારત Vs બાંગ્લાદેશ | પુણે | 19, ઓક્ટોબર |
ભારત Vs ન્યુઝીલેન્ડ | ધર્મશાળા | 22, ઓક્ટોબર |
ભારત vs ઈંગ્લેન્ડ | લખનૌ | 29, ઓક્ટોબર |
ભારત Vs ક્વોલિફાયર | મુંબઈ | 2, નવેમ્બર |
ભારત Vs દક્ષિણ આફ્રિકા | કોલકાતા | 5, નવેમ્બર |
ભારત Vs ક્વોલિફાયર | બેંગલુરુ | 11, નવેમ્બર |
🚨🚨 Team India’s fixtures for ICC Men’s Cricket World Cup 2023 👇👇
#CWC23 #TeamIndia pic.twitter.com/LIPUVnJEeu
— BCCI (@BCCI) June 27, 2023
પાકિસ્તાન-વિશ્વકપ શેડ્યૂલ | ||
પાકિસ્તાન Vs ક્વોલિફાયર-1 | હૈદરાબાદ | 6, ઓક્ટોબર |
પાકિસ્તાન Vs ક્વોલિફાયર 2 | હૈદરાબાદ | 12, ઓક્ટોબર |
પાકિસ્તાન vs ભારત | અમદાવાદ | 15, ઓક્ટોબર |
પાકિસ્તાન Vs ઓસ્ટ્રેલિયા | બેંગલુરુ | 20, ઓક્ટોબર |
પાકિસ્તાન Vs અફઘાનિસ્તાન | ચેન્નાઈ | 23, ઓક્ટોબર |
પાકિસ્તાન Vs દક્ષિણ આફ્રિકા | ચેન્નાઈ | 27, ઓક્ટોબર |
પાકિસ્તાન Vs બાંગ્લાદેશ | કોલકાતા | 31, ઓક્ટોબર |
પાકિસ્તાન Vs ન્યુઝીલેન્ડ | બેંગલુરુ | 5, નવેમ્બર |
પાકિસ્તાન vs ઈંગ્લેન્ડ | કોલકાતા | 12 નવેમ્બર |
🇮🇳 v 🇵🇰
Date and venue for the highly-anticipated clash between India and Pakistan at the ICC Men’s Cricket World Cup 2023 👇#CWC23 https://t.co/TZlm0sZBwP
— ICC (@ICC) June 27, 2023
ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપ-2023 શેડ્યૂલ | ||
ઓસ્ટ્રેલિયા Vs ભારત | ચેન્નાઈ | 8, ઓક્ટોબર |
ઓસ્ટ્રેલિયા Vs દક્ષિણ આફ્રિકા | લખનૌ | 13, ઓક્ટોબર |
ઓસ્ટ્રેલિયા Vs ક્વોલિફાયર-2 | લખનૌ | 16, ઓક્ટોબર |
ઓસ્ટ્રેલિયા Vs પાકિસ્તાન | બેંગલુરુ | 20, ઓક્ટોબર |
ઓસ્ટ્રેલિયા Vs ક્વોલિફાયર 1 | દિલ્હી | 25, ઓક્ટોબર |
ઓસ્ટ્રેલિયા Vs ન્યુઝીલેન્ડ | ધર્મશાળા | 28, ઓક્ટોબર |
ઓસ્ટ્રેલિયા Vs ઈંગ્લેન્ડ | અમદાવાદ | 4, નવેમ્બર |
ઓસ્ટ્રેલિયા Vs અફઘાનિસ્તાન | મુંબઈ | 7, નવેમ્બર |
ઓસ્ટ્રેલિયા Vs બાંગ્લાદેશ | પુણે | 12, નવેમ્બર |
ઈંગ્લેન્ડનો ODI વર્લ્ડ કપ-2023 શેડ્યૂલ | ||
ઈંગ્લેન્ડ Vs ન્યુઝીલેન્ડ | અમદાવાદ | 5, ઓક્ટોબર |
ઈંગ્લેન્ડ Vs બાંગ્લાદેશ | ધર્મશાળા | 10, ઓક્ટોબર |
ઈંગ્લેન્ડ Vs અફઘાનિસ્તાન | દિલ્હી | 14, ઓક્ટોબર |
ઈંગ્લેન્ડ Vs દક્ષિણ આફ્રિકા | મુંબઈ | 21, ઓક્ટોબર |
ઇંગ્લેન્ડ Vs ક્વોલિફાયર 2 | બેંગલુરુ | 26, ઓક્ટોબર |
ઈંગ્લેન્ડ Vs ભારત | લખનૌ | 29, ઓક્ટોબર |
ઈંગ્લેન્ડ Vs ઓસ્ટ્રેલિયા | અમદાવાદ | 4, નવેમ્બર |
ઇંગ્લેન્ડ Vs ક્વોલિફાયર 1 | પુણે | 8, નવેમ્બર |
Published On - 4:02 pm, Tue, 27 June 23