વર્લ્ડ કપ 2023 (World Cup ) માટે સ્ટેજ તૈયાર છે. વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે રમાશે. આ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 ઓક્ટોબરે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાઈ તેવી અટકળો ચાલતી હતી. 4 ઓક્ટોબરે કેપ્ટન ડે હશે અને તે પછી સાંજે 7 વાગ્યાથી ઓપનિંગ સેરેમની યોજાશે તેવી માહિતી હતી.એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે વર્લ્ડ કપ 2023નો ઉદ્ઘાટન સમારોહ રદ કરવામાં આવશે. RevSportzના જણાવ્યા અનુસાર, ઉદઘાટન સમારોહ રદ કરવામાં આવે તેવી શક્યતા છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IST સાંજે 7 વાગ્યે વર્લ્ડ કપ 2023ની સ્ટાર્સથી ભરપૂર ઓપનિંગ સેરેમની શરૂ થવાની હતી. જ્યારે કેપ્ટન ડે ઇવેન્ટ હજુ પણ આયોજન મુજબ આગળ વધવાની છે, ત્યારે એ નોંધવું અગત્યનું છે કે ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહને રદ કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ મેચ માટે યજમાન ભારતના કેપ્ટન રોહિત શર્મા સહિત તમામ 10 કેપ્ટન અમદાવાદમાં હાજર રહેશે.
જો ઓપનિંગ સેરેમની યોજાશે. તો આ સમારોહમાં આશા ભોંસલે પોતાના સુરીલા અવાજથી લોકોનું મનોરંજન કરશે. આ સાથે શ્રેયા ઘોષાલ, શંકર મહાવેદન અને અરિજિત સિંહ પણ તેમાં પરફોર્મ કરશે. આ સાથે તમન્ની ભાટિયા પણ પરફોર્મ કરશે. રણવીર સિંહ પણ પરફોર્મ કરશે. તેની સાથે બોલિવૂડ અને ટોલીવુડની અન્ય ઘણી હસ્તીઓ પણ આવશે.
આ મોટા ઓપનિંગ સેરેમની પહેલા તમામ 10 ટીમના કેપ્ટન 3જી ઓક્ટોબરે અમદાવાદ પહોંચશે. ભારતીય ટીમ આજે નેધરલેન્ડ સામે તેની વોર્મ અપ મેચ રમશે. રોહિત શર્મા સહિત મોટાભાગના ભારતીય ખેલાડીઓ 4 ઓક્ટોબરે આવશે.
ભારત: રોહિત શર્મા
પાકિસ્તાનઃ બાબર આઝમ
અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી
શ્રીલંકા: દાસુન શનાકા
બાંગ્લાદેશ: શાકિબ અલ હસન
ઈંગ્લેન્ડ: જોસ બટલર
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ
ન્યુઝીલેન્ડ: કેન વિલિયમસન
નેધરલેન્ડ: સ્કોટ એડવર્ડ્સ
દક્ષિણ આફ્રિકા: બાવુમા
Published On - 3:01 pm, Tue, 3 October 23