ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચનો T20 સિરીઝ રમાઈ રહી છે. સિરીઝમાં ભારતીય ટીમ 2-1 થી પાછળ છે. આગામી ચોથી મેચમાં જીતના ઈરાદે ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે. જેમાં જીત શ્રેણી બરાબર કરી શકે છે અને સિરીઝની અંતિમ મેચ નિર્ણાયક બની શકે છે. જોકે ચોથી T20 મેચમાં જબરદસ્ત મજા આવનારી છે. હાર્દિક પંડ્યાએ કેરેબિયન સ્ફોટક ખેલાડી નિકોલસ પૂરનને ચેલેન્જ આપી છે. હાર્દિકે હવે દમ દેખાડવાવાળી કહીને તોફાની બેટર પૂરનને લલકારી દીધો છે. આમ હવે આગામી મેચ જબરદસ્ત બની શકે છે. આગામી બંને અંતિમ મેચ ફ્લોરીડામાં રમાનારી છે.
ટીમ ઈન્ડિયાનુ સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ મેચ જીત્યા બાદ જે વાત કહી રહ્યો હતો એ સાંભળવા માટે ખુદ પૂરન પણ ત્યાં હાજર હતો. તે શાંત રહીને જ હાર્દિકની વાતને સાંભળી રહ્યો હતો. હાર્દિકની ચેલેન્જને લઈ હવે બે વાત છે, કાંતો તે પૂરનની નબળાઈ જાણી ચૂક્યો છે અથવા પૂરનનુ શાંત રહેવુ બેટથી જવાબ આપવાનો અંદરથી નિર્ણય લીધો હોય.
A disappointing result with WI taking a 2-1 series lead to Florida for the final two fixtures.#WIvIND #WIHome #KuhlT20 pic.twitter.com/C9sMTy79Xz
— Windies Cricket (@windiescricket) August 8, 2023
સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ ચેલેન્જ કરતા જે કહ્યુએ એક રીતે સીધી ચેલેન્જ છે. જો હાર્દિક પંડ્યાની વાતને જોવામાં આવે તો, એ એમ કહી રહ્યો હતો કે તેના બોલને ફટકારી શકે છે તો એમ કરી દેખાડે. તેણે કહ્યુ હતુ તે, તેને ખ્યાલ છે કે આ સમયે તે તેમની વાતને સાંભળી રહ્યા છે. આશા કરીએ છીએ કે ચોથી T20 મેચમાં તેમની સામે પોતાનો દમ દેખાડશે અને આમ કરતા પોતાની વિકેટ તેમને આપી દેશે.
હવે જો ચેલેન્જ આપી જ છે તો પછી આવનારી મેચમાં પુરો રોમાંચ માણવા મળી શકે છે. જોકે આ પહેલા બંને વચ્ચેના આંકડાઓ પર પણ નજર કરવી જરુરી છે. હાર્દિક પંડ્યા અને નિકોલસ પૂરન બંને T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 7 વાર ટકરાઈ ચૂક્યા છે. જોકે આ દરમિયાન હાર્દિક પંડ્યા સામે પૂરને માત્ર એક જ વાર વિકેટ ગુમાવી છે. જ્યારે 42 રન નિકાળ્યા છે.
જ્યારે ઓવર ઓલ T20 ક્રિકેટમાં પૂરનનો સામનો હાર્દિક પંડ્યા પર નજર કરીએ. પૂરને અત્યાર સુધીમાં T20 ક્રિકેટમાં 8 ઈનીંગમાં 45 રન નોંધાવ્યા છે. જ્યારે વિકેટની વાત કરવામાં આવે તો પૂરન માત્ર એક જ વાર હાર્દિક પંડ્યાના બોલને રમતા વિકેટ ગૂમાવી હતી. આમ હાર્દિક પંડ્યા T20 ક્રિકેટમાં માત્ર એક જ વાર પૂરનને પોતાનો શિકાર બનાવી શક્યો છે. જોકે રનની વાત કરવામાં આવે તો 8 ઈનીંગના પ્રમાણમાં ઓછા છે.
Published On - 8:19 am, Wed, 9 August 23