ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે હાલમાં 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. આ દરમ્યાન પ્રથમ મેચ વરસાદને લઇને ડ્રો જાહેર થઇ હતી. જ્યારે લોર્ડઝના મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. પ્રથમ બંને ટેસ્ટ મેચમાં દેખાવને લઇને બંને ટીમના ખેલાડીઓના ટેસ્ટ રેન્કીંગ (ICC Test Rankings) માં સુધારો થયો છે. જો રુટ (Joe Root) અને મહંમદ સિરાજના ટેસ્ટ રેન્કીંગમાં ફાયદો થયો છે.
સિરીજની પ્રથમ બે ટેસ્ટ મેચમાં શતક લગાવવાને લઇને જો રુટ હવે વિશ્વના બીજા ક્રમાંક ના ટેસ્ટ બેટ્સમેન બની ચુક્યા છે. રુટ હવે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) ની ખૂબ જ નજીક પહોંચી ગયો છે. સાથે જ કેએલ રાહુલના રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. જ્યારે રોહિત શર્મા પોતાના ટેસ્ટ કરિયરની સર્વશ્રેષ્ટ રેટિંગ પર પહોંચી ગયો છે. રોહિત હવે કેપ્ટન વિરાટ કોહલીની ખૂબ જ નજીક છે.
ઈંગ્લેન્ડને ભારત સામે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં 151 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ઇનિંગ્સમાં ટીમના મોટાભાગના બેટ્સમેનો નિરાશ કર્યા હતા. કેપ્ટન રુટે ટીમ માટે એકલા હાથે સંઘર્ષ કર્યો હતો. તેણે પ્રથમ ઇનિંગમાં અણનમ 180 રન બનાવ્યા હતા, જ્યારે બીજા દાવમાં ઇંગ્લેન્ડ તરફ થી સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. આ શ્રેણી પહેલા રુટ બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં કોહલીથી પાછળ પાંચમા ક્રમે હતો. પરંતુ હવે તે 893 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેની અને વિલિયમસન (901) વચ્ચે માત્ર 8 પોઈન્ટનું અંતર છે. રાહુલને મળી લીડ, રોહિત ની સર્વશ્રેષ્ટ રેટીંગ
તો વળી ત્યાં જ ભારતીય બેટ્સમેનોની વાત કરવામાં આવે તો, લોર્ડઝમાં શાનદાર શતક ફટકારનાર ઓપનર કેએલ રાહુલની રેન્કીંગમાં ઉછાળ આવ્યો છે. 129 રનની ઇનીંગ રમનારા રાહુલને 19 સ્થાનનો સુધારો થયો છે. તે હવે 37 માં સ્થાન પર પહોંચી ગયો છે. પ્રથમ ઇનિંગમાં 83 રન બનાવનાર ઓપનર રોહિત શર્મા છઠ્ઠા ક્રમે છે, પરંતુ તેનું રેટિંગ 773 છે. જે રોહિતની ટેસ્ટ કારકિર્દીમાં સર્વશ્રેષ્ઠ છે. હવે તે પાંચમા ક્રમાંકિત વિરાટ કોહલીથી માત્ર 3 પોઇન્ટ પાછળ છે. ઋષભ પંત સાતમા સ્થાને યથાવત છે.
↗️ Joe Root rises to No.2
↗️ Babar Azam moves up two spotsThe latest @MRFWorldwide ICC Men’s Test Player Rankings for batting 👇
🔗 https://t.co/OMjjVx5Mgf pic.twitter.com/ERYzCGm9Pc
— ICC (@ICC) August 18, 2021
બોલિંગમાં વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી જેમ્સ એન્ડરસન એક સ્થાન આગળ વધ્યો છે. પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી. તેનો તેને ફાયદો થયો છે અને તે એક સ્થાન ઉપર છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે બીજી ઇનિંગમાં, તે બેટ અને બોલ વડે શાનદાર પ્રદર્શન કરનાર જસપ્રીત બુમરાહ એક સ્થાન પાછળ સરક્યો છે. તે હવે 10માં ક્રમે છે.
લોર્ડ્સમાં 8 વિકેટ લેનાર યંગસ્ટર્સ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજને જબરદસ્ત ફાયદો થયો છે. તે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ 38 મી મી રેન્ક પર પહોંચી ગયો છે. તેણે 18 સ્થાનનો કૂદકો લગાવ્યો છે. ઈશાંત શર્મા પણ આગળ વધીને હવે 16 મા સ્થાને પહોંચી ગયો છે, પરંતુ મોહમ્મદ શામી 19 મા સ્થાને પાછળ સરક્યો છે.