Cricket: હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકાયો, યોર્કશાયરની આ બેદરકારીને લઇ ભરાયુ આકરુ પગલુ

યોર્કશાયરના બેટ્સમેન ગેરી બેલેન્સે બુધવારે સ્વીકાર્યું કે તેણે તેના જૂના સાથી અઝીમ રફીક (Azeem Rafiq) પર જાતિવાદી ટિપ્પણી કરી હતી.

Cricket: હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકાયો, યોર્કશાયરની આ બેદરકારીને લઇ ભરાયુ આકરુ પગલુ
Headingley Cricket Ground
| Edited By: | Updated on: Nov 05, 2021 | 8:19 PM

ઈંગ્લેન્ડ (England) ની યોર્કશાયર ક્રિકેટ ક્લબ (Yorkshire Cricket Club) હવે આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરી શકશે નહીં. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ તેની પાસેથી આ અધિકારો છીનવી લીધા છે. ઇંગ્લેન્ડ ક્રિકેટે ગુરુવારે જારી કરેલી તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે યોર્કશાયર ક્લબે તેના ભૂતપૂર્વ ખેલાડી અઝીમ રફીક (Azeem Rafiq) દ્વારા લગાવવામાં આવેલા જાતિવાદના આરોપોની યોગ્ય તપાસ કરી નથી. જેના કારણે ક્રિકેટની જેન્ટલમેન ગેમની છબીને નુકસાન થયું છે.

યોર્કશાયર ક્લબ પર પ્રતિબંધ મુકવા ઉપરાંત, ECBએ તેના બેટ્સમેન ગેરી બેલેન્સ પર પણ અનિશ્ચિત સમય માટે ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. યોર્કશાયરના બેટ્સમેન ગેરી બેલેન્સે (Gary Ballance) બુધવારે સ્વીકાર્યું કે તેણે તેના જૂના સાથી અઝીમ રફીક પર જાતિવાદી ટિપ્પણી કરી હતી.

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે કહ્યું કે, બોર્ડ ગેરી બેલેન્સના સંબંધમાં તાત્કાલિક પગલાં લેવા માંગે છે. જો કે તપાસ પૂર્ણ થયા બાદ આ નિર્ણય પણ બદલાઈ શકે છે. પાકિસ્તાની મૂળના ખેલાડી અને ઈંગ્લેન્ડની અંડર-19 ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અઝીમ રફીકે ગયા વર્ષે કહ્યું હતું, કે યોર્કશાયર ક્રિકેટ ક્લબમાં તેની સાથે બહારના વ્યક્તિ તરીકે વ્યવહાર કરવામાં આવ્યો હતો.

 

લીડ્સમાં કોઈ મેચ થશે નહીં

ECB દ્વારા યોર્કશાયર પાસેથી આંતરરાષ્ટ્રીય મેચોની યજમાની છીનવી લેવામાં આવી છે. જેનો અર્થ એ છે કે હાલમાં લીડ્ઝના હેડિંગ્લે મેદાન પર કોઈ ODI અને T20 મેચો નહીં હોય કે ટેસ્ટ મેચો રમાશે નહીં. લીડ્સમાં જૂન 2022માં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની મેચ પ્રસ્તાવિત છે. આ સિવાય જુલાઈમાં અહીં સાઉથ આફ્રિકા સામે વનડે મેચ રમવાની હતી. પરંતુ હવે પ્રતિબંધ બાદ આ મેચોનું સ્થળ બદલવામાં આવશે.

 

વંશીય વિવાદની યોર્કશાયરની સ્પોન્સરશિપ પર અસર

વંશીય વિવાદને કારણે યોર્કશાયર ક્રિકેટ ક્લબ પર ચારેબાજુ ટીકાઓ થઈ રહી છે. તેના કારણે તેના સ્પોન્સરશિપ એગ્રીમેન્ટ પર પણ અસર પડી છે. તેના ટાઈટલ સ્પોન્સર દ્વારા પણ વંશીય વિવાદને પગલે તાત્કાલિક અસરથી ક્લબ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. તે બધાએ વંશીય ટિપ્પણી સાથે સંકળાયેલી તાજેતરની ઘટના પર ખેદ વ્યક્ત કર્યો અને ક્લબ સાથેના તેમના કરારને સમાપ્ત કરવા કહ્યું હતુ.

 

 

આ પણ વાંચોઃ Virat Kohli Birthday: રેકોર્ડ તોડ રન મશીન, શતકનો શહેનશાહ અને સૌથી સફળ કેપ્ટન, જાણો વિરાટ કોહલીના કમાલના કિર્તીમાન

આ પણ વાંચોઃ New Zealand tour of India: ભારત પ્રવાસ ખેડનારી ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમ જાહેર, ટ્રેન્ટ બોલ્ટ નહીં હોય હિસ્સો

 

Published On - 8:18 pm, Fri, 5 November 21