ICC U19 World Cup: ટીમ ઇન્ડિયા સળંગ ચોથી વાર વિશ્વકપ ફાઇનલમાં સ્થાન બનાવ્યુ, ઇંગ્લેન્ડ સામે થશે ટક્કર

|

Feb 03, 2022 | 8:27 AM

ભારતીય ટીમ (Team India) સતત ચોથી વખત અંડર 19 વર્લ્ડ કપ (U19 World Cup) ની ફાઇનલમાં પહોંચી છે. ફાઇનલમાં તેનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે

ICC U19 World Cup: ટીમ ઇન્ડિયા સળંગ ચોથી વાર વિશ્વકપ ફાઇનલમાં સ્થાન બનાવ્યુ, ઇંગ્લેન્ડ સામે થશે ટક્કર
U19 Team India એ ઓસ્ટ્રેલિયાને સેમિફાઇનલમાં 96 રને હરાવ્યુ

Follow us on

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા અંડર 19 વર્લ્ડ કપ (U19 World Cup) ની સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમ (Indian Cricket Team) ઓસ્ટ્રેલિયા સામે 96 રનથી મોટી જીત મેળવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સતત ચોથી વખત છે જ્યારે ટીમ ફાઈનલમાં પહોંચી છે. એન્ટિગુઆના કુલીઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી સેમિફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે કેપ્ટન યશ ઢૂલ (Yash Dhull) અને શેખ રશીદ ની શાનદાર ભાગીદારીના આધારે 290 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 194 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પુરી 50 ઓવર પણ રમી શકી નહોતી.

અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત ફાઇનલમાં પહોંચવાનો રેકોર્ડ ભારતના નામે છે. 2000, 2006, 2008, 2012, 2016, 2018, 2020 પછી ટીમ ઈન્ડિયાને આ વર્ષે ફાઈનલની ટિકિટ પણ મળી ગઈ છે. તે જ સમયે, તે અત્યાર સુધીમાં ચાર વખત ટાઇટલ જીતવામાં સફળ રહી છે. ભારતે 2000, 2008, 2012 અને 2018માં વર્લ્ડ કપ જીત્યો હતો. આ વખતે ટીમ ઈન્ડિયા ફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.

ઓપનિંગ જોડી સસ્તામાં પરત ફરી હતી

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી, ભારતે આઠમી ઓવરમાં ફોર્મમાં ચાલી રહેલા ઓપનર અંગક્રિશ રઘુવંશી (06)ની વિકેટ 16 રનમાં ગુમાવી દીધી હતી. વિલિયમ સાલ્ઝમેને (57 રન આપીને 2 વિકેટ) રઘુવંશીના બેટની બહારની કિનારી લઈને તેનો સ્ટમ્પ ઉખેડી નાખ્યો. બીજો ઓપનર હરનૂર સિંહ (16) પણ લાંબો સમય ટકી શક્યો નહોતો અને ભારતને 37 રન પર બીજો ઝટકો લાગ્યો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઢૂલ અને રાશિદની 204 રનની ભાગીદારી

ઢૂલ અને રાશિદે ખૂબ જ સંયમ બતાવ્યો અને ભારતને મોટા સ્કોર તરફ દોરી ગયું. આ દરમિયાન ઢૂલે તેની સદી પૂરી કરી હતી પરંતુ રાશિદ છ રનથી 100 રન બનાવવાનું ચૂકી ગયો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 204 રનની ભાગીદારી નોંધાવી હતી કે કેપ્ટન ઢૂલ રનઆઉટ થયો હતો. તે 46મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 110 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી એટલા જ રન બનાવ્યા હતા.

બીજા જ બોલ પર રાશિદે પણ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ટીમનો સ્કોર 241 રન હતો અને તે જેક નિસ્બેટ (નવ ઓવરમાં મેડનથી 41 રનમાં બે વિકેટ)ના બોલનો શિકાર બન્યો હતો. તેણે 108 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 94 રન બનાવ્યા હતા. કોવિડ-19માંથી સાજા થઈને આ મેચમાં પરત ફરેલ નિશાંત સિંધુ 12 (એક ચોગ્ગા અને એક છગ્ગા) રન પર અણનમ રહ્યો અને વિકેટ કીપર બેટ્સમેન દિનેશ 20 રન (ચાર બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા) બનાવ્યા.

ઓસ્ટ્રેલિયાનો દાવ 194 રનમાં સમેટાઈ ગયો હતો

જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 194 રન જ બનાવી શકી હતી. ટીમ માટે લોકલેન શોએ સૌથી વધુ 51 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય કોરી મિલરે 38 અને ઓપનર કેમ્પબેલ કેલવેએ 30 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિકી ઓસ્તવાલે ત્રણ, નિશાંત સિંધુ અને રવિ કુમારે બે-બે વિકેટ લીધી હતી. કૌશલ તાંબે અને અંગક્રિશ રઘુવંશીએ 1-1 વિકેટ લીધી હતી.

 

આ પણ વાંચોઃ IPL 2022: વધતી ઉંમરે પણ એ જ દમ ! મેગા ઓક્શનમાં સામેલ આ 5 ખેલાડીઓને ‘ઘરડાં’ ના સમજતા!

 

આ પણ વાંચોઃ IND vs SL: શ્રીલંકાનો આ ઝડપી બોલર ભારત પ્રવાસ બાદ નિવૃત્ત થવાનુ કર્યુ એલાન, ટીમ ઇન્ડિયા સામે કર્યુ હતુ ડેબ્યૂ

Published On - 8:07 am, Thu, 3 February 22

Next Article