
ભારતના દિગ્ગજ સ્પિન બોલરોમાંના એક હરભજન સિંહે (Harbhajan Singh) શુક્રવારે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહ્યું. હરભજન સિંહે પોતાની કારકિર્દીમાં ટીમ ઈન્ડિયા (Team India) ને ઘણી યાદગાર જીત અપાવી હતી. પંજાબ (Punjab) ના 41 વર્ષીય ખેલાડીએ તેની શાનદાર કારકિર્દીમાં 103 ટેસ્ટમાં 417 વિકેટ, 236 ODI માં 269 વિકેટ અને 28 T20I માં 25 વિકેટ ઝડપી છે. હરભજને કહ્યું કે આ પગલું છેલ્લા કેટલાક સમયથી તેના મગજમાં હતું અને હવે તે તેની જાહેરાત કરી રહ્યો છે.
હરભજને 1998માં શારજાહમાં ન્યૂઝીલેન્ડ સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે માર્ચ 2016માં ઢાકામાં સંયુક્ત આરબ અમીરાત સામે T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી. બીસીસીઆઈ એ તેમની સેવાઓ બદલ તેમનો આભાર માન્યો હતો. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. કેપ્શનમાં તેણે લખ્યું, ‘BCCI શ્રી હરભજન સિંહને તેમની શાનદાર કારકિર્દી માટે અભિનંદન.’
આ સાથે BCCIએ એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી (Virat KOhli) અને અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ તેને તેની કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી. તેણે હરભજન સિંહ સાથેની તેની ક્રિકેટની ખાસ પળોને યાદ કરી.
A legend and one of the finest to have ever played the game! 🙌#TeamIndia congratulate @harbhajan_singh on a glorious career 👏👏@imVkohli | @cheteshwar1 pic.twitter.com/iefNrA4r2M
— BCCI (@BCCI) December 24, 2021
બીસીસીઆઈએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, હરભજન સિંહે શુક્રવારે 24 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ચોથો બોલર છે. તેણે ટેસ્ટમાં 417 ટેસ્ટ વિકેટ લીધી છે, જ્યારે તે 269 વિકેટ લઈને વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર પાંચમા ક્રમે છે. મર્યાદિત ઓવરોમાં ટર્બનેટરનો રેકોર્ડ શાનદાર છે. તેણે 2007માં ભારતને T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી હરભજન સિંહની ખૂબ જ નજીક છે. આ 41 વર્ષીય અનુભવી ખેલાડી વિશે વાત કરતાં ગાંગુલીએ કહ્યું, ‘હું હરભજન સિંહને તેની કારકિર્દી માટે અભિનંદન આપું છું. તેણે જીવનમાં ઘણા પડકારોનો સામનો કર્યો પરંતુ ભજ્જીએ ક્યારેય હાર ન માની. તેણે દરેક મુશ્કેલીનો તાકાતથી સામનો કર્યો. હું તેનામાં પ્રદર્શન કરવાની ભૂખથી ખૂબ પ્રભાવિત થયો હતો. 2001માં ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં મેં પહેલીવાર જોયું કે બોલર કઈ રીતે સિરીઝ જીતી શકે છે.
BCCI સચિવ જય શાહે કહ્યું, ‘હરભજન સિંહની કારકિર્દી શાનદાર રહી છે. તેઓ ભારત અને વિદેશમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીતના હીરો હતા. તે ખૂબ જ હિંમતવાન છે. દબાણમાં તે શાનદાર રીતે રમ્યો. તે મેદાન પર દરેકને પ્રેરણા આપે છે. તેણે માત્ર બોલથી જ નહીં પરંતુ બેટથી પણ અજાયબીઓ કરી હતી. હું તેને તેના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું.
Published On - 11:14 pm, Fri, 24 December 21