IPL 2022 PBKS vs RCB Head to Head: પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે હંમેશા કાંટાની ટક્કર રહી છે, બસ આટલી જ આગળ છે આ ટીમ

|

Mar 26, 2022 | 10:30 PM

Punjab Kings vs Royal Challengers Bangalore: પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આજ સુધી ટાઈટલ જીત્યું નથી, પરંતુ બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા રહી છે.

IPL 2022 PBKS vs RCB Head to Head: પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે હંમેશા કાંટાની ટક્કર રહી છે, બસ આટલી જ આગળ છે આ ટીમ
PBKS Vs RCB વચ્ચે રવિવારે સાંજે ટક્કર જામશે

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગની સીઝન 2022 (IPL 2022) ફરી એકવાર તે ટીમો માટે મહત્વપૂર્ણ છે, જેમણે એકવાર પણ ટાઈટલ જીત્યું નથી. પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (PBKS vs RCB) આ ટીમોમાં સામેલ છે. આ બંને ટીમો કેટલાક પ્રસંગોએ ખિતાબની નજીક આવી હતી, પરંતુ ક્યારેય જીત મેળવવામાં સફળ રહી શકી ન હતી. આવી સ્થિતિમાં બંને જૂના ઈતિહાસને ભૂલીને આ નવી સિઝનમાં નવી શરૂઆત કરવા અને ટાઈટલ જીતવા માટે બેતાબ હશે. યોગાનુયોગ આ બંને ટીમો એકબીજા સામે રમીને નવી સિઝનની શરૂઆત કરવા જઈ રહી છે. આ બંને ટીમો ભલે આજ સુધી ટાઈટલ જીતી ન હોય, પરંતુ બંને વચ્ચેની હરીફાઈ ઘણી વાર નજીક હોય છે અને આવી સ્થિતિમાં નવી સિઝન પહેલા પંજાબ અને બેંગ્લોર પરસ્પર સ્પર્ધા (PBKS vs RCB Head to Head Record) નો રેકોર્ડ જાણવો જરૂરી છે.

નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 27 માર્ચ, રવિવારે દિવસની બીજી મેચમાં પંજાબ અને બેંગ્લોર ટકરાશે. બંને ટીમો એક જ ગ્રૂપમાં છે અને આ સ્થિતિમાં બંને એકબીજા સાથે બે વખત ટકરાશે. આવી સ્થિતિમાં પંજાબ પાસે બેંગ્લોર સામે પહેલાથી જ મજબૂત રેકોર્ડ સુધારવાની તક છે, જ્યારે બેંગ્લોરની ટીમ પંજાબ સામેની છેલ્લી કેટલીક મેચોમાં થયેલી હારની ભરપાઈ કરવાનો પ્રયાસ કરશે.

આંકડાઓમાં કોનો હાથ ઉપર છે?

હવે વાત સીધા ડ મુદ્દા પર. પંજાબ અને બેંગ્લોર વચ્ચે પ્રથમ સિઝનથી ઘણી જબરદસ્ત મેચો રમાઈ છે અને કોઈપણ ટીમ સંપૂર્ણપણે ફેવરિટ માનવામાં આવતી નથી. તેમ છતાં આ મેચને રેકોર્ડના દૃષ્ટિકોણથી જોઈએ તો આંકડા પંજાબની તરફેણમાં છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

IPL ની 14 સિઝનમાં પંજાબ અને બેંગ્લોર 28 વખત ટકરાયા છે. એટલે કે દરેક સિઝનમાં બે વાર. આમાં, સ્પર્ધા ખૂબ જ કાંટાની છે, પરંતુ પંજાબ 15 જીત સાથે આગળ છે, જ્યારે બેંગ્લોરે 13 મેચ જીતી છે.

આટલું જ નહીં, બંને ટીમો વચ્ચેની છેલ્લી 5 મેચના પરિણામો પર નજર કરીએ તો તેમાંથી પંજાબે ત્રણમાં જીત મેળવી છે જ્યારે બેંગ્લોરે બે મેચ જીતી છે. પંજાબે 2020ની સીઝન અને 2021ની એક મેચ બંને જીતી હતી.

રન અને વિકેટના બાજીગર

બંને ટીમોની ટક્કરમાં સૌથી મોટો સ્કોર 232 રનનો છે જે પંજાબ કિંગ્સના નામે છે. આ સમયે, બેંગ્લોર પણ આ બાબતમાં પાછળ નથી અને ટીમે પંજાબ સામે એક ઇનિંગમાં 226 રન બનાવ્યા હતા. જો નાના સ્કોરની વાત કરીએ તો પંજાબનો બેંગ્લોર સામે સૌથી ઓછો સ્કોર 88 રન છે, જ્યારે તેની સામે બેંગ્લોરના 84 રન છે.

બેંગ્લોરમાં ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, જેણે IPLમાં 6283 રન બનાવ્યા છે. બીજી તરફ, શિખર ધવન પંજાબની લાઇન-અપ માં 5784 રન સાથે ટોચનો સ્કોરર છે, જે આકસ્મિક રીતે IPLમાં કોહલી પછી બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

જો બોલિંગની વાત કરીએ તો પંજાબ પાસે સંદીપ શર્માના રૂપમાં અનુભવી મધ્યમ ઝડપી બોલર છે, જેણે 112 વિકેટ લીધી છે. તે પંજાબની ટીમમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તે જ સમયે, યુઝવેન્દ્ર ચહલના જવાથી બેંગ્લોરમાં અનુભવી બોલરની અછત ઉભી થઈ છે. હાલમાં હર્ષલ પટેલ 72 વિકેટ સાથે સૌથી સફળ બોલર છે.

 

આ પણ વાંચોઃ MI vs DC IPL 2022 Prediction: રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ પર ભારે પડશે ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સ, જોવા જેવી જામશે ટક્કર

આ પણ વાંચોઃ Sabarkantha, Arvalli: શામળાજી થી ચિલોડા સિક્સલેનના કાર્યનો ધમધમાટ, એક મહિનામાં 1 ડઝન ઓવરબ્રીજ શરુ કરાશે

 

Published On - 10:30 pm, Sat, 26 March 22

Next Article