IND vs NZ: હાર્દિક પંડ્યાને મળશે આજે મોકો! પહેલા વિરાટ કોહલી અને બાદમાં પ્રેકટીશ સેશનમાં મળ્યા સંકેત

|

Oct 31, 2021 | 9:22 AM

ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયા (Team India) ના તમામ ખેલાડીઓએ ફૂલ ટ્રેનીંગ કરી હતી અને પોતાની તૈયારીઓને અંતિમ ઓપ આપ્યો હતો.

IND vs NZ: હાર્દિક પંડ્યાને મળશે આજે મોકો! પહેલા વિરાટ કોહલી અને બાદમાં પ્રેકટીશ સેશનમાં મળ્યા સંકેત
Hardik Pandya

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India) તેના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) સાથે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમતી જોવા મળી શકે છે. વિરાટ કોહલી (Virat Kohli) એ આ વાતનો સંકેત આપ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશને પણ આનો મોટો પુરાવો આપ્યો છે. હાર્દિક પંડ્યા ભારતીય ટીમના ફિઝિયો નીતિન પટેલ અને સહાયક સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ સોહમ દેસાઈ સાથે પ્રેક્ટિસમાં સખત મહેનત કરતો જોવા મળ્યો હતો.

પ્રેક્ટિસ દરમિયાન પંડ્યાએ આ બંને સાથે ઘણો સમય વિતાવ્યો હતો. તેણે નેટ્સમાં ફરીથી બોલિંગ પણ કરી, જે દર્શાવે છે કે તે કિવી ટીમ સામેની મેચમાં બોલિંગનો છઠ્ઠો વિકલ્પ બની શકે છે.

જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન વિરાટ કોહલીને પણ હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તે સંપૂર્ણ રીતે ફિટ છે. જ્યારે તેને તેની બોલિંગ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે વિરાટે કહ્યું કે, અમે મેચની સ્થિતિના આધારે નક્કી કરીશું. બોલિંગમાં છઠ્ઠો વિકલ્પ કોણ હશે? આ રોલમાં હાર્દિક પંડ્યા કે હું પોતે હોઈ શકું. હાર્દિક જ્યારે મેચમાં રમ્યો ત્યારે વિરાટે સ્પષ્ટપણે કંઈ કહ્યું નહોતું, પરંતુ તેના નિવેદનમાં ચોક્કસપણે તેના રમવાના સંકેત દેખાઈ રહ્યા હતા.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે

ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓએ ફૂલ ટ્રેનીંગ કરી હતી. પોતાની તૈયારીઓને છેલ્લો ઓપ આપ્યો હતો. તે નેટ્સમાં ખૂબ પરસેવો પાડતો જોવા મળ્યો હતો. બેટ્સમેનો નેટ્સમાં મોટા શોટ રમવા માટે પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બોલરોએ પણ મેચ પહેલા છેલ્લી વખત સંપૂર્ણ સમર્પણ સાથે તેમની કળાની કસોટી કરી હતી. પરંતુ આ ટ્રેનિંગ સેશન દરમિયાન ભારતીય થિંક ટેન્કની નજર જે ખેલાડી પર પડી તે હાર્દિક પંડ્યા હતો.

 

નેટ્સમાં બોલિંગ, ધોની પાસેથી બેટિંગ શીખી

ફિઝિયો અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચની દેખરેખ હેઠળ, પંડ્યા તેની બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતો જોવા મળ્યો હતો. તો બેટિંગમાં એમએસ ધોની પાવર હિટિંગની નવી યુક્તિઓ શીખતો જોવા મળ્યો હતો. ધોની નેટ્સ પર પંડ્યાને બેટિંગ યુક્તિઓ બતાવતો જોવા મળ્યો હતો. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ધોની પાસેથી મેળવેલ આ જ્ઞાન પંડ્યાને ન્યુઝીલેન્ડનું કામ પૂર્ણ કરવામાં ઉપયોગી થશે.

 

ન્યુઝીલેન્ડ સામે ભારતની મોટી મેચ

ભારત અને ન્યુઝીલેન્ડ રવિવારે દુબઈના મેદાન પર સામસામે ટકરાશે. ટીમ ઈન્ડિયા છેલ્લા 18 વર્ષથી આઈસીસી ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી. આ દરમિયાન બંને ટીમો 5 વખત ટકરાઈ છે. અને દરેક વખતે ભારતીય ટીમનો પરાજય થયો છે. આ વખતે ટક્કર કરો યા મરો એટલે ટીમ ઈન્ડિયાએ પોતાની આશા જીવંત રાખવા માટે આ મેચ જીતવી જ પડશે.

 

 

આ પણ વાંચોઃ IND vs NZ: ટીમ ઇન્ડીયા સામે ન્યૂઝીલેન્ડનો T20I માં સૌથી વધુ છગ્ગા લગાવનારો ‘સિક્સર કિંગ’ મેદાને ઉતરશે!, ઇજામાંથી સ્વસ્થ થયા મળ્યા સમાચાર

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ના છલાંગ લગાવી કે ના હવામાં ઉડ્યો, છતાં પણ એવો અદ્ભૂત કેચ ઝડપ્યો કે જોનારા મોંઢામાં આંગળા નાંખી ગયા, જુઓ Video

Next Article