ICC T20 World Cup 2021ના ગૃપોની ઘોષણા, સુપર 12ના એક જ ગૃપમાં ભારત અને પાકિસ્તાન ટક્કર થશે

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે T20 વિશ્વકપ ટૂર્નામેન્ટોમાં 5 વખત ટક્કર થઈ ચુકી છે. જેમાં ભારતીય ટીમે 4 વખત જીત મેળવી છે. ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જામશે.

ICC T20 World Cup 2021ના ગૃપોની ઘોષણા, સુપર 12ના એક જ ગૃપમાં ભારત અને પાકિસ્તાન ટક્કર થશે
ICC T20 World Cup 2021
| Edited By: | Updated on: Jul 16, 2021 | 7:52 PM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના આયોજન હેઠળ રમાનાર આગામી T20 વિશ્વકપ (ICC T20 World Cup 2021)ના ગૃપોની ICCએ ઘોષણા કરી દીધી છે. ICCએ ગૃપોની ઘોષણા કરતા વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) બંનેને એક જ ગૃપમાં રાખવામાં આવ્યા છે.

 

આમ બંને વચ્ચે ગૃપ સ્ટેજમાં ટક્કર જોવા મળશે. બંને દેશોને ICCએ સુપર 12ના ગૃપ-2માં રાખ્યા છે. જેમાં 2 ગૃપ રાખવામા આવ્યા છે, જે બંને ગૃપમાં 6-6 ટીમને રાખવામાં આવી છે. જે ગૃપ-2માં ભારત સાથે પાકિસ્તાન ઉપરાંત ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન પણ સામેલ છે.

 

ગૃપ-1માં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ICCએ ક્વોલીફાયર સ્ટેજમાં 8 ટીમોને 2 ગૃપમાં વહેંચી દીધા છે. ક્વોલિફાયર સ્ટેજમાં બંને ગૃપોથી 2-2 ટીમો સુપર 12માં સ્થાન મેળવી શકશે. ત્યારબાદ શરુ થશે T20 વિશ્વકપની અસલી ટક્કર.

 

છઠ્ઠી વાર ટકરાશે ભારત અને પાકિસ્તાન

અત્યાર સુધી ટૂર્નામેન્ટની મેચોનો કાર્યક્રમ હાલમાં જાહેર કરવામાં આવ્યો નથી. જોકે ગૃપોના એલાનની સાથે ભારત અને પાકિસ્તાનના ફેન્સ માટે સૌથી મોટી ટક્કરની રાહ જોવી શરુ થઈ ચુકી છે. બંને ટીમો 2007માં રમાયેલા પ્રથમ T20 વિશ્વકપથી લઈને અત્યાર સુધીમાં 5 વખત એકબીજા સાથે ટકરાઈ ચુક્યા છે. જેમાં 4 વાખત બંને ગૃપ સ્ટેજમાં ટકરાઈ ચુક્યા છે. જેમાં દરેક વખતે ભારતીય ટીમે જીત મેળવી છે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત આ ગૃપમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન છે.

 

આ પ્રકારે છે ગૃપની રચના

ગૃપ-01માં વર્તમાન વિશ્વ T20 ચેમ્પિયન વેસ્ટ ઈન્ડીઝ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને વન ડે વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામેલ છે. બે ક્વોલિફાયર ટીમોના રુપમાં ગૃપ-એની વિજેતા અને ગૃપ-બીની ઉપ વિજેતા ટીમોને સ્થાન મળશે. સુપર 12ની મેચોના પહેલા 17 ઓક્ટોબરથી ક્વોલિફાયર મેચો સાથે ટૂર્નામેન્ટની શરુઆત થશે.

 

ક્વોલિફાયર મેચો માટે બે ગૃપ બનાવવામાં આવ્યા છે. જે ગૃપ-એમાં પૂર્વ ચેમ્પિયન શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ અને નામિબીયાની ટીમ છે. જ્યારે ગૃપ-બીમાં બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પપૂઆ ન્યુગીની અને ઓમાનની ટીમો સામેલ છે.

 

આ પણ વાંચોઃ Cricket: ભારતીય ક્રિકેટરોની સુંદર પત્નિઓ પણ ભણવામાં નથી કમ, કોઇ છે ડોક્ટર તો કોઇ એન્જીનીયર