World Cup 2025 : ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ સામે રમશે વોર્મ-અપ મેચ, આ દિવસે યોજાશે મુકાબલા

ICCએ મહિલા ODI વર્લ્ડ કપ 2025ના વોર્મ-અપ મેચનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. ભારત અને શ્રીલંકામાં યોજાનાર વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. ટુર્નામેન્ટ શરૂ થયા તે પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે બેંગલુરુમાં વોર્મ-અપ મેચ રમશે.

World Cup 2025 : ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ સામે રમશે વોર્મ-અપ મેચ, આ દિવસે યોજાશે મુકાબલા
ICC Womens World Cup 2025
Image Credit source: PTI
| Updated on: Jul 15, 2025 | 6:29 PM

મહિલા ODI વર્લ્ડ કપ 2025 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકામાં યોજાશે. જોકે, આ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બેંગલુરુમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ રમશે. ભારતીય મહિલા ટીમ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને આ ટીમ T20 વર્લ્ડ કપમાં પણ સારું પ્રદર્શન કરી ચેમ્પિયન બનશે તેવી ફેન્સ અપેક્ષા રાખશે.

બેંગલુરુમાં ટીમ ઈન્ડિયાની વોર્મ-અપ મેચ

ટીમ ઈન્ડિયા 25 સપ્ટેમ્બરે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ-1 ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી વોર્મ-અપ મેચ રમશે. આ પછી, તેમને 27 સપ્ટેમ્બરે એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ન્યુઝીલેન્ડ સામે મેચ રમવાની છે. મહિલા ODI વર્લ્ડ કપ 2025ની પહેલી મેચ પણ આ ગ્રાઉન્ડમાં જ રમાશે.

કોલંબોમાં પણ યોજાશે વોર્મ-અપ મુકાબલા

BCCIએ પોસ્ટ કરી વોર્મ અપ મેચ અંગે જાણકારી આપી હતી. BCCIએ પોસ્ટમાં લખ્યું, ’25 થી 28 સપ્ટેમ્બર દરમિયાન કુલ 9 વોર્મ-અપ મેચ રમાશે. બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ-1 ગ્રાઉન્ડ અને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને કોલંબોમાં એમ. પ્રેમદાસા સ્ટેડિયમ અને કોલંબો ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડમાં આ વોર્મ-અપ મેચોનું આયોજન થશે.’

 

પાકિસ્તાનની વોર્મ અપ મેચ શ્રીલંકામાં યોજાશે

પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમે પણ બે વોર્મ-અપ મેચ રમવાની છે. પાકિસ્તાન ટીમ કોલંબોમાં 25 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે અને 28 સપ્ટેમ્બરે શ્રીલંકા A ટીમ સામે કોલંબો ક્રિકેટ ક્લબ ખાતે વોર્મ-અપ મેચ રમશે. ટુર્નામેન્ટની વાત કરીએ તો, આઠ ટીમો બેંગલુરુ અને કોલંબો સહિત કુલ ચાર સ્થળોએ એકબીજા સામે રાઉન્ડ રોબિન વોર્મ-અપ મેચ રમશે.

આ પણ વાંચો: IND vs ENG : લોર્ડ્સમાં હાર બાદ ભાવુક થયો જાડેજા, કહ્યું- આ હાર ભૂલવી સરળ નથી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો