T20 World Cup: હાર્દિક પંડ્યાના ખભામાં ઇજા પહોંચી, સ્કેન માટે લઇ જવાયો, ટીમ ઇન્ડીયાની વધી ચિંતા

|

Oct 24, 2021 | 11:54 PM

હાર્દિક પંડ્યા (Hardik Pandya) પીઠની ઈજાને કારણે પરેશાન છે અને હવે તે ફરીથી ઈજાગ્રસ્ત છે. આવી સ્થિતિમાં ભારત માટે તે ખૂબ જ ચિંતાનો વિષય છે.

T20 World Cup: હાર્દિક પંડ્યાના ખભામાં ઇજા પહોંચી, સ્કેન માટે લઇ જવાયો, ટીમ ઇન્ડીયાની વધી ચિંતા
Hardik Pandya

Follow us on

આઈસીસી ટી20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) ની પહેલી જ મેચમાં ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. આવા સમાચાર જે તેની ચિંતામાં વધારો કરશે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની બોલિંગ ન કરવી એ પણ ટીમ માટે ચિંતાનો વિષય હતો. કારણ કે તે તેની પીઠની ઈજાથી પરેશાન છે. એવી અપેક્ષા હતી કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે અને આ વર્લ્ડ કપમાં બોલિંગ કરતા જોવા મળશે.

તેણે ખુદ પાકિસ્તાન સામેની મેચની શરૂઆત પહેલા આ વાત કહી હતી, પરંતુ બેટિંગ કરતી વખતે તેના જમણા ખભામાં ઈજા થઈ હતી. બેટિંગ કરતી વખતે બોલ તેના જમણા ખભા પર વાગ્યો. BCCI ને આ વિશે જાણ થઈ અને કહ્યું કે તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે. BCCIએ કહ્યું કે, હાર્દિક પંડ્યાને બેટિંગ કરતી વખતે જમણા ખભામાં બોલ વાગ્યો હતો. તેને હવે સ્કેન માટે લઇ જવાયો છે.

પંડ્યાએ લાંબા સમયથી બોલિંગ કરી નથી. તે IPL-2021ના બીજા તબક્કામાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો પરંતુ એક પણ મેચમાં બોલિંગ કરી શક્યો ન હતો. તેનુ બોલિંગ ના કરવુ ભારતીય ક્રિકેટમાં લાંબા સમયથી ચર્ચાનો વિષય છે. જોકે, મેચ પહેલા તેણે આ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તે આ વર્લ્ડ કપમાં નોકઆઉટ દરમિયાન બોલિંગ કરતો જોવા મળી શકે છે.

'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો

મેચની શરૂઆત પહેલા પંડ્યાએ કહ્યું હતું. મારી પીઠ બરાબર છે. તે એક સમસ્યા હતી, પરંતુ હું અત્યારે બોલિંગ કરતો નથી. હું ધીમે ધીમે બોલિંગ શરૂ કરીશ. નોકઆઉટની આસપાસ. હું ક્યારે બોલિંગ કરીશ તે અંગે પ્રોફેશનલ્સ અને મારે સાથે મળીને નિર્ણય લેવાનો છે.

 

બેટિંગ કરવામાં નિષ્ફળ

પંડ્યાનું બેટ પણ ઘણાં લાંબા સમયથી શાંત છે. IPL ના બીજા તબક્કામાં પણ તે બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો. પાકિસ્તાન સામેની મેચમાં પણ પંડ્યાનું બેટ ચાલ્યું ન હતું. તેણે પંજાબ કિંગ્સ સામે અણનમ 40 રનની ઇનિંગ રમી હતી. પરંતુ આ સિવાય કંઈ ખાસ કરી શક્યો નહોતો. પંડ્યાએ આઠ બોલ રમ્યા અને બે ચોગ્ગાની મદદથી 11 રન બનાવ્યા. તે એવા સમયે બેટિંગ કરવા આવ્યો, જ્યારે ટીમને તેની પાસેથી તોફાની ઇનિંગ્સની અપેક્ષા હતી. પરંતુ પંડ્યા તે કામ કરી શક્યો નહીં અને તે દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો.

 

 

પણ વાંચોઃ IND vs PAK, T20 World Cup 2021: T20i માં ટીમ ઇન્ડીયાની પ્રથમ વાર 10 વિકેટ થી શરમજનક હાર, પાકિસ્તાનની ટીમે મેળવી જીત

આ પણ વાંચો: T20 World Cup 2021: મહેન્દ્રસિંહ ધોની ટીમ ઇન્ડીયાની નવી જર્સીમાં જોવા મળ્યો, નવા લૂકને ફેન્સે વાયરલ કરી દીધુ

Published On - 11:51 pm, Sun, 24 October 21

Next Article