U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ભારતીય અન્ડર 19 ટીમ પાંચમી વાર અંડર 19 વિશ્વકપ (U19 World Cup 2022) વિજેતા બની છે. ભારતીય યુવા ટીમે રંગ રાખ્યો છે અને જીતનો સીલસીલો આગળ વધારતા ઇંગ્લેન્ડને 4 વિકેટે હાર આપીને વિશ્વકપ ટ્રોફી પોતાના હાથમાં ઉઠાવી હતી. ઇંગ્લેન્ડની ટીમને 24 વર્ષના લાંબી રાહને પુરી કરવાનુ સપનુ હતુ પરંતુ ભારતીય યુવા ખેલાડીઓએ તે અંગ્રેજ ટીમના સપનાને રગદોળી નાંખ્યુ હતુ. ભારતીય ખેલાડીઓએ બોલીંગ અને બેટીંગ બંનેમાં ઇંગ્લેન્ડને પછાડ્યુ હતુ. ભારત સામે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા 190 રનનુ લક્ષ્યાંક રાખ્યુ હતુ.
ભારતીય ટીમની આ સતત ચોથી અને એકંદરે 8મી ફાઈનલ હશે. આ પહેલા રમાયેલી 7 ફાઈનલમાં 4 પોતાના નામે કરી છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ભારત સૌથી વધુ વખત અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ટીમ છે. 1998 પછી ઇંગ્લૅન્ડની આ બીજી ફાઇનલ હશે. જો કે, 1998 માં ઇંગ્લૅન્ડની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી, ત્યારે તેણે ન્યૂઝીલેન્ડને હરાવીને ટૂર્નામેન્ટનો ખિતાબ પણ જીત્યો હતો.
India are the 2022 ICC U19 Men's Cricket World Cup champions 🏆
They beat England by four wickets in the #U19CWC final 👏#ENGvIND pic.twitter.com/e4uhN2Pbqb
— ICC (@ICC) February 5, 2022
ભારતીય ટીમ જીતની નજીક પહોંચી ગઈ છે, પરંતુ તે પહેલા ટીમે છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. કૌશલ તાંબેને થોમસ એસ્પિનવાલ બેકવર્ડ પોઈન્ટ પર રેહાન અહેમદના હાથે કેચ આપી બેઠો હતો. કૌશલે બોલને સખત કટ કર્યો, પરંતુ સાવધ અહેમદે ઝડપી કેચ લીધો. ભારતને માત્ર 14 રનની જરૂર છે. શું ઈંગ્લેન્ડ કોઈ કરિશ્મા કરી શકે છે?
44 મીઓવરના 3જા બોલ પર નિશાંત સંધૂએ મીડ ઓફ પર બાઉન્ડરી લગાવી હતી. રિહાન અહેમદ 44 મી ઓવર લઇ આવ્યો હતો. આમ ભારતીય ટીમની જીત 4 રન નજીક બની હતી.
ભારતીય ટીમની પાંચમી વિકેટ પડી છે. નાની પરંતુ મહત્વની ઇનિંગ રમ્યા બાદ રાજ બાવા પેવેલિયન પરત ફર્યા છે. 43મી ઓવરના છેલ્લા બોલ પર બાવા ફાસ્ટ બોલર જોશુઆ બાયડેને કેપ્ટન ટોમ પ્રેસ્ટના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
રાજ બાવા – 35 (54 બોલ, 2×4, 1×6); IND-164/5
અસ્પિનવાલ 41 મી ઓવર લઇને આવ્યો હતો. તેના પ્રથમ બોલ પર જ રાજ બાવાએ બેટ ખોલીને બોલને છગ્ગા માટે ફટકાર્યો હતો. શોર્ટ લેન્ટ ઓફ સ્ટંમ્પ બહારના બોલ પર પુલ શોટ લગાવીને તેણે સરળતાથી મીડ વિકેટ પર છગ્ગો લગાવ્યો હતો.
40 ઓવરના અંતિમ બોલ પર નિશાંત સંધૂએ શાનદાર છગ્ગો લગાવ્યો હતો. મીડ ઓન પર વિશાળ છગ્ગો રેહાન અહેમદના બોલ પર લગાવ્યો હતો.
રાજ બાવા અને નિશાંત સિંધુ ટીમ ઈન્ડિયાને ધીરે ધીરે લક્ષ્ય તરફ લઈ જઈ રહ્યા છે. બંને વચ્ચે ભાગીદારી વધી રહી છે અને તેમના બેટમાંથી કેટલાક સારા શોટ પણ નીકળ્યા છે. 36મી ઓવરમાં સિંધુએ ઈંગ્લેન્ડના કેપ્ટન ટોમ પ્રેસ્ટના છેલ્લા બોલ પર ફાઈન લેગ બાઉન્ડ્રી પર ચોગ્ગો ફટકાર્યો હતો.
આ મેચમાં ભારતીય ટીમ હજુ પણ ઈંગ્લેન્ડ કરતા વધુ મજબૂત સ્થિતિમાં છે. ટીમના 100 રન પૂરા થઈ ગયા છે અને હજુ 6 વિકેટ બાકી છે, જ્યારે 18 ઓવર પણ બાકી છે. નિશાંત સિંધુ અને રાજ અંગદ બાવા ક્રિઝ પર છે અને બંને તરફથી સારી ભાગીદારીની જરૂર છે. 18 ઓવરમાં 81 રનની જરૂર છે.
ભારતને 9 બોલમાં બીજો ઝટકો લાગ્યો છે. વાઈસ કેપ્ટન શેખ રશીદની વિકેટ પડ્યા બાદ કેપ્ટન યશ ઢુલ પણ તરત જ આઉટ થઈ ગયો હતો. ફરી એકવાર ઝડપી બોલર જેમ્સ સેલ્સે ભારતને આ ઝટકો આપ્યો છે. 29મી ઓવરના બીજા બોલે યશ ઢુલે પુલ કર્યો, પરંતુ બોલ વધુ દૂર જઈ શક્યો નહીં અને ડીપ સ્ક્વેર લેગ પર કેચ થઈ ગયો.
27મી ઓવરના ત્રીજા બોલ પર શેખ રાશિદે સિંગલ લઈને પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોકે, ઓવરના છેલ્લા બોલ પર તે સેલ્સનો શિકાર બન્યો હતો અને પેવેલિયન પરત ફર્યો હતો. મિડ-વિકેટ પર રાશિદે શોટ રમ્યો અને જેમ્સ રિયુના હાથે કેચ થયો. તે 84 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો.
22 મી ઓવર લઇને આવેલા એસ્પિનવાલની ઓવરના ત્રીજા બોલ પર કેપ્ટન યશ ઢૂલે ચોગ્ગો લગવ્યો હતો. જ્યાકે પાંચમાં બોલે શેખ રશિદે ચોગ્ગો લગાવ્યો હતો. આમ 22મી ઓવરમાં ભારતીય ટીમના ખાતામાં 11 રન જમા થયા હતા.
એસ્પિનવાલ 18મી ઓવરમાં આવ્યો અને તેણે હરનૂર સિંહને આઉટ કર્યો. એક શોર્ટ બોલ હરનૂર સિંહના ગ્લોવ્સ પર વાગ્યો અને વિકેટકીપર એલેક્સ હોર્ટનના હાથમાં ગયો. તેણે 46 બોલમાં 21 રન બનાવ્યા હતા.
શેખ રશિદે 17 મી ઓવરની શરુઆતે જ એટલે કે પ્રથમ બોલ પર બાઉન્ડરી વડે 4 રન સ્કોર બોર્ડમાં ઉમેર્યા હતા. રશિદે રેહાન અહેમદની ઓવરમાં સ્ટ્રઇટમાં બાઉન્ડરી મેળવી હતી.
જોશુઆ બોયડેન નવમી ઓવર લાવ્યો અને આ ઓવરમાં 8 રન આપ્યા. આ ઓવરમાં હરનૂર સિંહે સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. હરનૂરે ઓવરના પહેલા બોલ પર જ ચોગ્ગો ફટકાર્યો. તે જ સમયે, ઓવરના પાંચમા બોલ પર, તેણે મિડ-ઓન પર ચોગ્ગો ફટકાર્યો.
જોશુઆ બાયડન સાતમી ઓવર લાવ્યો. આ ઓવરમાં તેની પાસે હરનૂર સિંહને આઉટ કરવાનો મોકો હતો. રેહાને બેકવર્ડ પોઈન્ટ પર કેચ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ ડાઈવિંગ કરીને પણ તે કેચ પકડી શક્યો નહીં.
જોશુઆ બાયડનની ઓવર દરમિયાન શેખ રશિદે બાઉન્ડરી નોંઘાવી હતી. ચોથી ઓવરમં જેમ્સના બોલ પર બાઉન્ડરી ફટકાર્યા બાદ રશિદે વધુ એક બાઉન્ડરી ભારત માટે ફટકારી હતી. રશિદે પાંચમી ઓવરના ત્રીજા બોલ પર સ્ટ્રેઇટ બાઉન્ડરી ફટકારી હતી.
ચોથી ઓવરના પાંચમાં બોલ પર શેખ રશિદે શાનદાર બાઉન્ડરી ફટકારી હતી. આ પહેલા બોલર જેમ્સે પાંચમો બોલ પુરો કરવા 3 સળંગ વાઇડ ફેંક્યા હતા અને તેના પાંચમાં બોલ પર જ રશિદે બોલને બાઉન્ડરી બહાર મોકલતો શોટ લગાવ્યો હતો.
જેમ્સ સેલ્સે ચોથી ઓવરમાં પાંચમો બોલ નાંખવા માટે 3 વાઇડ બોલ કર્યા હતા. શળંગ 3 વાઇડ બોલને લઇને સેલ્સની ઓવર 9 બોલ જેટલી લાંબી થઇ ગઇ હતી. તો ભારતીય ટીમના ખાતામાં પણ 3 રન એકસ્ટ્રાના રુપમાં આવ્યા હતા.
ભારતીય ટીમે 190 રનના લક્ષ્યાંકનો પિછો શરુ કર્યો હતો. જેની શરુઆતે જ પ્રથમ ઓવરના બીજા બોલે જ ભારતને પ્રથમ ઝટકો મળ્યો હતો. અંગક્રિશ રઘુવંશીના રુપમાં ભારતે પ્રથમ વિકેટ શૂન્ય રનના સ્કોર પર ગુમાવી હતી. જોશુઆ બાયડને પોતાની ટીમને મોટી સફળતા અપાવી હતી. અંગક્રિશના બેટની કિનારી સાથે અથડાયા બાદ બોલ સીધો વિકેટકીપર એલેક્સ હોર્ટનના હાથમાં ગયો હતો. અંગક્રિશ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ભારતના યુવા ક્રિકેટર રાજ બાવાએ આજે ફાઇનલમાં કર્યું શાનદાર પ્રદર્શન. ઇંગ્લેન્ડ સામે રાજ બાવાએ 5 વિકેટ ઝડપી. આ પહેલા ટુર્નામેન્ટમાં યુગાન્ડા સામે અણનમ 162* રન, સાઉથ આફ્રિકા સામે 4 વિકેટ ઝડપી હતી.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ઇંગ્લેન્ડની ટીમ 44.5 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઇ ગઇ. ભારત તરફથી રાજ બાવાએ 5 વિકેટ ઝડપી. તો રવિ કુમારે 4 વિકેટ અને કૌશલ તાંબેએ 1 વિકેટ ઝડપી છે. ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ રિયુએ સૌથી વધુ 95 રન નોંદાવ્યા હતા. ત્યાર બાદ જેમ્સ સાલેસે અણનમ 34* રન નોંધાવ્યા હતા.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ઇંગ્લેન્ડના થૉમસ એસપિનવૉલ 0 રન બનાવી આઉટ થઇ જતાં ઇંગ્લેન્ડની ચિંતામાં થયો વધારો. રવિ કુમારે એક જ ઓવરમાં બીજી વિકેટ ઝડપી. આમ ઇંગ્લેન્ડનો સ્કોર 44 ઓવરમાં 185/9.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ઇંગ્લેન્ડને મજબુત સ્થિતીએ પહોંચાડનાર જેમ્સ રિયુ 95 રનના સ્કોર પર આઉટ થઇ ગયો છે. ભારતના યુવા બોલર રવિ કુમારે જેમ્સ રિયુને આઉટ કરાવી ભારતને મોટી સફળતા અપાવી છે. હાલ ઇંગ્લેન્ડનો સ્કોર 43.1 ઓવરમાં 8 વિકેટે 184 રન છે. રવિ કુમારની આ ઇનિંગમાં ત્રીજી વિકેટ.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : જેમ્સ રિયુની શાનદાર બેટિંગને પગલે ઇંગ્લેન્ડ ધીમે ધીમે મજબુત સ્થિતીએ પહોંચ્યું. જેમ્સ રિયુ હાલ 84* રને રમી રહ્યો છે. ઇંગ્લેન્ડ હાલ 40 ઓવર બાદ 7 વિકેટના ભોગે 167 રનના સ્કોર પહોંચ્યું.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ઇંગ્લેન્ડના જેમ્સ રિયૂએ શાનદાર પ્રદર્શન કરતા અડધી ફટકારી. તેણે પોતાની વન-ડે કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારી છે. ઇંગ્લેન્ડનો સ્કરો 7 વિકેટે 122 રન.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ભારતીય ટીમના બોલરોએ શરૂઆતથી જ ઇંગ્લેન્ડ પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું હતું. સમયાંતરે ઇંગ્લેન્ડની વિકેટ પડતી ગઇ અને ટીમ પર દબાણ વધતું ગયું. ભારત તરફથી અત્યાર સુધી સૌથી વધુ રાજ બાવાએ 4 વિકેટ, રવિ કુમારે 2 અને કૌશલ તાંબેએ 1 વિકેટ ઝડપી છે. ઇંગ્લેન્ડે અત્યાર સુધી 25 ઓવરમાં 7 વિકેટના ભોગે 96 રનનો સ્કોર નોંધાવ્યો છે.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ઇંગ્લેન્ડના એલેક્સ હોર્ટોન 10 રન બનાવી આઉટ થયો. ભારતના યુવા બોલર કૌશલ તાંબેએ ઝડપી વિકેટ. આ ઇનિંગમાં કૌશલ તાંબેની પહેલી વિકેટ. ઇંગ્લેન્ડે અત્યાર સુધી 7 વિકેટના ભોગે 91 રનનો સ્કોર કર્યો.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ઇંગ્લેન્ડના રેહાન એહમદ 10 રન બનાવી આઉટ થયો. ભારતના યુવા બોલર રાજ બાવાની ઓવરમાં ઇંગ્લેન્ડના રેહાન આઉટ થયો. રાજ બાવાની આ ચોથી વિકેટ હતી.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ઇંગ્લેન્ડે 7 ઓવર બાદ ઇનિંગમાં ચોગ્ગો ફટકાર્યો. ઇંગ્લેન્ડના રેહાન એહમદે રવિ કુમારની ઓવરમાં મેચની 15.2 ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો હતો. આ પહેલા 7.1 ઓવરમાં ઇંગ્લેન્ડના જેમ્સે ચોગ્ગો ફટકાર્યો હતો.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ઇંગ્લેન્ડના જોર્જ બેલ પહેલા બોલ પર જ આઉટ. 47 રનના સ્કોર પર ઇંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ. રાજ બાવાએ સતત બીજી બોલ પર ઝડપી વિકેટ. જોર્જ બેલ પહેલા બોલ પર શુન્ય રને આઉટ થયો. રાજ બાવાની આ ત્રીજી વિકેટ.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE :
ઇંગ્લેન્ડની ચોથી વિકેટ પડી. ઇંગ્લેન્ડના વિલિયમ લિક્સટન 4 રન બનાવી આઉટ થયો. ભારતીય બોલર રાજ બાવાએ ઝડપી વિકેટ. રાજ બાવાની આ બીજી વિકેટ.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ઇંગ્લેન્ડની ત્રીજી વિકેટ પડી. ઇંગ્લેન્ડના ઓપનર જૉર્જ થૉમસ આઉટ થયો. ભારતીય બોલર રાજ બાવાએ ઝડપી વિકેટ. જૉર્જ થૉમસ 30 બોલમાં 27 રન બનાવી આઉટ થયો. ઇંગ્લેન્ડના 3 વિકેટે 38 રન.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : છઠ્ઠી ઓવરમાં કુલ 9 રન આપ્યા. ઓવરમાં બીજા બોલ પર જૉર્જ થૉમસે ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ પાંચમી ઓવરમાં એક્સ્ટ્રા કવર પર ચોગ્ગો ફટકાર્યો હતો.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ઇંગ્લેન્ડના સુકાની ટૉમ પ્રેસ્ટ શુન્ય રને આઉટ થયો. રવિ કુમારની ઓવરમાં સુકાની ટૉમ પ્રેસ્ટ ક્લિન બોલ્ડ થયો. ઇંગ્લેન્ડના હાલ 2 વિકેટના ભોગે 18 રન.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : જૉર્જ થૉમસે ફટકાર્યો છગ્ગો. ભારતના રાજ્યવર્ધનની ઓવરમાં છેલ્લા બોલમાં ફટકારી સિક્સ. જૉર્જ થૉમસે ઇનિંગની પહેલી સિક્સ ફટકારી.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ઇંગ્લેન્ડના જેકબ બેથેલ 2 રન બનાવી LBW આઉટ થયો. ભારતના રવિ કુમારે ભારતને પહેલી સફળતા અપાવી.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ઇંગ્લેન્ડની બેટિંગ શરૂ થઇ ગઇ છે. જૉર્જ થૉમસ અને જૈકબ બેથૈલ ટીમ તરફથી ઓપનિંગ કરી રહ્યા છે. તો ભારત તરફથી રાજવર્ધન હંગરગેકરે બોલિંગની શરૂઆત કરી છે.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ભારતીય ક્રિકેટ ટીમ આજે આઠમી વાર અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ રમી રહી છે અને આ સાતમીવાર એવું બન્યું કે ફાઇનલમાં ભારતીય સુકાની ટોસ હારી ગયો છે. વર્ષ 2012માં ઉન્મુક્ત ચંદની ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને ત્યારે તેણે ફાઇનલ મેચમાં ટોસ જીત્યો હતો. આવુ કરનાર ઉન્મુક્ત ચંદ અત્યાર સુધીનો એકમાત્ર સુકાની છે.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : U19 World Cup, INDvENG, Head to Head Records: કોણ ઉઠાવશે વિશ્વકપ, ભારત કે ઇંગ્લેન્ડ? ફાઇનલ પહેલા 8 મેચોનું હેડ ટુ હેડ રિપોર્ટ કાર્ડ
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન:
અંગકૃષ રઘુવંશી, હરનુર સિંહ, શેખ રશીદ, યશ ધુલ(સુકાની), નિશાંત સિંધુ, રાજ્યવર્ધન હાનગરગેકર, દિનેશ બાના, કૌશલ તાંબે, રાજ બાવા, વિક્કી ઓસ્તવાલ અને રવિ કુમાર.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન: જૉર્જ થૉમસ, જેકબ બેથેલ, ટૉમ પ્રેસ્ટ, જેમ્સ રિયૂ, વિલિયમ લિક્સટન, જૉર્સ બેલ, રેહાન અહમદ, એલેક્સ હોરટોન, જેમ્સ સેલ્સ, થૉમસ એસપિનવૉલ અને જોશૂઆ બૉયડન.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ઇંગ્લેન્ડ ટીમેના સુકાની ટૉમ પ્રેસ્ટે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. એટલે ભારત પહેલા બોલિંગ કરવા ઉતરશે.
U19 World Cup 2022 Final, Ind vs Eng LIVE SCORE : ભારતીય ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટમાં સૌથી સફળ ટીમ છે. જેણે અત્યાર સુધી ચારવાર અંડર-19 વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું છે.
Published On - 5:46 pm, Sat, 5 February 22