ICC Women’s World Cup Final: ઈંગ્લેન્ડને 71 રનથી હરાવી સાતમીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા, એલિસાની ઐતિસાહિક ઈનિંગ

|

Apr 03, 2022 | 2:51 PM

AUS vs ENG ICC મહિલા વર્લ્ડ કપ ફાઇનલ 2022: એલિસા હીલીની સદીને કારણે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 356 રન બનાવ્યા.

ICC Womens World Cup Final: ઈંગ્લેન્ડને 71 રનથી હરાવી સાતમીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા, એલિસાની ઐતિસાહિક ઈનિંગ
Cricket Australia (PC: ICC)

Follow us on

ઓસ્ટ્રેલિયા મહિલા (Cricket Australia) ક્રિકેટ ટીમે રેકોર્ડ સાતમી વખત ICC મહિલા વર્લ્ડ કપ (Women’s World Cup 2022) 2022 જીત્યો છે. ઓસ્ટ્રેલિયાએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં ઈંગ્લેન્ડને 71 રનથી હરાવ્યું હતું. વિજય માટે 357 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લિશ ટીમ નેટ સેવર (148)ની અણનમ સદી છતાં 43.4 ઓવરમાં 285 રનમાં સમેટાઈ ગઈ હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ માટે સેવરે 121 બોલમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 148 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પરંતુ તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન 30 રન સુધી પહોંચી શક્યું ન હતું. ઓસ્ટ્રેલિયા તરફથી જેસ જોન્સન અને અલાના કિંગે 3-3 વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એલિસા હીલીએ (Alyssa Healy) પોતાની આક્રમક કૌશલ્યનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં 170 રનની મોટી સદી ફટકારી હતી.

હીલીને 41 રનના અંગત કુલ સ્કોર પર જીવનદાન મળ્યું હતું. જેનો પૂરો ફાયદો ઉઠાવીને તેણે ઈંગ્લેન્ડના બોલરોને તોડી પાડવા માટે કોઈ કસર છોડી ન હતી. તેણે પોતાની ઈનિંગમાં 138 બોલ રમ્યા અને 26 ચોગ્ગા ફટકાર્યા. હીલીએ પુરૂષ અને મહિલા વર્લ્ડ કપની ફાઈનલમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેના પછી એડમ ગિલક્રિસ્ટ (149, વર્લ્ડ કપ 2007), રિકી પોન્ટિંગ (140, વર્લ્ડ કપ 2003) અને વિવ રિચર્ડ્સ (138, વર્લ્ડ કપ 1979)નો નંબર આવે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 

ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે ફાઈનલમાં બનાવ્યો બીજો સૌથી મોટો સ્કોર

હીલીની ઓપનિંગ પાર્ટનર રશેલ હેન્સ (93 બોલમાં 68 રન) અને બેથ મૂની (47 બોલમાં 62 રન)એ તેનો સારો સાથ આપ્યો હતો. જેનાથી ઓસ્ટ્રેલિયાને મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ બનાવવામાં મદદ મળી. પુરૂષ અને મહિલા વિશ્વ કપની ફાઈનલમાં આ બીજો સર્વોચ્ચ સ્કોર છે. ઓસ્ટ્રેલિયાની પુરૂષ ટીમે 2003 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત સામે 2 વિકેટે 359 રન બનાવ્યા હતા.

આવો રહ્યો ઈંગ્લેન્ડ ટીમનો હાલ

હીલીની શાનદાર ઈનિંગ બાદ મેગન શુટે 7 ઓવરમાં જ ઈંગ્લેન્ડના બંને ઓપનરને પેવેલિયન મોકલીને ઓસ્ટ્રેલિયાને બોલિંગમાં સારી શરૂઆત અપાવી હતી. તેણે ડેની વ્યાટ (ચાર)ને બોલ્ડ કર્યા બાદ ટેમી બોમોંટ (27)ને એલબીડબલ્યુ આઉટ કરી હતી. હવે કેપ્ટન હિથર નાઈટ (24) પર મોટી જવાબદારી હતી. પરંતુ જ્યારે તે સિવર સાથે ઈનિંગ્સને ઠીક કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે લેગ-સ્પિનર ​​કિંગે તેને લેગ બિફોર આઉટ કર્યો હતો. નવો બેટ્સમેન એમી જોન્સ (20) પણ મોટા સ્કોર માટે દબાણમાં હતી. તેણે મિડ-ઓફમાં જોન્સનના બોલ પર કેચ પકડ્યો.

સિવરે બનાવ્યો સર્વોચ્ચ સ્કોર

સિવરે એક છેડેથી રન બનાવવાની જવાબદારી લીધી હતી. પરંતુ તેને બીજા છેડેથી સપોર્ટ મળ્યો ન હતો. કિંગે સોફિયા ડંકલી (23)ને બોલ્ડ કરી અને તેને સિવર સાથે મોટી ભાગીદારી નોંધાવી શકી ન હતી. કેથરિન બ્રન્ટ (એક) આવતાની સાથે જ પેવેલિયન પરત ફરી હતી. જ્યારે એક છેડેથી વિકેટો પડી રહી હતી, ત્યારે સિવરે 90 બોલમાં તેની પાંચમી સદી પૂરી કરી હતી. તે પછી તેણે વધુ આક્રમક બેટિંગ શરૂ કરી. તેણે ટૂંક સમયમાં જ તેની કારકિર્દીનો અગાઉનો સર્વોચ્ચ સ્કોર (137) પાર કરીને ઓસ્ટ્રેલિયન કેમ્પમાં ખળભળાટ મચાવી દીધો હતો.

ઓસ્ટ્રેલિયા સાતમીવાર વર્લ્ડ ચેમ્પિયન

 

 

 

 

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ધુમ મચાવી

આ પહેલા ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન હીલીને પ્રથમ બેટિંગ માટે બોલાવવામાં આવ્યા બાદ તેણે રશેલ હેન્સ સાથે પ્રથમ વિકેટ માટે 160 અને મૂની સાથે બીજી વિકેટ માટે 156 રનની મોટી સદીની ભાગીદારી નોંધાવી હતી. જમણેરી અને ડાબા હાથના બેટ્સમેનોના સંયોજનને જાળવી રાખવા માટે મૂનીને કેપ્ટન મેગ લેનિંગથી પહેલા મોકલવામાં આવી હતી. હેલીએ તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને નોકઆઉટ તબક્કામાં તેની સતત બીજી સદી ફટકારી હતી. તેણે સેમિ ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 129 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : IPL 2022: પંજાબ કિંગ્સને મળ્યા સારા સમાચાર, ચેન્નઈ સામેની મેચમાં આ ખેલાડી મેદાન પર ઉતરી શકે છે, બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

આ પણ વાંચો : Women’s World Cup 2022, Final: ઓસ્ટ્રેલિયાની રશેલ હેન્સે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપની રન મશીન બની, તોડ્યો 25 વર્ષ જૂનો રેકોર્ડ

Next Article