GT vs SRH IPL Match Result: રાશિદ ખાને અંતિમ ઓવરમાં 3 છગ્ગા ફટકારી ગુજરાતને રોમાંચક જીત અપાવી, કશ્મિર એક્સપ્રેસની 5 વિકેટ

|

Apr 27, 2022 | 11:44 PM

Gujarat Titans vs Sunrisers Hyderabad IPL Match Result: ઉમરાન મલિકે મેચમાં સૌનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ, તેણે 5 વિકેટ ઝડપી હતી જેમાં 4 ને બોલ્ડ કર્યા હતા. જોકે રાશિદ ખાને શાનદાર બેટીંગ કરીને મેચને રોમાંચક પળમાં લાવી દીધી હતી

GT vs SRH IPL Match Result: રાશિદ ખાને અંતિમ ઓવરમાં 3 છગ્ગા ફટકારી ગુજરાતને રોમાંચક જીત અપાવી, કશ્મિર એક્સપ્રેસની 5 વિકેટ

Follow us on

IPL 2022 ની 40મી મેચ ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરબાદ (Gujarat Titans vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ હતી. ગુજરાતની ટીમે રોમાંચક સ્થિતીમાં પહોંચેલી મેચને 5 વિકેટે પોતાના નામે કરી લીધી હતી. રાશિદ ખાને ગુજરાતની સામે જીત શાનદાર રીતે જીત અપાવી હતી. જોકે હૈદરાબાદની મેચમાં કશ્મિર એક્સપ્રેસ થી ઓળખાતો ઉમરાન મલિક (Umran Malik) પણ છવાયેલો રહ્યો હતો. તેણે ગુજરાતની શરુઆતની તમામ પાંચેય વિકેટ એકલા હાથે ઝડપી હતી. જેમાં ચાર બેટ્સમેનોને બોલ્ડ કર્યા હતા. 196 રનના લક્ષ્યનો પિછો કરવા ઉતરેલ ગુજરાતની ટીમની શરુઆત સારી રહી હતી, પરંતુ એ શરુઆતને સરળતામાં પલટી શકવામાં ટીમના બેટ્સમેનો ખૂબ મહેનત કરવી પડી હતી. રિદ્ધીમાન સાહા (Wriddhiman Saha) એ શાનદાર અડધી સદી ફટકારી હતી.

રિદ્ધીમાન સાહા અને શુભમન ગિલે શાનદાર શરુઆત આપી હતી. બંનેએ 69 રનની ભાગીદારી રમત રમી હતી. પરંતુ ઉમરાન મલિકે ગુજરાતને પરેશાન કરવાની શરુઆત અહીંથી જ કરી હતી. તેણે ગિલને બોલ્ડ કર્યો હતો. તેણે 24 બોલમાં 22 રન કર્યા હતા. ત્યાર બાદ આવેલ હાર્દિક પંડ્યા મલિકની ઝડપ ને ફટકારવા જતા માર્કો યાનસેનના હાથમાં કેચ આઉટ ઝડપાયો હતો. તે 6 બોલમાં 10 રન કરીને આઉટ થયો હતો.

સાહાએ આક્રમક રમત રમી હતી, પરંતુ મલિકે તેને બોલ્ડ કર્યો હતો. તે પણ મલિકના બોલને ઓળખવામાં થાપ ખાઈ જતા આઉટ થયો હતો. તેમે 38 બોલમાં 68 રન નોંધાવ્યા હતા. તેમે 1 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા. ડેવિડ મિલર 17 અને અભિનવ મનોહર શૂન્ય રને આઉટ થયા હતા.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

રાશિદ અને તેવટીયાએ રોમાંચક પળમાં જીત અપાવી

અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડરે રાશિદ ખાને અંતિમ ઓવરમાં 22 રનની જરુર હતી ત્યારે તેણે શાનદાર ત્રણ છગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી. અંતિમ ઓવરના પ્રથમ બોલ પર રાહુલ તેવટીયાએ છગ્ગો ફટકાર્યો હતો. રાશિદ ખાને અણનમ 31 રન 11 બોલમાં જ ફટકાર્યા હતા. જ્યારે રાહુલ તેવેટિયાએ 21 બોલમાં 40 રન કર્યા હતા. અંતિમ ઓવરમાં 25 રન આ બંને ખેલાડીઓએ ફટકાર્યા હતા.

ઉમરાન મલિકની ધમાલ

ઉમરાન મલિકે ગુજરાતે શરુઆતમાં ગુમાવેલી તમામ પાંચેય વિકેટ પોતાના નામે કરી હતી. તેણે 4 ઓવરમાં 25 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેણે 5 માંથી 4 વિકેટ ક્લિન બોલ્ડ કરીને મેળવી હતી. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 33 રન આપ્યા હતા. વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 34 રન આપ્યો હતા. માર્કો યાનસેને 4 ઓવરમાં 63 રન આપ્યા હતા.

આ પણ વાંચો : Priyanka Jawalkar Dating KKR Cricketer : કોલકોતાની ટીમના આ સ્ટાર ખેલાડીને ડેટ કરી રહી છે પ્રિયંકા જાવલકર!

આ પણ વાંચો : Arvalli: જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમાં રાજ્યની ટીમના ધામા, નાયબ નિયામકે કોરોના કાળમાં ભ્રષ્ટાચારને આશંકાએ તપાસ શરુ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 11:25 pm, Wed, 27 April 22

Next Article