ક્રિકેટના મેદાન પર ચમત્કાર! છેલ્લી ઓવરમાં 6 રનની જરૂર હતી પણ CSKના બોલરે મેડન ઓવર ફેંકીને હાથમાંથી જીત છીનવી લીધી

ક્રિકેટના મેદાન પર ઘણીવાર ચમત્કાર જોવા મળે છે પરંતુ જયપુરના ડૉ. સોની સ્ટેડિયમમાં જે બન્યું છે, તેને રોમાંચની બધી હદો વટાવી દીધી છે. આ મેચમાં CSKના યુવા બોલરે એક એવું કારનામું કર્યું છે કે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.

ક્રિકેટના મેદાન પર ચમત્કાર! છેલ્લી ઓવરમાં 6 રનની જરૂર હતી પણ CSKના બોલરે મેડન ઓવર ફેંકીને હાથમાંથી જીત છીનવી લીધી
Image Credit source: INSTAGRAM
| Updated on: Jan 10, 2026 | 5:45 PM

વિજય હજારે ટ્રોફી 2025-26 ની રોમાંચક મેચમાં મહારાષ્ટ્રે ગોવાના હાથમાંથી જીત છીનવી લીધી. આ જીતનો હીરો યુવા ઝડપી બોલર રામકૃષ્ણ ઘોષ હતો, જેણે પોતાની બોલિંગથી મેદાનમાં સનસનાટી મચાવી હતી.

મેચ સંપૂર્ણપણે ગોવાના પક્ષમાં હતી. ગોવાને જીતવા માટે છેલ્લી ઓવરમાં ફક્ત 6 રનની જરૂર હતી અને તેના હાથમાં વિકેટો પણ હતી. એવામાં મહારાષ્ટ્રના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે બોલ રામકૃષ્ણ ઘોષને સોંપ્યો.

આ પછી જે થયું, તે ઈતિહાસના પાનાઓમાં નોંધાયું. રામકૃષ્ણએ 50 મી ઓવર (એક પણ રન આપ્યા વિના) મેડન ફેંકી અને મહારાષ્ટ્રને 5 રનથી અવિશ્વસનીય જીત અપાવી.

રામકૃષ્ણને ‘ડબલ મેડન’ ઓવર ફેંકી

  1. લક્ષ્યનો પીછો કરવા માટે ગોવાને છેલ્લા 18 બોલ (3 ઓવર) માં ફક્ત 11 રનની જરૂર હતી.
  2. 48મી ઓવર: રામકૃષ્ણ ઘોષે મેડન બોલિંગ કરીને ગોવા પર દબાણ બનાવ્યું.
  3. 49મી ઓવર: ગોવા કોઈક રીતે 5 રન બનાવવામાં સફળ રહ્યું.
  4. 50મી ઓવર: રામકૃષ્ણે ફરીથી મેડન ઓવર નાખી અને ટીમ માટે જીત સુનિશ્ચિત કરી.

રામકૃષ્ણે 10 ઓવરના ક્વોટામાં ફક્ત 35 રન આપ્યા, જેમાં 2 મેડનનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે, રામકૃષ્ણે આ મેચમાં 2 મેડનની સાથે 1 વિકેટ પણ લીધી હતી.

‘CSK’ સાથે શું છે ‘કનેક્શન’?

રામકૃષ્ણ ઘોષની બોલિંગથી IPL ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. CSK એ તેને ₹30 લાખની બેઝ પ્રાઈસ પર રિટેન કરેલ છે.

જો કે, હજુ પણ રામકૃષ્ણ IPL ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. એવામાં દબાણ હેઠળ રામકૃષ્ણનું પ્રદર્શન સૂચવે છે કે, મહેન્દ્ર સિંહ ધોની અને ટીમ મેનેજમેન્ટ આગામી સિઝનમાં તેને તક આપી શકે છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો