IPL 2022 Auction: ગુજરાત ટાઇટન્સે ટીમમાં ઓલરાઉન્ડરોની કરી દીધી ભરમાર, કોચ આશિષ નેહરાએ બતાવ્યુ કારણ

|

Feb 15, 2022 | 9:12 AM

ગુજરાત ટાઇટન્સ (Gujrat Titans) આ વખતે પ્રથમ વખત IPL રમશે અને આ માટે તેણે હરાજીમાં મજબૂત ટીમ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે.

IPL 2022 Auction: ગુજરાત ટાઇટન્સે ટીમમાં ઓલરાઉન્ડરોની કરી દીધી ભરમાર, કોચ આશિષ નેહરાએ બતાવ્યુ કારણ
Ashish Nehra ગુજરાત ટીમનો મુખ્ય કોચ છે.

Follow us on

આ વખતે આઈપીએલ માં આઠ ટીમો નહીં પરંતુ 10 ટીમો રમતા જોવા મળશે. લખનૌ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ નામની બે નવી ટીમો આ સિઝનમાં પ્રથમ વખત ભાગ લઇ રહી છે. બે દિવસ સુધી ચાલેલ આઇપીએલ 2022 મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) માં આ બંને ટીમોએ જોરદાર બોલી લગાવી અને પોતાની સાથે ઘણા સારા ખેલાડીઓને પોતાની સાથે જોડ્યા. મુખ્ય કોચ આશિષ નેહરા (Ashish Nehra) માને છે કે ગુજરાત ટાઇટન્સે (Gujrat Titans) એક ‘મજબૂત, ઓલરાઉન્ડ ટીમ’ બનાવી છે પરંતુ આ નવી ઇન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝીની સફળતા ખેલાડીઓ કેવી રીતે એકસાથે રમે છે તેના પર નિર્ભર છે.

ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર નેહરા મેગા ઓક્શનમાં વર્લ્ડ કપ વિજેતા ટીમના કોચ ગેરી કર્સ્ટન સાથે હાજર હતા, જેઓ ટીમના મેન્ટર અને બેટિંગ કોચ છે. ટાઇટન્સે મજબૂત ટીમ બનાવી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા નેહરાએ કહ્યું હતું કે, હા, માત્ર ગુજરાત ટાઇટન્સ જ નહીં, આઇપીએલની તમામ ટીમો સારી છે.

સંતુલિત કરવાની જરૂર છે

નેહરાએ કહ્યું છે કે ટીમ મેચોમાં કેવું પ્રદર્શન કરે છે તેના પર પણ આધાર રાખે છે કે ટીમ કેવી રીતે સંતુલિત થાય છે. તેઓ એકસાથે કેવી રીતે પ્રદર્શન કરે છે, તેઓ કેવી રીતે સંતુલિત થાય છે તેના પર નિર્ભર રહેશે. મેં હરાજી પછી જોયું છે કે કોઈ ટીમ સૌથી મજબૂત લાગે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે IPL જીતશે. એવું ક્યારેય થતું નથી. તે આના જેવું કામ કરતું નથી, રમત આના જેવું કામ કરતી નથી.

રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી
Plant in pot : ઉનાળામાં ભૂલથી પણ આ ખાતરનો ઉપયોગ ન કરતા, છોડ સૂકાઈ શકે છે
Soft Healthy Hair: શું તમે નબળા અને ડ્રાય હેરથી પરેશાન છો? આ ફૂલનો કરો ઉપયોગ

ટીમમાં આઠ ઓલરાઉન્ડર છે

IPLની આ સિઝનમાં રમવા માટેની બે નવી ટીમોમાંથી એક ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કરશે. કેપ્ટન હાર્દિક ઉપરાંત, ફ્રેન્ચાઇઝીએ રાહુલ તેવટિયા સહિત આઠ વધુ ઓલરાઉન્ડરોને ઉમેર્યા છે, જેને ટીમે 9 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. નેહરાએ કહ્યું, આ એક નવી ફ્રેન્ચાઈઝી છે અને અમે ખૂબ જ સારી, ઓલરાઉન્ડ ટીમ બનાવવામાં સફળ રહ્યા છીએ. જ્યારે તમે T20 ફોર્મેટ વિશે વાત કરો છો, તો તમારે એક ઓલરાઉન્ડરની જરૂર છે અને અમે તે કર્યું છે.

ગુજરાતની ટીમમાં ભારતના ઓપનર શુભમન ગિલ, અફઘાનિસ્તાનના સ્પિનર ​​રાશિદ ખાન, ઈંગ્લેન્ડના આક્રમક બેટ્સમેન જેસન રોય, ઓસ્ટ્રેલિયાના મેથ્યુ વેડ, ભારતના સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચોઃ IPL 2022 Auction: કયો ખેલાડી કઈ ફ્રેન્ચાઈઝીના હિસ્સામાં આવ્યો, જાણો દરેક ટીમના ખેલાડીઓની સંપૂર્ણ યાદી અહીં

આ પણ વાંચોઃ IPL 2022 Auction: આ ગુજ્જુ ખેલાડીઓનો જોવા મળ્યો આઇપીએલ ઓક્શનમાં દમ, કોઇ મોંઘી સેલરીએ રિટેન થયા તો, કેટલાક પર લાખ્ખો-કરોડો વરસ્યા

Published On - 9:10 am, Tue, 15 February 22