IND vs SL: હનુમા વિહારીનો આશ્વર્યજનક ખુલાસો, કહ્યુ મને બંને ટેસ્ટ મેચની પ્લેયીંગ ઇલેવન માટે પસંદ ના કરો!

હનુમા વિહારી (Hanuma Vihari) ને શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં તક મળવાની અપેક્ષા છે, પૂજારા-રહાણેની ગેરહાજરીમાં પ્લેઈંગ ઈલેવનમાં રહેવાની અપેક્ષા છે.

IND vs SL: હનુમા વિહારીનો આશ્વર્યજનક ખુલાસો, કહ્યુ મને બંને ટેસ્ટ મેચની પ્લેયીંગ ઇલેવન માટે પસંદ ના કરો!
Hanuma Vihari અત્યાર સુધીમાં 13 ટેસ્ટ રમ્યો છે
| Edited By: | Updated on: Mar 03, 2022 | 5:27 PM

એક તરફ જ્યાં દરેક ખેલાડી કોઈને કોઈ રીતે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવા ઈચ્છે છે. તો બીજી તરફ કેટલાક એવા ખેલાડીઓ પણ છે જે ટીમના હિતને ધ્યાનમાં રાખીને પોતાની ઈચ્છાઓ છોડી દે છે. તે માત્ર ટીમ વિશે જ વિચારે છે અને તેના માટે પોતાનું સ્થાન બલિદાન આપતા પણ ખચકાતા નથી. આવા જ એક ખેલાડી છે હનુમા વિહારી (Hanuma Vihari), જેના વિશે પૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે મોટો ખુલાસો કર્યો છે. આર શ્રીધરે (R Sridhar) જણાવ્યું કે વર્ષ 2019માં હનુમા વિહારીએ ટીમ માટે પોતાને પ્લેઈંગ ઈલેવન (Team India Playing 11) માંથી બહાર રાખવાની વકિલાત કરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ શ્રીધરે કહ્યું, ‘વર્ષ 2019માં વાઇઝેગ ટેસ્ટ દરમિયાન, મને યાદ છે કે હનુમા વિહારી મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે સર મારે આ ટેસ્ટ મેચ અને આગામી ટેસ્ટ મેચમાં રમવું જોઈએ નહીં. આપણે વધારાના બોલર સાથે રમવું જોઈએ કારણ કે અમારી ટીમ જે પ્રકારની બેટિંગ કરી રહી છે તે જોતાં અમને 6 બેટ્સમેનની જરૂર નથી.’ હનુમા વિહારી અંગે શ્રીધરનો ખુલાસો ખરેખર ચોંકાવનારો હતો. હનુમા વિહારીને ટેસ્ટ ક્રિકેટમાં આના જેવી બહુ ઓછી તકો મળી છે. તેના પર ટેસ્ટ પ્લેયરની મહોર લગાવવામાં આવી છે અને તેને બહુ ઓછી તકો મળી છે, તે પોતાની બેટિંગ પોઝિશન પણ બદલી રહ્યો છે.

હનુમા વિહારીની ટેસ્ટ કારકિર્દી

હનુમા વિહારીએ અત્યાર સુધી 13 ટેસ્ટમાં 34.20ની એવરેજથી 684 રન બનાવ્યા છે. તેના બેટથી એક સદી અને 4 અડધી સદી નીકળી છે. હનુમાના આ આંકડા સારા નથી લાગતા પરંતુ આ જમણા હાથના બેટ્સમેને ભારતમાં અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે. તેણે બાકીની 12 ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં રમી છે.

હનુમા વિહારી કયા નંબર પર રમશે?

મધ્ય ક્રમમાં પૂજારા અને રહાણેની હાજરીને કારણે હનુમા વિહારીને ઘણી તકો મળી ન હતી પરંતુ હવે તેનો સમય આવી ગયો છે. રોહિત શર્માએ પણ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવાના સંકેત આપ્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 55થી વધુની એવરેજ ધરાવતા હનુમાએ હવે પોતાને સાબિત કરવું પડશે. સવાલ એ છે કે હનુમા વિહારી કયા નંબર પર બેટિંગ કરશે? શું તે પુજારાની જગ્યાએ નંબર 3 પર રમશે કે પછી તેને નંબર 5 પર અજિંક્ય રહાણેની જગ્યાએ તક મળશે.

આ પણ વાંચોઃ IND vs SA: રાજકોટમાં રમાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 મેચ, BCCI એ શ્રેણીની તૈયારી શરુ કરી

આ પણ વાંચોઃ Russia Ukraine War: પુતિનની નજીકના મનાતા રશિયન અરબોપતિ વેચી દેશે ચેલ્સી ફુટબોલ ક્લબ, યુક્રેનને આ રીતે કરશે મદદ

 

Published On - 5:20 pm, Thu, 3 March 22