Sourav Ganguly એ રોહિત-કોહલીના ફોર્મ પર પહેલીવાર મોંન તોડ્યુ,કહ્યું ‘તે પણ માણસ છે, ભૂલો થશે..’,

|

May 24, 2022 | 8:51 PM

Team India : રોહિત-કોહલીનું નબળું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે સારો સંકેત નથી. આ વર્ષે T20 વર્લ્ડ કપ પણ છે. બોર્ડના પ્રમુખ ગાંગુલીએ બંનેના ફોર્મ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.

Sourav Ganguly એ રોહિત-કોહલીના ફોર્મ પર પહેલીવાર મોંન તોડ્યુ,કહ્યું તે પણ માણસ છે, ભૂલો થશે..,
Rohit Sharma and Virat Kohli (File Photo)

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ મંગળવારે કહ્યું કે ભારતીય સુકાની રોહિત શર્મા (Rohit Sharma) અને ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli)ની IPLમાં ખરાબ ફોર્મ ચિંતાનું કારણ નથી. કારણ કે તેઓ ટૂંક સમયમાં રન બનાવવાનું શરૂ કરશે. રેકોર્ડ 5 વખત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમના કેપ્ટનની સિઝન ખરાબ રહી હતી અને તેણે 14 ઈનિંગ્સમાં માત્ર 120.17 ના સ્ટ્રાઈક રેટ સાથે 19.14ની એવરેજથી 268 રન બનાવ્યા હતા. તેની ટીમ ટેબલના તળિયે રહી.

‘તે બધા માણસ છે, ભુલો તો થાય’: ગાંગુલી

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ અહીં એક કાર્યક્રમમાં કહ્યું, ‘દરેક વ્યક્તિ માણસ છે. ભૂલો થશે પરંતુ સુકાની તરીકે રોહિત શર્માનો રેકોર્ડ શાનદાર છે. તેની કેપ્ટનશિપમાં મુંબઈ ટીમે 5 આઈપીએલ ટાઈટલ તો ટીમ ઇન્ડિયાએ એશિયા કપ (Asia Cup) નું ટાઇટલ જીત્યું છે. સુકાની તરીકે તેનો રેકોર્ડ શાનદાર છે. ભૂલો થશે કારણ કે તે બધા માણસો છે.

IPL ના લીગ સ્ટેજની છેલ્લી મેચ પહેલા વિરાટ કોહલી માટે આ સિઝન પણ ઘણી નિરાશાજનક રહી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે અડધી સદી ફટકારતા પહેલા તેણે 13 ઈનિંગ્સમાં માત્ર 236 રન બનાવ્યા હતા. આ દરમિયાન તે ત્રણ વખત ખાતું ખોલાવ્યા વિના પ્રથમ બોલ પર આઉટ થયો હતો.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

તે એટલું ક્રિકેટ રમે છે કે….

બંને ખેલાડીઓનું સમર્થન કરતાં સૌરવ ગાંગુલીએ કહ્યું કે, “તેઓ ખૂબ સારા ખેલાડી છે. મને ખાતરી છે કે બંને જલ્દી રન બનાવવાનું શરૂ કરશે. તેઓ એટલું ક્રિકેટ રમે છે કે ક્યારેક તેઓ ફોર્મ ગુમાવે છે. વિરાટ કોહલી છેલ્લી મેચમાં ખૂબ સારું રમ્યો. ખાસ કરીને જ્યારે બેંગ્લોર ટીમને તેની જરૂર હતી. IPLમાં રિષભ પંત (Rishabh Pant) પણ બેટથી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. ડીઆરએસ (DRS) અંગેના તેના નિર્ણયની વિકેટ પાછળ પણ ટીકા કરવામાં આવી હતી. પરંતુ ગાંગુલીએ આ વિકેટ કીપર બેટ્સમેનનું સમર્થન કર્યું હતું.

ધોની સાથે પંતની સરખામણી બરોબર નથીઃ ગાંગુલી

ગાંગુલીએ કહ્યું કે, ‘રિષભ પંતની સરખામણી ધોની સાથે ન કરો. ધોની પાસે ઘણો અનુભવ છે. તેણે IPL, ટેસ્ટ અને વન-ડે ક્રિકેટ સહિત 500થી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરી છે. રિષભ પંતની ધોની સાથે સરખામણી કરવી યોગ્ય નથી. સૌરવ ગાંગુલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ના યુવા ઝડપી બોલર ઉમરાન મલિક (Umran Malik) ના વખાણ કરતા કહ્યું હતું કે જો તે પોતાની ફિટનેસ જાળવી રાખશે તો તે લાંબા સમય સુધી રાષ્ટ્રીય ટીમ સાથે રહેશે.

ઉમરાન મલિક વિશે કહી ખાસ વાત

IPL માં સતત 150 કિમીથી વધુની ઝડપે બોલિંગ કરનારા યુવા ક્રિકેટર ઉમરાન મલીક વિશે ગાંગુલીએ કહ્યું, ‘તેનું ભવિષ્ય તેના હાથમાં છે. જો તે ફિટ રહેશે અને આ ગતિએ બોલિંગ કરશે તો મને ખાતરી છે કે તે લાંબા સમય સુધી રાષ્ટ્રીય ટીમ સાથે રહેશે.’ તેણે કહ્યું, ‘આ IPLમાં ઘણા ખેલાડીઓ સારુ રમ્યા છે. તિલક વર્માએ મુંબઈ માટે સારું પ્રદર્શન કર્યું છે. રાહુલ ત્રિપાઠીએ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે શાનદાર કામ કર્યું, રાહુલ તેવટિયાએ ગુજરાત ટાઇટન્સ માટે શાનદાર કામ કર્યું. ઉમરાન મલિક ઉપરાંત અમે મોહસીન ખાન, અર્શદીપ સિંહ, અવેશ ખાન જેવા ઘણા ઉભરતા ઝડપી બોલરોને જોયા છે. આ એક એવી જગ્યા છે જ્યાં પ્રતિભાને તક મળે છે.

Next Article