ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહ (Jay Shah) ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) માં મહત્વની જવાબદારી મળી છે. જય શાહને ICC મેન્સ ક્રિકેટ કમિટીના સભ્ય બોર્ડના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રવિવારે ICC ની ત્રિમાસિક બેઠકમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.
મહેલા જયવર્ધરનેઃ પૂર્વ ક્રિકેટર પ્રતિનિધિ (ફરીથી નિયુક્ત)
ગૈરી સ્ટીડઃ રાષ્ટ્રીય ટીમના કોચ પ્રતિનિધિ
જય શાહઃ બોર્ડ મેમ્બરના પ્રતિનિધિ
જોએલ વિલ્સનઃ આઈસીસી એલીટ પેનલ અમ્પાયર
જેમી કોક્સઃ MCC પ્રતિનિધિ
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટેની વાત કરીએ તો આ ટુર્નામેન્ટ માટે 12 ટીમોને સીધી એન્ટ્રી આપવામાં આવશે. 2022 T20 વર્લ્ડ કપ ઇવેન્ટની ટોચની 8 ટીમો, યજમાન દેશો (વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ) સાથે, T20 રેન્કિંગ ટેબલમાં આગામી સૌથી વધુ ક્રમાંકિત ટીમોનો સમાવેશ કરશે. જો વેસ્ટ ઈન્ડિઝ ટોપ આઠમાં સ્થાન મેળવે છે, તો ત્રણ ટીમો રેન્કિંગના આધારે આગળ વધશે.
બાકીની આઠ જગ્યાઓ પ્રાદેશિક લાયકાત પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવશે. જેમાં આફ્રિકા, એશિયા અને યુરોપની 2-2 ટીમો અને અમેરિકા અને EAP ની 1-1 ટીમનો સમાવેશ કરવામાં આવશે. આ સિવાય ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટેની ક્વોલિફિકેશન પ્રક્રિયા પર પણ સહમતિ બની હતી.
બીજી તરફ, ચાર દેશો (ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા) વચ્ચે ટૂર્નામેન્ટનું આયોજન કરવાના PCB અધ્યક્ષ રમીઝ રાજાના પ્રસ્તાવને ICC એ સર્વસંમતિથી ફગાવી દીધો છે.
ICC હવે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનું પણ આયોજન કરવા જઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકા ICC T20 વર્લ્ડ કપ 2023ની યજમાની કરશે. આ ટુર્નામેન્ટ આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થશે. જેમાં 16 ટીમો વચ્ચે 41 મેચ રમાશે.
ICC મહિલા ચેમ્પિયનશિપને દસ ટીમોમાં વિસ્તરણ કરવાના તાજેતરના નિર્ણયને પગલે, ICC હવે કેટલાક એસોસિએટેડ દેશોને મહિલા વન-ડેનો દરજ્જો આપશે. જેથી તેઓ રેન્કિંગના આધારે ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટમાં પ્રવેશ કરી શકે. ICC બોર્ડને અફઘાનિસ્તાન વર્કિંગ ગૃપ તરફથી અપડેટ પ્રાપ્ત થયું. જેમાં બોર્ડમાં ACB પ્રતિનિધિ તરીકે મીરવાઈસ અશરફની નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Junior Women World Cup: ભારતીય ટીમ ઈતિહાસ રચવાથી ચૂકી, નેધરલેન્ડે સેમિ ફાઈનલમાં 3-0થી હરાવી દિલ તોડ્યું