
IPL 2023ની 23મી મેચમાં પોઈન્ટ ટેબલમાં ટોપર રાજસ્થાન રોયલ્સ અને ગત સીઝનની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની ટીમ સામસામે ટકરાઈ છે. બંને ટીમો ગત સિઝનની ફાઇનલિસ્ટ છે. ગુજરાતે તેની ડેબ્યૂ સિઝનમાં રાજસ્થાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આજે ફરી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ટોસ હારીને ગુજરાત ટાઈટન્સની ટીમ બેટિંગ કરવા ઉતરી હતી. 20 ઓવરના અંતે ગુજરાતનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 177 રન રહ્યો હતો.
પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહાએ 4 રન, શુભમન ગિલે 45 રન, સાઇ સુધરસને 20 રન, હાર્દિક પંડ્યાએ 28 રન, અભિનવ મનોહરે 27 રન, ડેવિડ મિલરે 46 રન, રાહુલ તેવટિયાએ 1 રન અને રાશિદ ખાને 1 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 7 સિક્સર અને 13 ચોગ્ગા જોવા મળ્યા હતા.
પ્રથમ ઈનિંગમાં રાજસ્થાન રોયલ્સ તરફથી ચહલ, ઝામ્પા અને ટ્રેન્ટ બોલ્ટે 1-1 વિકેટ લીધી હતી. સંદીપ શર્માએ 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ લીધી હતી.
મેચની પ્રથમ ઓવરમાં જ રોમાંચક ઘટના મેદાન પર બની હતી. રિદ્વિમાન સાહા ટ્રેન્ટ બોલ્ટની ઓવરમાં ત્રીજી બોલ પર શોર્ટ મારવાના ચક્કરમાં બોલ હવામાં ઊંચાઈ પર પહોંચાડી બેઠો હતો. આ કેચ પકડવા માટે કેપ્ટન સંજૂ સહિત ટીમના ત્રણ ખેલાડીઓ બોલ તરફ જોઈને દોડયા હતા.
અંતે ત્રણેય ખેલાડીઓ એકબીજા સાથે અથડાયા હતા. પણ બોલ એક ખેલાડીને અથડાઈને બોલર ટ્રેન્ટ બોલ્ટના હાથમાં પહોંચ્યો હતો. સાહા માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો.
ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન): રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), શુભમન ગિલ, સાઇ સુધરસન, હાર્દિક પંડ્યા(કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, મોહિત શર્મા
રાજસ્થાન રોયલ્સ (પ્લેઇંગ ઇલેવન): જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, એડમ ઝમ્પા, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો
Published On - 9:12 pm, Sun, 16 April 23