Hardik Pandya ગુજરાત ટાઈટન્સ નહીં લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમતો હોત? જાતે જ કર્યો ખુલાસો

Hardik Pandya એ ગુજરાત ટાઈટન્સ ટીમને ડેબ્યૂ સિઝનમાં જ ચેમ્પિયન બનાવી હતી. IPL 2023 માં પણ ગુજરાતની ટીમ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે.

Hardik Pandya ગુજરાત ટાઈટન્સ નહીં લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમતો હોત? જાતે જ કર્યો ખુલાસો
Hardik Pandya got the offer from LSG
| Edited By: | Updated on: Apr 15, 2023 | 4:08 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હાલમાં 10 ટીમો હિસ્સો લઈ રહી છે. આ પહેલા 8 ટીમો હિસ્સો લઈ રહી હતી. પરંતુ ગત સિઝનમાં વધુ 2 ટીમો IPL નો હિસ્સો બની હતી. ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બંને ટીમો જોડાતા ટીમ સંખ્યા વધીને ટૂર્નામેન્ટમાં 10 થઈ હતી. ડેબ્યૂ સિઝનમાં જ બંને ટીમોએ જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. ગુજરાત ટાઈટન્સ ટીમ IPL માં પોતાની પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બની હતી. આ ટીમનુ સુકાન હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો હતો. જોકે હવે ટીમના સુકાની હાર્દિક પંડ્યાએ બતાવ્યુ હતુ કે, તેને લખનૌ સુપર કિંગ્સ તરફથી ઓફર મળી હતી.

વાંચીને આશ્ચર્ય થયુ હશે, પરંતુ આ વાતનો ખુલાસો ખુદ હાર્દિક પંડ્યાએ કર્યો છે. તેણે જ બતાવ્યુ છે કે, તે લખનૌની ટીમ સાથે જોડાનાર હતો. પરંતુ તેણે ગુજરાત ટાઈટન્સ સાથે કરાર કર્યો હતો અને આમ તે લખનૌને બદલે ગુજરાતની ટીમ સાથે જોડાયો હતો. ગુજરાત ટીમે કેપ્ટન હાર્દિક પંડ્યાને 15 કરોડ રુપિયામાં પોતાની સાથે જોડ્યો હતો.

રાહુલની આગેવાનીમાં રમવા ઈચ્છતો હતો

હાર્દિક પંડ્યાએ બતાવ્યુ હતુ કે, તે કેએલ રાહુલની કેપ્ટનશિપ હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાં રમવા ઈચ્છતો હતો. આ માટેનુ કારણ પણ તેણે બતાવ્યુ હતુ કે, તે એવા વ્યક્તિ સાથે રમવા માટે ઈચ્છતો હતો કે જેને તે ઓળખતો હોય.હાર્દિકે આ વાત ગુજરાત ટાઈટન્સના પોડકાસ્ટ દરમિયાન બતાવી હતી. જેમાં તેણે કહ્યુ હતુ કે, લખનૌની ફ્રેન્ચાઈઝી દ્વારા ફોન આવ્યો હતો.

તેને એ વાતની જાણકારી હતી કે, કેએલ રાહુલ ટીમનુ સુકાન સંભાળનારો છે અને એટલે જ તે લખનૌ સાથે જોડાવવાનુ ઈચ્છતો હતો. તેણે આગળ બતાવ્યુ હતુ કે, જે લોકો તેને ઓળખે છે તેમનુ વિચારવાનુ તેમના માટે અલગ હોય છે. એટલે જ તે એવા વ્યક્તિ સાથે કામ કરવાનો મોકો મળે કે જેમ તેમને જાણતો હોય તેમના માટે તે તૈયાર રહે છે.

કેવી રીતે જોડાયો ગુજરાત સાથે?

લખનૌને બદલે ગુજરાત ટાઈટન્સ સાથે કેવી રીતે જોડાયો હાર્દિક પંડ્યા એ અંગે પણ તેણે વાત કરી હતી. તેણે બતાવ્યુ કે, પૂર્વ ક્રિકેટર આશિષ પંડ્યાએ તેમની સાથે વાત કરી હતી. તેઓએ બતાવ્યુ હતુ કે, તે ગુજરાત ટાઈટન્સના કોચ હશે. જોકે તેઓએ એમ કહ્યુ હતુ કે, એ પાક્કુ નથી. પરંતુ બંને વાતચિત થઈ હતી અને હાર્દિક પંડ્યાનો ગુજરાત ટીમનો હિસ્સો બન્યો હતો, એ પણ કેપ્ટનના રુપમાં.

પ્રથમ સિઝન ટીમ રમતા જ ચેમ્પિયન બની હતી. આશિષ નેહરા અને હાર્દિક પંડ્યાની જોડીએ આ કમાલ ટીમની ડેબ્યૂ સિઝનમાં કરી દેખાડ્યો હતો. વર્તમાન સિઝનમાં પણ ગુજરાતની ટીમ સારો દેખાવ કરી રહી છે અને સિઝનના ટાઈટલ જીતવા માટે દાવેદાર ટીમ તરીકે જોવામાં આવી રહી છે.

 

આ પણ વાંચોઃ IPL 2023: હેરી બ્રૂકે સદી ના જોશમાં ખોઈ દીધો હોશ! ભારતીય ક્રિકેટ ચાહકોનુ કર્યુ અપમાન?

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 4:07 pm, Sat, 15 April 23