IPL 2023: જીત બાદ Gujarat Titans ઉજવણી મોડ પર, મોહિત શર્માએ કટ કરી કેક તો રાશિદ ખાને કર્યું આ ‘કામ’, જુઓ Video

ગુજરાત ટાઇટન્સની સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરેલ વીડિયોમાં મોહિત શર્મા કેક કટ કરતો દેખાય છે જ્યારે અન્ય ખેલાડીઓ 'હિપ હિપ હુર્રે' ના નારા લગાવી રહ્યા છે. મોહિત શર્માના કેક કટ કરતાની સાથે જ રાશિદ ખાને મોહિત શર્માના ચહેરા અને માથા પર કેક લગાવી હતી.

IPL 2023: જીત બાદ Gujarat Titans ઉજવણી મોડ પર, મોહિત શર્માએ કટ કરી કેક તો રાશિદ ખાને કર્યું આ કામ, જુઓ Video
Mohit Sharma was Player of Match in win against Punjab Kings
| Edited By: | Updated on: Apr 14, 2023 | 2:59 PM

કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે 9 એપ્રિલની મેચમાં અંતિમ બોલ પર હાર્યા બાદ હાર્દિક પંડયાની ગુજરાત ટાઇટન્સે ફરીથી જીતની રાહ પકડી હતી. ગુરૂવારે મોહાલીમાં ગુજરાત ટાઇટન્સને પંજાબ કિંગ્સને 6 વિકેટથી માત આપી હતી. ગુજરાત ટાઇટન્સની જો વાત કરીએ તો શુભમન ગિલ અને ફાસ્ટ બોલર મોહિત શર્મા આ જીતનો હીરો રહ્યો હતો.

શુભમન ગિલએ 49 બોલમાં 67 રન કર્યા હતા તો મોહિત શર્માએ વર્ષ 2020 પછી પ્રથમ વખત આઇપીએલમાં મેચ રમતા બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ચાર ઓવરમાં ફક્ત 18 રન આપીને બે વિકેટ ઝડપી હતી જેમાં ઓક્શનમાં 18.5 કરોડ રૂપિયાની ભારે રકમમાં ખરીદેલ સેમ કરન સામેલ હતો.


મોહિતની બોલિંગની ગતિ વધુ ઝડપી નથી પણ તેણે તેના વેરિએશનથી અને સ્લોઅર બોલનું શાનદાર રીતે ઉપયોગ કરીને બેટ્સમેનને આરામથી રન બનાવા દીધા ન હતા. તેને પ્લેયર ઓફ ઘ મેચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ગુજરાત ટાઇટન્સે પોતાના ટ્વિટર હેંડલ પર ટીમના હોટલ પહોંચ્યા બાદ જીતના જશ્નનો વીડિયો શેર કર્યો હતો જેમાં મોહિત શર્મા કેક કાપતા દેખાયો હતો જ્યારે ટીમના અન્ય ખેલાડીઓ હિપ હિપ હુર્રે ના નારા લગાવી રહ્યા હતા. મોહિત શર્માએ કેક કટ કરવાની સાથે જ રાશિદ ખાને મોર્ચો સંભાળ્યો હતો અને મોહિત શર્માને કેક ચહેરા પર અને માથા પર લગાવી હતી.


2020 પછી આઇપીએલમાં પ્રથમ મેચ રમી હતી

નોંધપાત્ર છે કે ફાસ્ટ બોલર મોહિત શર્મા વનડે અને ટી20 ક્રિકેટ સિવાય વર્લ્ડ કપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે પણ સમય સાથે તે ક્રિકેટ જગતમાં ભૂલાય ગયો હતો અને ઘણા લાંબા સમય પછી ક્રિકેટ ચાહકોને તે બોલિંગ કરતો નજરે પડયો હતો. 34 વર્ષીય મોહિત શર્માએ ટીમ ઇન્ડીયા તરફથી પોતાની અંતિમ મેચ ઓક્ટોબર 2015માં રમી હતી.

આઇપીએલ ફોર્મેટની જો વાત કરીએ તો 2020 પછી તે મેદાન પર દેખાયો હતો. ટુર્નામેન્ટમાં તે ચેન્નઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ સિવાય પંજાબ કિંગ્સ તરફથી મેચ રમવા મેદાન પર ઉતર્યો છે. ટીમ ઇન્ડીયા માટે મોહિત શર્માએ 26 વનડે માં 31 અને આઠ ટી20 મેચમાં 6 વિકેટ હાંસિલ કરી છે, વનડે ક્રિકેટમાં 22 રન આપીને ચાર વિકેટ તેનો શ્રેષ્ઠ પ્રદર્શન છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…