
ભારતીય ટીમ ફરી એક વખત ટી 20 વર્લ્ડકપ જીતવાનું ચૂકી ગઈ છે. એડિલેડમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં તેને ઈંગ્લેન્ડના હાથે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ ટીમનું ચેમ્પિયન બનવાનું સપનું તુટી ગયું છે. ભારતીય ટીમની સતત નિષ્ફળતાથી ટીમની અલોચના થઈ રહી છે. જેમાં પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીએ આઈપીએલનું કારણ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, જ્યારથી આઈપીએલ શરુ થઈ છે ત્યારથી ભારતીય ટીમને ટી20માં સફળતા મળી નથી.
વર્ષ 2007માં પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતુ, ભારતે પાકિસ્તાનને હરાવી આ ખિતાબ જીત્યો હતો. તેના પછીના વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગની શરુઆત થઈ હતી. જ્યારથી આઈપીએલ શરુ થઈ છે ત્યારથી ભારત ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીતી શક્યું નથી. પાકિસ્તાનના પૂર્વ ખેલાડીનું માનવું છે કે, આઈપીએલથી ભારતીય ટીમને કોઈ ફાયદો થયો નથી.
પાકિસ્તાનના સ્પોર્ટસ ચેનલની પેનલમાં વસીમ અકરમ,શોએબ મલિક, વસીમ અકરમ અને મિસ્બાહ ઉલ હક ભારતની હાર પર ચર્ચા કરી રહ્યા હતા. કાર્યક્રમને હોસ્ટ કરી રહેલા વ્યક્તિએ કહ્યું કે, આઈપીએલ પૈસા બનાવવા માટે સારી લીગ છે પરંતુ ટીમ ઈન્ડિયાને ફાયદો થયો નથી. વકાર યુનૂસે આગળ કહ્યું કે, આઈપીએલ મેગા ઈવેન્ટ હોય છે. અહિ મોટી કંપનીઓ પૈસા લગાવે છે. એવામાં જ્યારે ખેલાડી આંતરરાષ્ટ્રીય મેચ રમ છે તો તેના પર વધારે દબાવ હોય છે જેના કારણે તે ખુલ્લીને રમી શકતા નથી. તમે જુઓ રાહુલ,રોહિત અને કોહલી તેની ટી20માં સેન્ચુરી છે પરંતુ તે વર્લ્ડકપમાં ચાલ્યા નહિ.
વસીમ અકરમે શોએબ મલિકને પુછ્યું કે, શુંભારતીય ખેલાડીઓએ વિદેશી લીગમાં રમવું જોઈએ? તેના જવાબમાં મલિકે કહ્યું, ‘ભારતીય યુવા ખેલાડીઓને આઈપીએલથી ઘણું એક્સપોઝર મળે છે. તે મોટા ખેલાડીઓની સાથે સાથે તેમની સામે પણ રમે છે. જો કે, વિદેશી લીગમાં રમવાથી અલગ રીતે મદદ મળે છે. જુદી જુદી પરિસ્થિતિઓ જોવામાં આવે છે અને જ્યારે તમે લીગમાં વિદેશી ખેલાડી તરીકે રમો છો, ત્યારે તમે એક અલગ જવાબદારી અનુભવો છો. જો કે, ચાહકો માને છે કે આ નિવેદનો વાહિયાત છે કારણ કે પાકિસ્તાન પોતે PSLનું આયોજન કરે છે. અનુભવી ખેલાડીઓ ઈર્ષ્યાના કારણે આવું કહી રહ્યા છે.