વિશ્વ કપ 2023 (World Cup 2023) ને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ રહ્યા છે. આગામી 5મી ઓક્ટોબરે ભારતમાં ઘર આંગણે વનડે વિશ્વકપને લઈને ગજબનો ઉત્સાહ ભારતીય ક્રિકેટ ચાહકોમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપની શરુઆત થનારી છે. આ માટે ટિકિટો મેળવવા માટે શરુઆતથી જ ક્રિકેટ રસિયાઓમાં ઉત્સાહ જોવાઈ રહ્યો છે. શરુઆતમાં ટિકિટ વિતરણ શરુ થવા દરમિયાન લોટરી લાગવા જેવી સ્થિતિ સર્જાતા ક્રિકેટ રસિયાઓના રોષનો ભોગ ICC અને ભારતીય ક્રિકેટ બોર્ડે બનવુ પડ્યુ હતુ.
સતત ક્રિકેટ ચાહકોએ આ માટે થઈને રોષ દર્શાવ્યો હતો. ક્રિકેટ ચાહકોએ સતત ICC અને BCCI ને નિશાને લીધુ હતુ. આ દરમિયાન હવે ટિકિટનો વધુ એક રાઉન્ડ શરુ કરવાનુ એલાન કરવામાં આવ્યુ છે. જેમાં તમામ મેચની 4 લાખ જેટલી ટિકિટોનુ વેચાણ કરવામાં આવનાર છે. આમ ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર BCCI તરફથી વિશ્વકપને લઈને સામે આવ્યા છે.
NEWS
BCCI set to release 400,000 tickets in the next phase of ticket sales for ICC Men’s Cricket World Cup 2023. #CWC23
More Details https://t.co/lP0UUrRtMz pic.twitter.com/tWjrgJU51d
— BCCI (@BCCI) September 6, 2023
અગાઉ જ્યારે ટિકિટોનુ વેચાણ શરુ થયુ ત્યારે જાણે કે ગણતરીની મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી. ચપોચપ ટિકિટો વેચાઈ જવા બાદ હવે ક્રિકેટ રસિયાઓએ રોષ ઠાલવવો શરુ કર્યો હતો. સોલ્ડ આઉટનો નિર્દેશ સ્ક્રિન પર જોવા મળતા જ ક્રિકેટ રસિકોએ સોશિયલ મીડિયા પર આઈસીસી અને બીસીસીઆઈ સામે રોષ દર્શાવ્યો હતો. બાદમાં બીસીસીઆઈએ ક્રિકેટ રસિયાઓના ઉત્સાહને ધ્યાને લઈને વધુ ટિકિટોને વેચાણ માટે મુકવાનો નિર્ણય કર્યો હતો.
જે માટે સ્ટેટ ક્રિકેટ એસોસિએશન સાથે ચર્ચા કરીને વધારે ટિકિટો ઉપલબ્ધ કરવામાં આવી છે. આમ હવે બીજા તબક્કામાં ટિકિટોનુ વેચાણ શરુ કરાશે. સ્ટેટ એસોસિએશન સાથે વાતચિત કરીને 4 લાખ ટિકિટના વેચાણ કરવાને લઈ સહમતી દર્શાવાઈ હતી. આમ હવે ક્રિકેટ રસિયાઓને માટે સારા સમાચાર બીસીસીઆઈએ આપ્યા છે.
આગામી 8મી સપ્ટેમ્બરથી ટિકિટોનુ વેચાણ શરુ કરવામાં આવનાર છે. રાત્રીના 8 કલાકે વિશ્વ કપની વેબસાઈટ પરથી આ ટિકિટોને ખરીદી શકાશે. આ માટે જલદીથી ટિકિટ ખરીદ કરવા માટે બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યાર બાદ વધુ એક રાઉન્ડ ટિકિટનુ વેચાણ કરવામાં આવશે. જે અંગેની જાણકારી બાદમાં આપવામા આવશે એમ પણ બોર્ડ તરફથી જણાવ્યુ છે.
Published On - 11:08 pm, Wed, 6 September 23