RCB માં વિરાટ કોહલીની ટીમમાં રહેલા હર્ષલ પટેલે કેપ્ટનશીપની બાબતમાં રોહિત શર્માના કર્યા વખાણ, કહ્યુ ‘જેવો જોઇ છે તેવો કેપ્ટન છે’

|

Feb 04, 2022 | 3:59 PM

સ્પિન બોલર હર્ષલ પટેલે (Harshal Patel) IPLની છેલ્લી સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હતી અને પર્પલ કેપ કબજે કરવામાં સફળ રહ્યો હતો.

RCB માં વિરાટ કોહલીની ટીમમાં રહેલા હર્ષલ પટેલે કેપ્ટનશીપની બાબતમાં રોહિત શર્માના કર્યા વખાણ, કહ્યુ જેવો જોઇ છે તેવો કેપ્ટન છે
Harshal Patel એ ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યુ હતુ

Follow us on

ભારતીય સ્પિન બોલર હર્ષલ પટેલ (Harshal Patel) માટે છેલ્લા કેટલાક મહિનાઓ શાનદાર રહ્યા છે. તેણે પ્રથમ આઈપીએલમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું, જ્યારે તે પછી તેને ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક પણ મળી હતી. હર્ષલ પટેલ એવા ખેલાડીઓમાંથી એક છે જે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને વર્તમાન કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) બંનેની કપ્તાની હેઠળ રમ્યા છે. હર્ષલ પટેલે હવે રોહિત શર્માની કેપ્ટનશિપને લઈને મોટું નિવેદન આપ્યું છે.

RCB માટે છેલ્લી સિઝન રમનાર હર્ષલ પટેલે IPL 2021માં 15 મેચમાં 32 વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રમતી વખતે તેને પર્પલ કેપ પણ મળી હતી. ધીમી બોલ પર વિકેટ લેવાની તેની કળા અને બંને બાજુથી સ્વિંગ બોલિંગ કરવામાં સક્ષમ છે. કોહલીએ તેના પર વિશ્વાસ બતાવ્યો અને તે સ્ટાર બની ગયો. જોકે હર્ષલ પટેલને રોહિત શર્માની કેપ્ટન્સી પસંદ છે.

હર્ષલ પટેલને રોહિત શર્માની કેપ્ટન્સી પસંદ છે

IPL બાદ તેને ટીમ ઈન્ડિયાનો ફોન આવ્યો. રોહિત શર્માની કેપ્ટનશિપ વિશે વાત કરતાં પટેલે કહ્યું, ‘રોહિત તમને બોલ આપે છે, જ્યાં તે બોલર પર સંપૂર્ણ વિશ્વાસ દર્શાવે છે. તે કહેતો નથી કે શું કરવું અને શું નહીં. પરંતુ તેઓ કહે છે કે તમે જે ઈચ્છો તે કરો. તે એક એવો કેપ્ટન છે અને મને આવા કેપ્ટન સાથે રમવું ગમે છે.

Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી
છૂટાછેડા પછી આ ક્રિકેટરોના જીવનમાં આવી નવી હસીનાઓ

તેણે આગળ કહ્યું, ‘મારી પાસે A, B, C પ્લાન છે તેથી જ્યારે પણ મને બેટ્સમેનો ફટકારતા હોય છે ત્યારે મને ખબર છે કે શું કરવું. મને ગમતું નથી કે ખેલાડીઓ બહારથી ઈનપુટ આપે અને રોહિત બીલકુલ એવા છે મને જેવો કેપ્ટન જોઈએ છે. તે ખૂબ જ હળવા છે અને ઘણી સ્વતંત્રતા આપે છે.

દ્રવિડે ડેબ્યુ પહેલા સલાહ આપી હતી

પટેલે ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે જ્યારે તે પોતાની ડેબ્યૂ મેચ રમી રહ્યો હતો ત્યારે દ્રવિડે તેને એક વાત કહી હતી, ‘અમે જાણીએ છીએ કે તું આત્મવિશ્વાસુ બોલર છે. તુ જાણે છો કે તારે શું કરવાનું છે. તમે કરી શકો કે નહીં, પણ છતાં આ સારી રીતે જાણે છે. હું ઈચ્છું છું કે તમે ત્યાં જાઓ અને તમારી જાતને વ્યક્ત કરો અને આ ક્ષણનો સંપૂર્ણ આનંદ માણો.

 

આ પણ વાંચોઃ IPL Mega Auction: મહેન્દ્રસિંહ ધોની અને ગૌતમ ગંભીર પણ ખેલાડીઓ પર બોલી લગાવતા આવશે નજર, ઓક્શનમાં ટીમ માલિકો સાથે રહેશે હાજર!

 

આ પણ વાંચોઃ PSL 2022: શાહિદ આફ્રિદીની રેકોર્ડ બ્રેક ધોલાઇ, ચોગ્ગા અને છગ્ગા ‘ઉડવા’ લાગતા 4 ઓવરમાં 67 રન લુટાવ્યા

Next Article