Harbhajan Singh: નિવૃત્તી જાહેર કરીને હરભજન સિંહ હવે રાજકિય પિચ પર નવી ઇનીંગ શરુ કરશે? ભજ્જીએ સામે ચાલીને કહી આ વાત

|

Dec 24, 2021 | 11:01 PM

ભારતના દિગ્ગજ સ્પિનર ​​હરભજન સિંહે (Harbhajan Singh) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. હરભજન સિંહે શુક્રવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.

Harbhajan Singh: નિવૃત્તી જાહેર કરીને હરભજન સિંહ હવે રાજકિય પિચ પર નવી ઇનીંગ શરુ કરશે? ભજ્જીએ સામે ચાલીને કહી આ વાત
Harbhajan Singh

Follow us on

અનુભવી ઑફ-સ્પિનર ​​હરભજન સિંહે (Harbhajan Singh) શુક્રવારે કહ્યું હતું કે તે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી રાજકારણમાં જોડાવાનો વિરોધી નથી પરંતુ તે આવા પગલા પર અંતિમ નિર્ણય લેતા પહેલા ઘણું વિચારવા માંગશે. તાજેતરમાં, કોંગ્રેસના પંજાબ પ્રદેશ વડા અને હરભજનના ભૂતપૂર્વ ભારતીય સાથી નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Siddhu) એ ટ્વિટર પર તેની સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો અને તેને ‘સંભવિતતાઓથી ભરેલી તસવીર’ તરીકે કેપ્શન આપ્યું હતું. આ કારણે તેમના રાજકારણમાં પ્રવેશની અટકળો ચાલી રહી છે.

આ ક્રિકેટરે કહ્યું કે તેણે હજુ આ બાબતે નિર્ણય લીધો નથી. મીડિયા રિપોર્ટસ મુજબ તેણે આપેલા ઈન્ટરવ્યુમાં હરભજને કહ્યું, સાચું કહું તો મને ખબર નથી કે આગળ શું થશે. મારે કઈ દિશામાં આગળ વધવું છે તે જાણવામાં બે થી ત્રણ દિવસ લાગે છે. હા, હું સમાજને પરત કરવા માંગુ છું.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

નિવૃ્તી બાદ આમ કરશે ભજ્જી

તેણે કહ્યું, જો હું રાજકારણમાં જોડાઈશ તો કેવી રીતે અને કઈ રીતે, મારે આ બાબતો પર પણ વિચાર કરવાની જરૂર પડશે. કારણ કે જો હું રાજકારણમાં આવવાનું નક્કી કરું તો મારું મુખ્ય લક્ષ્ય લોકોને મદદ કરવાનું છે. તે પંજાબ વિધાનસભાની ચૂંટણી લડે તેવી શક્યતા ઓછી છે કારણ કે તેની પાસે અમુક ક્રિકેટ અને મીડિયા પ્રતિબદ્ધતાઓ છે જે તેને વ્યસ્ત રાખશે.

હરભજને કહ્યું, ‘જ્યાં સુધી ક્રિકેટનો સવાલ છે, હું રમત સાથે જોડાયેલો રહીશ. હું IPL ટીમોને કોચ કરી શકું છું, તેમનો મેંટોર બની શકું છું અથવા કોઈ અનુભવી ક્રિકેટ રમી શકું છું. હરભજન આઇપીએલ 2021ની સિઝન દરમ્યાન કોલકાતાની ટીમ સાથે જોડાયેલ હતો. ભજ્જીને કોલકાતાએ ઓક્શન દરમિયાન ખરીદ કર્યો હતો. આ પહેલા હરભજન સિંહ ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમમાં પણ સામેલ હતા. તેમજ ભજ્જી વિશ્વકપ ચેમ્પિયન ટીમનો પણ હિસ્સો રહી ચૂક્યો છે. આમ ભજ્જી ભારતીય ક્રિકેટમાં મહત્વની ભૂમિકા અદા કરી ચૂક્યો છે.

 

આ પણ વાંચોઃ IND vs SA: ટીમ ઇન્ડિયાના ‘7 હિન્દુસ્તાની’ જે દક્ષિણ આફ્કિાના મેદાનમાં પ્રથમ વાર પગ રાખતા જ દેખાડશે દમ

આ પણ વાંચોઃ Boxing Day Test: ‘બોક્સિંગ’ શબ્દને ક્રિકેટ સાથે શુ છે સંબંધ ? 26 ડીસેમ્બર થી શરુ થતી ટેસ્ટ મેચને અપાય છે ખાસ ઓળખ, જાણો

 

 

 

 

 

Published On - 10:54 pm, Fri, 24 December 21

Next Article