ગુરુ પૂર્ણિમા : ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ગુરુને કર્યા યાદ, કરી ખાસ પોસ્ટ

ગુરુ પૂર્ણિમાના અવસર પર ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે તેમના ગુરુને કર્યા યાદ હતા. જે સ્થાન પર આજે સચિન છે ત્યાં પહોંચવામાં તેમના ગુરુનો ખૂબ જ હાથ રહ્યો હતો.

ગુરુ પૂર્ણિમા : ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ગુરુને કર્યા યાદ, કરી ખાસ પોસ્ટ
Sachin Tendulkar
| Edited By: | Updated on: Jul 03, 2023 | 9:30 PM

સચિન તેંડુલકરે ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના કોચ રમાકાંત આચરેકરને યાદ કર્યા હતા. આ સાથે જ સચિને એક ખાસ તસવીર પણ શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.

સચિન તેંડુલકરે ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી

દેશભરમાં આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અનેક સેલિબ્રિટીએ તેમના ગુરુ સાથેની તસવીરો આજે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં ક્રિકેટના ભગવાન અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરનો પણ સમાવેશ થયો છે. સચિને એક ખાસ પોસ્ટ આ અવસર પર શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી.

ગુરુ રમાકાંત આચરેકરને કર્યા યાદ

સચિન તેંડુલકરે ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુ રમાકાંત આચરેકરને યાદ કર્યા હતા. આ સાથે તેણે એક ખાસ તસવીર પણ શેર કરી હતી. આ તસવીરમાં એવા ખેલાડીઓ છે જેમણે રમણકાંત આચરેકરની દેખરેખમાં ક્રિકેટની ટ્રિક્સ શીખી હતી. આ ખાસ તસવીરમાં સચિન તેંડુલકર ઉપરાંત રામનાથ પારકર, બલવિંદર સિંહ સંધુ, લાલચંદ રાજપૂત, ચંદ્રકાંત પંડિત, પ્રવીણ આમરે, વિનોદ કાંબલી, પારસ મહામ્બ્રે, અજીત અગરકર, સમીર દિઘે, સંજય બાંગર અને રમેશ પવાર જોવા મળે છે.

સફળતાનો શ્રેય ગુરુને આપ્યો

સચિન તેંડુલકરે ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે વર્ગખંડના કારણે વર્ગ અલગ નથી હોતો, પરંતુ તે વર્ગના શિક્ષકો તેને અલગ બનાવે છે. અમે બધા આચરેકર સરની મહાન ક્રિકેટ સ્કૂલના વિદ્યાર્થીઓ છીએ. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે મને આચરેકર સર જેવા નિઃસ્વાર્થ વ્યક્તિ પાસેથી ક્રિકેટ શીખવાની તક મળી. આપ સૌને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ.

પોસ્ટ સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

સચિન તેંડુલકરની આ ખાસ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. ભારતીય ક્રિકેટ અને સચિન તેંડુલકરના ફેન્સે આ તસવીરને ખૂબ જ પાસદ કરી છે. લાખો લોકોએ આ પોસ્ટને શેર પણ કરી હતી, સાથે જ આ ફોટો પર સોશિયલ મીડિયા યુઝર્સે અનેક કોમેન્ટ પણ કરી હતી. આ પોસ્ટને લગભગ 4 કલાકમાં 13 હજારથી વધુ લાઈક્સ મળી છે.

આ પણ વાંચોઃ World Cup 2023 : ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ લેવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વડાપ્રધાનને લખ્યો પત્ર

ગુરુ પૂર્ણિમાના અવસર પર ખાસ પોસ્ટ

ઉલ્લેખનીય છે કે રમાકાંત આચરેકરે સચિમ તેંડુલકર, રામનાથ પારકર, બલવિંદર સિંહ સંધુ, લાલચંદ રાજપૂત, ચંદ્રકાંત પંડિત, પ્રવીણ આમરે, વિનોદ કાંબલી, પારસ મહામ્બરે, અજીત અગરકર, સમીર દિઘે, સંજય બાંગર, રમેશ પવાર સહિત ઘણા ખેલાડીઓને ક્રિકેટની ટ્રિક્સ શીખવી હતી. આજે ગુરુ પૂર્ણિમાના અવસર પર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે તેમના ગુરુને યાદ કર્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો