ગુજ્જુ ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા IPL માં અનેક વાર આમને સામને થઈ ચુક્યા છે. પરંતુ રવિવારે અમદાવાદમાં હાર્દિક અને કૃણાલ પંડ્યા બંને એક બીજાની આમને સામને કેપ્ટન તરીકે થયા હતા. હાર્દિક અને કૃણાલ પંડ્યા એક બીજા ઉતરવાને લઈ આઈપીએલ ટૂર્નામેન્ટમાં પણ ખાસ હતી. બે સગા ભાઈઓ કેપ્ટન તરીકે એક બીજા સામે ઉતર્યા હતા, જે આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વાર થયુ હતુ. કૃણાલ પંડ્યા લખનૌ ટીમનુ સુકાન કેએલ રાહુલ ઈજાને લઈ બહાર થવા પર સંભાળી રહ્યો છે.
હાર્દિક પંડ્યા પોતાના મોટા ભાઈની સામે કેપ્ટનશિપ કરતી વેળા ભાવુક થઈ ગયો હતો. બંને ભાઈઓ એક બીજાની સામે કેપ્ટનશિપ કરવા માટે મેદાને ઉતરવા દરમિયાન પંડ્યા પરિવાર ખૂબ જ ખુશ હતો. પરંતુ પંડ્યા માટે દુવિધા હતી કે સપોર્ટ કોને કરવો. પંડ્યા પરિવારમાં મેચને લઈને રવિવારની સવારથી જ શુ વાતચિતોનો માહોલ હતો અને કઈ ટીમને સપોર્ટ કરવો એ તમામ વાતોનુ રાઝ ખુલી ચુક્યુ છે. હાર્દિકની ભાભી પંખૂરીએ આ તમામ રાઝ ખોલી દીધા હતા.
લખનૌ અને ગુજરાત વચ્ચેની રવિવારની મેચ પહેલા કૃણાલ પંડ્યાની પત્નિ પંખૂરીએ એક વિડીયો શેર કર્યો હતો. જેમાં હાર્દિક અને કૃણાલ પંડ્યાની ટક્કરને લઈ વાત કરી રહી હતી. પંખૂરીએ કહ્યુ હતુ કે, પરિવારના વ્હોટસેપ ગ્રુપમાં મેચ આવ્યો હતો કે, એક પંડ્યાતો જીતશે જ. પંખૂરીએ પરિવારના લોકોને લખનૌની તરફ જ સપોર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પંડ્યા પરિવારમાં કૃણાલની પત્નિ પંખૂરી શર્માએ લોકોને કહ્યુ હતુ કે, જેટલી પણ ટિકિટ લેવી હોય એ ગુજરાત પાસેથી લઈ લે પરંતુ સપોર્ટ તો લખનૌનો જ કરવાનો છે. તેની પર પરિવારજનો માની ગયો હતો. મેચ પહેલા પંખૂરી ખૂબ ટેન્શનમાં હતી. તેનુ કહેવુ હતુ કે, હાર્દિક પંડ્યા જીતી ચુક્યો છે, પરંતુ મોટાને પણ જીતવાનુ છે. જોકે મેચમાં હાર્દિક પંડ્યાએ એટલે કે મોટા સામે નાના ભાઈની જીત થઈ હતી. ગુજરાતની ટીમે લખનૌ 56 રનથી હરાવી હતી. જ્યારે ગુજરાત સામે રમતા અમદાવાદમાં કૃણાલ પંડ્યાએ ગોલ્ડન ડક થયો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:19 pm, Mon, 8 May 23