વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શનિવારે ઉત્તર પ્રદેશના ક્રિકેટ ચાહકોને મોટી ભેટ આપશે. શનિવારે વારાણસીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (Varanasi Cricket Stadium) નો શિલાન્યાસ કરશે, અહીંનું આ પહેલું ક્રિકેટ સ્ટેડિયમ હશે. આ સ્ટેડિયમ ભગવાન શિવ સંબંધિત થીમ પર બનાવવામાં આવી રહ્યું છે અને અહીં આંતરરાષ્ટ્રીય મેચો અને IPL મેચો યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદીનું વારાણસી (Varanasi) સાથે ખાસ કનેક્શન છે, કારણ કે તેઓ અહીંના સાંસદ પણ છે, જેના કારણે આ સ્ટેડિયમ ખાસ બની ગયું છે.
વારાણસીમાં બનનારા આ સ્ટેડિયમમાં શું ખાસ બનવાનું છે તેની યાદી લાંબી છે. 30 એકર વિસ્તારમાં બનેલા આ સ્ટેડિયમ પર લગભગ 450 કરોડ રૂપિયાનો ખર્ચ થવા જઈ રહ્યો છે, સૌથી ખાસ વાત આ સ્ટેડિયમની થીમ હશે. કારણ કે આ માટે ભગવાન શિવ પાસેથી પ્રેરણા લેવામાં આવી છે, કાશીને શિવની નગરી કહેવામાં આવે છે, તેથી જ્યારે અહીં આટલું મોટું સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે ત્યારે શિવ સાથે જોડાયેલી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
આ સ્ટેડિયમ વારાણસીના રિંગ રોડ પાસે બનાવવામાં આવી રહ્યું છે, તેના માટે યુપી સરકાર લગભગ 120 કરોડ રૂપિયા અને BCCI 330 કરોડ રૂપિયા ખર્ચ કરશે. જ્યારે પીએમ મોદી આ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે ત્યારે પીએમ મોદીની સાથે સચિન તેંડુલકર, કપિલ દેવ, રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસ્કર સહિત ઘણા સ્ટાર્સ અહીં હાજર રહેશે.
In a thrilling development, Varanasi is set to welcome a grand cricket arena featuring an exceptional crescent-shaped canopy, paying homage to Lord Shiva.
The inauguration of this magnificent stadium’s construction is scheduled for tomorrow, with the esteemed presence of Prime… pic.twitter.com/efJ5rNrp74
— Harsh Sanghavi (@sanghaviharsh) September 22, 2023
સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર, આ સ્ટેડિયમનું આર્કિટેક્ચર ભગવાન શિવથી પ્રેરિત છે, જેમાં અર્ધચંદ્રાકાર આકારની છત અને ત્રિશૂળ આકારની ફ્લડ-લાઈટ્સ હશે, જેમાં બેઠક વ્યવસ્થા ઘાટ જેવા આકારની હશે. અહીં લગભગ 30 હજાર પ્રશંસકો એક સાથે મેચ જોઈ શકશે, જ્યારે તેનું નિર્માણ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઈ શકે છે.
વારાણસી વડાપ્રધાન મોદીનો સંસદીય ક્ષેત્ર છે, જ્યાં હવે નવા ક્રિકેટ સ્ટેડિયમની ભેટ મળી રહી છે. પરંતુ દેશમાં એક એવું સ્ટેડિયમ છે, જેનું નામ પીએમ નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવ્યું છે, જેના કારણે વારાણસીમાં બની રહેલા સ્ટેડિયમની સરખામણી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાથે કરવામાં આવી રહી છે. જો આપણે બંને સ્ટેડિયમ પર નજર કરીએ તો, અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લગભગ 1.25 લાખ લોકો બેસી શકે છે અને તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, જ્યારે વારાણસીમાં બનાવવામાં આવનાર સ્ટેડિયમ માત્ર 33 હજાર લોકો જ બેસી શકશે.
આ પણ વાંચો : Breaking News: પહેલી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું, ગિલ-ઋતુરાજ-સૂર્યા-રાહુલની ફિફ્ટી
આ સ્ટેડિયમ લગભગ 63 એકર વિસ્તારમાં ફેલાયેલું છે, ડ્રેસિંગ રૂમમાં જ અનેક પ્રકારની સુવિધાઓ બનાવવામાં આવી છે. સ્ટેડિયમમાં જ 6 ઇન્ડોર અને 3 આઉટડોર પ્રેક્ટિસ પીચ બનાવવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોર્પોરેટ હાઉસ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં તમામ સુવિધાઓ છે. તમને જણાવી દઈએ કે અગાઉ આ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું, પરંતુ તેને અપગ્રેડ કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણ ફેરફારો સાથે તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ફરીથી લોન્ચ કરવામાં આવ્યું હતું.