IPL 2022: જોસ બટલરનુ ‘તૂટ્યુ દિલ’!, ગુજરાત ટાઈન્સ સામેની મેચ પહેલા યુઝવેન્દ્ર ચહલે કહ્યુ શેનવોર્નના આશિર્વાદ સાથે જ છે

|

May 23, 2022 | 9:22 PM

રાજસ્થાન રોયલ્સ મંગળવારે પ્રથમ ક્વોલિફાયર (Gujarat Titans vs Rajasthan Royals, Qualifier 1) માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. વિજેતા ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે, જ્યારે હારનાર ટીમ બીજા ક્વોલિફાયરમાં એલિમિનેટરના વિજેતાનો સામનો કરશે.

IPL 2022: જોસ બટલરનુ તૂટ્યુ દિલ!, ગુજરાત ટાઈન્સ સામેની મેચ પહેલા યુઝવેન્દ્ર ચહલે કહ્યુ શેનવોર્નના આશિર્વાદ સાથે જ છે
Jos Buttler અને Yuzvendra Chahal એ શાનદાર પ્રદર્શન કર્યુ છે

Follow us on

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) નો સ્ટાર બેટ્સમેન જોસ બટલર (Jos Buttler) છેલ્લી કેટલીક મેચોમાં તેના પ્રદર્શનથી નિરાશ છે પરંતુ તેણે કહ્યું કે તે પ્લે-ઓફમાં પ્રવેશતા પહેલા ટુર્નામેન્ટના પ્રારંભિક તબક્કામાં તેની મોટી ઇનિંગ્સથી આત્મવિશ્વાસ મેળવશે. ઈંગ્લેન્ડના વિકેટ કીપર બેટ્સમેન બટલરે વર્તમાન સિઝનમાં ત્રણ સદી અને ત્રણ અડધી સદીની મદદથી 147ના સ્ટ્રાઈક રેટથી 629 રન બનાવ્યા છે. પરંતુ છેલ્લી ત્રણ મેચમાં તે બે, બે અને સાતની ઈનીંગ સાથે 11 રન જ બનાવી શક્યો છે. બટલરે મંગળવારે ઈડન ગાર્ડન્સ ખાતે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામેના પ્રથમ ક્વોલિફાયર પહેલા કહ્યું, “સ્વાભાવિક છે કે હું IPL માં મારા ફોર્મને લઈને રોમાંચિત હતો, પરંતુ છેલ્લી કેટલીક મેચોના પ્રદર્શનથી નિરાશ છું.” સંભવતઃ મારી કારકિર્દીની કેટલીક શ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યો છું અને પ્લે-ઓફ પહેલા તે પ્રદર્શનથી આત્મવિશ્વાસ મેળવવી રહ્યો હતો.

ચહલ સાથે વોર્નના આશીર્વાદ

યુઝવેન્દ્ર ચહલે પોતાની સફળતાનો શ્રેય ટીમને એક સાથે રમવાને આપ્યો અને કહ્યું કે રોયલ્સ માટે રમવું ખાસ છે કારણ કે દિવંગત શેન વોર્ન, જેણે પ્રથમ સિઝનમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. વર્તમાન ટૂર્નામેન્ટના સૌથી સફળ બોલર ચહલે કહ્યું, ‘હું જાણું છું કે રોયલ્સ સાથે આ મારી પ્રથમ સિઝન છે પરંતુ એવું લાગે છે કે હું વર્ષોથી ટીમ સાથે રમી રહ્યો છું. અહીં હું માનસિક રીતે આરામદાયક છું અને મને લાગે છે કે આનો શ્રેય અહીંની ટીમ સાથે જોડાયેલા લોકોને જાય છે.

તેણે કહ્યું, ‘બીજી તરફ ટીમ સાથે રમવું મારા માટે ખાસ છે કારણ કે વોર્ન રોયલ્સ માટે રમ્યા હતા અને મને લાગે છે કે તેમના આશીર્વાદ મારી સાથે છે. મને લાગે છે કે તેઓ મારી તરફ જોઈ રહ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રીટાયર્ડ આઉટ થવું એ T20 નું ભવિષ્ય

અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન, જેણે વર્તમાન સિઝનમાં બોલ અને બેટ બંનેથી પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે. તેણે જણાવ્યું હતું કે રીટાયર્ડ જેવા અમુક નિર્ણયો યોગ્ય રીતે લેવામાં આવે તો ટીમને સ્પર્ધાત્મક લાભ મળી શકે છે. રીટાયર્ડ આઉટમાાં થયા પછી, બેટ્સમેન પોતાની મરજીથી પેવેલિયનમાં પાછો ફરે છે અને તેને આઉટ ગણવામાં આવે છે.

વર્તમાન સિઝનમાં રોયલ્સના સૌથી ઇકોનોમીક બોલર અશ્વિને કહ્યું, ‘એ સમજવું મહત્વપૂર્ણ છે કે આ નિર્ણય તમને નિર્ણાયક ક્ષણોમાં કેવી રીતે ફાયદાકારક સ્થિતિમાં મૂકી શકે છે. મને લાગે છે કે આ (રીટાયર આઉટ) ભવિષ્યમાં T20 ક્રિકેટનો એક ભાગ હશે અને મને લાગે છે કે તે ચાલુ રહેશે.

તેણે કહ્યું, ‘લોકો એમ લાગશે કે તે જોખમી છે કારણ કે બેટ્સમેન નિવૃત્ત થયા પછી રમવા માટે પાછા આવી શકતા નથી અને જો વસ્તુઓ તમારી તરફેણમાં નહીં જાય તો તમારે તેને સમજાવવું પડી શકે છે. પરંતુ જો યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો, તે તમારા માટે ફાયદાની સ્થિતિ બની શકે છે. વર્તમાન સિઝનમાં 183 રન બનાવવા ઉપરાંત અશ્વિને 11 વિકેટ પણ લીધી છે અને આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 7.14 રહ્યો છે.

સંજુ સેમસન કેપ્ટનશિપનો આનંદ માણી રહ્યો છે

સમગ્ર સિઝનમાં બીજી વખત ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરી રહેલા કેપ્ટન સંજુ સેમસને કહ્યું કે તે ક્યારેય શીખવાનું બંધ કરશે નહીં અને વાતચીત તેની કેપ્ટનશિપના મુખ્ય મુદ્દાઓમાંથી એક છે. સેમસને કહ્યું, ‘મને લાગે છે કે બેટ્સમેન અને કેપ્ટન તરીકે મેં વિકાસ કર્યો છે અને શીખવાનું ચાલુ રાખ્યું છે. હું ખાસ કરીને ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓની હાજરીમાં આ ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારીનો આનંદ માણી રહ્યો છું. વલણ એવું હોવું જોઈએ કે દબાણ હેઠળ, તમે લોકોને તમારી સાથે આવીને વાત કરવા દો અને તેમને તેમના વિચારો વ્યક્ત કરવા દો.

Published On - 9:17 pm, Mon, 23 May 22

Next Article