
Gujarat Titans vs Lucknow Super Giants IPL 2023 Live Score in Gujarati: IPLની 51મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. બંને વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બે ભાઈઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા કેપ્ટન તરીકે પ્રથમ વખત આમને-સામને હતા.ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે લખનૌ ત્રીજા સ્થાને છે.ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 56 રને જોરદાર જીત મેળવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ સીલ કરી લીધું હતું. તેના 11 મેચમાં 16 પોઈન્ટ છે.
આ પણ વાંચો : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘ભાઈ-ભાઈ’, ગુજરાતે લખનૌને આપ્યો વિશાળ ટાર્ગેટ, ટાઇટન્સનો IPLમાં હાઈએસ્ટ સ્કોર
ગુજરાતનો આ આઠમો વિજય છે. તેને આ સિઝનમાં માત્ર ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ લખનૌની 11 મેચમાં આ પાંચમી હાર છે. તેને પાંચ જીત મળી છે. એક મેચમાં પરિણામ આવ્યું નથી. લખનૌના 11 પોઈન્ટ છે અને તે ત્રીજા સ્થાને છે.લખનૌના કેપ્ટન કૃણાલ પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતે 20 ઓવરમાં બે વિકેટે 227 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 171 રન જ બનાવી શકી હતી. IPLમાં પહેલીવાર બે ભાઈઓ એકબીજા સામે કેપ્ટનશિપ કરતા જોવા મળ્યા હતા. હાર્દિકે કૃણાલને હરાવીને પહેલી ગેમ જીતી લીધી છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 56 રને જોરદાર જીત મેળવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ સીલ કરી લીધું હતું. તેના 11 મેચમાં 16 પોઈન્ટ છે. ગુજરાતનો આ આઠમો વિજય છે. તેને આ સિઝનમાં માત્ર ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ લખનૌની 11 મેચમાં આ પાંચમી હાર છે. તેને પાંચ જીત મળી છે. એક મેચમાં પરિણામ આવ્યું નથી. લખનૌના 11 પોઈન્ટ છે અને તે ત્રીજા સ્થાને છે.
મોહિત શર્માએ મેચની દિશા ગુજરાત તરફ બદલી. તેણે ટીમને સફળતા અપાવી અને લખનૌની ટીમ બરબાદ દેખાઈ. હવે ગુજરાતની ટીમ જીતના માર્ગ પર છે.
આયુષ બદોની 11 બોલમાં 21 રન બનાવી પેવેલિયન પરત ફર્યો, આયુષ બદોની નુરના હાથે કેચ આઉટ થયો
આયુષ બદોનીએ 19મી ઓવરના બીજા બોલ પર સિક્સ ફટકારી
લખનૌ સુપર જાયન્ટ્સને 16 બોલમાં જીતવા માટે 75 રનની જરૂર છે
ક્વિન્ટન ડિકોક 41 બોલમાં 70 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે.
ક્વિન્ટન ડિકોક 16મી ઓવરના પ્રથમ બોલ પર સિક્સ ફટકારી છે.
લખનૌ સુપર જાયન્ટ્સને ત્રીજો ઝટકો લાગ્યો છે. માર્કેસ સ્ટોઈનિસ 9 બોલમાં માત્ર 4 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે.
દીપક હુડ્ડાના રૂપમાં લખનૌને ત્રીજો ફટકો લાગ્યો હતો. બીજી તરફ, ક્વિન્ટન ડિકોક અડધી સદી સાથે ક્રિઝ સંભાળી રહ્યો છે. ટીમને જીતવા માટે 41 બોલમાં 110 રનની જરૂર છે.
ગુજરાત સામે લખનૌ સુપર જાયન્ટ્સે 13 ઓવરમાં 2 વિકેટે 117 રન બનાવ્યા છે. ટીમે 10 ઓવરમાં 102 રન બનાવ્યા હતા. છેલ્લી બે ઓવરમાં માત્ર 11 રન જ બન્યા છે. ક્વિન્ટન ડિકોક 32 બોલમાં 51 અને ટીમને જીતવા માટે 42 બોલમાં 111 રન બનાવવાના છે.
લખનૌ સુપર જાયન્ટ્સને બીજો ઝટકો દિપક હુડ્ડાના રુપમાં લાગ્યો છે. દિપર હુડ્ડા 11 બોલમાં 11 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે
આઈપીએલ 2023માં પ્રથમ મેચ રમી રહેલા ક્વિન્ટન ડિકોકે માયર્સની વિકેટ પડ્યા બાદ ટીમને આગળ લઈ જવાની જવાબદારી લીધી છે. તે પોતાની અડધી સદીથી માત્ર 3 રન દૂર છે.
લખનૌએ11 ઓવરમાં એક વિકેટે 107 રન બનાવ્યા છે. ક્વિન્ટન ડિકોક 26 બોલમાં 46 અને દીપક હુડ્ડાએ 7 બોલમાં 7 રન બનાવીને અણનમ છે.
ક્વિન્ટન ડિકોકે 10મી ઓવરના છેલ્લા બોલ પર સિક્સ ફટકારી
મોહિત શર્માએ ગુજરાત ટાઇટન્સને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે નવમી ઓવરના બીજા બોલ પર કાયલ મેયર્સને આઉટ કર્યો. મેયર્સે 32 બોલમાં 48 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. રાશિદ ખાને 26 મીટર દોડીને શાનદાર કેચ પકડ્યો હતો. એક તબક્કે એવું લાગતું હતું કે તે કેચ પકડી શકશે નહીં, પરંતુ ટીમ માટે એક સરસ કેચ લીધો.
લખનૌ સુપર જાયન્ટ્સને પ્રથમ ઝટકો લાગ્યો છે. 32 બોલમાં 48 રન બનાવી પવેલિયન પરત ફર્યો છે.
લખનૌ સુપર જાયન્ટ્સના ઓપનર ક્વિન્ટન ડિકોક અને કાયલ મેયર્સે ટીમને તોફાની શરૂઆત અપાવી છે. બંનેએ પ્રથમ વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી છે. લખનૌએ 8 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 84 રન બનાવ્યા છે. કાયલ મેયર્સ 30 બોલમાં 48 રન બનાવીને રમી રહ્યો છે. ક્વિન્ટન ડિકોકે 17 બોલમાં 31 રન બનાવ્યા છે
ક્વિન્ટન ડિકૉકે 8મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
લખનૌ સુપર જાયન્ટ્સને 78 બોલમાં જીતવા માટે 152 રનની જરૂર છે
લક્ષ્યનો પીછો કરતા લખનૌએ શાનદાર શરૂઆત કરી છે. કાયલ માયર્સ અને ક્વિન્ટન ડિકૉકે ક્રિઝ પર તાબડતોડ બેટિંગ કરી રહ્યા છે પાવર પ્લેમાં બંને બેટ્સમેનોએ સાથે મળીને ટીમને 72 રન સુધી પહોંચાડી દીધી છે.
6 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 72/0 છે.ક્વિન્ટન ડિકોક 11 બોલમાં 24 રન અને કાયલ મેયર્સ 25 બોલમાં 44 રન બનાવી રમી રહ્યા છે.
કાયલ મેયર્સે છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સ સામે ધમાકેદાર શરૂઆત કરી છે. તેણે 5 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 50 રન બનાવ્યા છે. કાયલ મેયર્સ 19 બોલમાં 36 અને ક્વિન્ટન ડિકોક 11 બોલમાં 24 રન બનાવીને અણનમ છે. ગુજરાતનો વિકેટકીપર રિદ્ધિમાન સાહા ઈજાના કારણે બહાર છે. તેની જગ્યાએ કેએસ ભરત વિકેટકીપિંગ કરી રહ્યો છે.
4 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 45/0 છે.ક્વિન્ટન ડિકોક 7 બોલમાં 17 રન અને કાયલ મેયર્સ 17 બોલમાં 29 રન બનાવી રમી રહ્યા છે.
કાયલ માયર્સે ચોથી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો છે.
228 રનનો પીછો કરતા લખનૌના ઓપનરોએ ધમાકેદાર શરૂઆત કરી હતી. બંને બેટ્સમેન ચોગ્ગા અને છગ્ગા સાથે રમતા જોવા મળી રહ્યા છે. લખનૌ માત્ર 3 ઓવરમાં 35 રન સુધી પહોંચી ગયું છે.
ક્વિન્ટન ડિકોક, કાયલ મેયર્સ ક્રિઝ પર રમી રહ્યા છે, 2 ઓવર બાદ લખનૌનો સ્કોર 16/0
લખનૌના કેપ્ટન કેએલ રાહુલને છેલ્લી મેચમાં હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. જે બાદ કાયલ માયર્સ અને ક્વિન્ટન ડિકોક ઇનિંગની શરૂઆત કરતા જોવા મળ્યા છે
ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપરજાયન્ટ્સને જીતવા માટે 228 રનનો ટાર્ગેટ આપ્યો છે. તેણે 20 ઓવરમાં બે વિકેટે 227 રન બનાવ્યા હતા. ગુજરાત માટે શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ તોફાની અડધી સદી ફટકારી હતી. ગિલે 51 બોલમાં અણનમ 94 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. રિદ્ધિમાન સાહાએ 43 બોલમાં 81 રનની ઇનિંગ રમી હતી. તેણે 10 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ડેવિડ મિલર 12 બોલમાં 21 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 15 બોલમાં 25 રન બનાવ્યા હતા. તેણે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી. લખનૌ તરફથી મોહસીન ખાન અને અવેશ ખાને એક-એક વિકેટ લીધી હતી.
શુભમન ગિલ પોતાની સદી પુરી કરવા તરફ આગળ વધી રહ્યો છે.
ડેવિડ મિલરે 19મી ઓવરના ચોથા બોલ પર સિક્સ ફટકારી
ગુજરાત ટાઈટન્સનો સ્કોર 17 ઓવર બાદ 200 રનને પાર કરી ગયો છે.
ગિલે 17મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો
હાર્દિક પંડ્યા 15 બોલમાં 25 રન બનાવી પેવેલિયન પરત ફર્યો, હાર્દિક પંડ્યાનો કેચ તેના જ ભાઈ અને લખનૌ ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યાએ કર્યો હતો
શુભમન ગિલે 16મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, આ તેની આજની મેચનો પ્રથમ ચોગ્ગો છે.
15 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 176/1
હાર્દિક પંડ્યાએ 15મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ સિકસ ફટકારી
શુભમન ગિલે 15મી ઓવરના પહેલા બોલ પર સિક્સ ફટકારી
ગુજરાત ટાઈટન્સનો સ્કોર 14ઓવર બાદ 156/1 છે. હાર્દિક પંડ્યા 8 બોલમાં 10 રન અને શુભમન ગિલ 34 બોલમાં 60 રન બનાવી રમી રહ્યા છે
ગુજરાત ટાઈટન્સનો સ્કોર 13 ઓવર બાદ 145/1 છે. હાર્દિક પંડ્યા 4 બોલમાં 2 રન અને શુભમન ગિલ 32 બોલમાં 58 રન બનાવી રમી રહ્યા છે
ગુજરાત ટાઇટન્સને પ્રથમ ઝટકો રિદ્ધિમાન સાહાના રુપમાં લાગ્યો છે. રિદ્ધિમાન સાહા 43 બોલમાં 81 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે.
ગિલે 12મી ઓવરના છેલ્લા બોલ પર સિક્સ ફટકારી
શુભમન ગિલે 29 બોલમાં પોતાની અડધી સદી પુરી કરી છે. ગિલની આ સિઝનની ચોથી અડધી સદી છે,
ગુજરાત ટાઇટન્સે 11ઓવરમાં વિના વિકેટે 127 રન બનાવ્યા છે. રિદ્ધિમાન સાહા 39 બોલમાં 75 અને શુભમન ગિલ 27 બોલમાં 48 રન બનાવીને અણનમ છે.
ગુજરાતના ઓપનિંગ બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને ગિલ ક્રિઝ પર જામ્યા છે. આ સાથે જ શુભમન ગિલ પણ સિક્સરનો વરસાદ વરસાવતો જોવા મળી રહ્યો છે. ગુજરાતે 10 ઓવરમાં 120 રન બનાવ્યા છે.
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ સંકટમાં આવી ગઈ છે. તે વિકેટની શોધમાં છે ગુજરાતનો સ્કોર 9 ઓવર બાદ 100 રનને પાર કરી ગયો છે અને લખનૌના ખાતામાં હજુ સુધી એક પણ વિકેટ આવી નથી.
ગિલે 9મી ઓવરના પ્રથમ બોલ પર સિક્સ ફટકારી, ત્યાર બાદ ચોથા બોલ પર વધુ એક સિક્સ ફટકારી
રિદ્ધિમાન સાહાએ 8મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ ચોથા બોલ પર ફરી એક ચોગ્ગો ફટકાર્યો ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
લખનૌ સામે ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સનો પાવરપ્લે સમાપ્ત થઇ ગયો છે. તેણે 7 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 82 રન બનાવ્યા છે. રિદ્ધિમાન સાહા 27 બોલમાં 56 અને શુભમન ગિલ 15 બોલમાં 24 રન બનાવીને અણનમ છે. સાહાએ માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સિઝનમાં આ તેની પ્રથમ અડધી સદી છે.
શુભમન ગિલે 6ઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર શાનદાર સિક્સ ફટકારી
રિદ્ધિમાન સાહાએ અમદાવાદમાં વિસ્ફોટક બેટિંગ કરતાં તેની IPL કારકિર્દીની 12મી અડધી સદી પૂરી કરી છે. હાલમાં તે પોતાની ટીમ માટે 20 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 52 રન બનાવીને રમી રહ્યો છે.
ગુજરાત માટે રિદ્ધિમાન સાહાએ તોફાની શરૂઆત કરી હતી. તેણે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. સાહાએ દરેક ઓવરમાં બાઉન્ડ્રી ફટકારી હતી
ગુજરાત ટાઈટન્સની ટીમે વિસ્ફોટક બેટિંગ કરતા પોતાની પ્રથમ પાંચ ઓવરમાં કોઈપણ નુકશાન વિના 63 રન બનાવ્યા છે. ટીમ તરફથી રિદ્ધિમાન સાહા 19 બોલમાં 46 રન અને શુભમન ગિલ 11 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યા છે.
ગુજરાત ટાઇટન્સની ટીમે તેના 50 રન પૂરા કર્યા છે. આ આંકડા સુધી પહોંચવા માટે ટીમને ચાર ઓવરનો સામનો કરવો પડ્યો છે.
રિદ્ધિમાન સાહએ ચોથી ઓવરના પહેલા બોલ પર સિક્સ ફટકારી, ત્યારબાદ ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ સિક્સ ફટકારી
રિદ્ધિમાન સાહએ ચોથી ઓવરના પહેલા બોલ પર સિક્સ ફટકારી
ત્રીજી ઓવર લખનૌનો કેપ્ટન કૃણાલ પંડ્યા લઈને આવ્યો હતો.આ ઓવરમાં કુલ 8 રન ગુજરાતના ખાતામાં આવ્યા હતા.
રિદ્ધિમાન સાહાએ ત્રીજી ઓવરમાં કૃણાલ પંડ્યાના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
રિદ્ધિમાન સાહાએ બીજી ઓવરના પાંચમાં બોલ પર સિક્સ ફટકારી, ત્યારબાદ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
1 ઓવર બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 12/0, રિદ્ધિમાન સાહ 6 બોલમાં 10 રન અને ગિલ 0 બોલમાં 0 રન બનાવી રમી રહ્યા છે.
રિદ્ધિમાન સાહા પ્રથમ ઓવરના ચોથા બોલ પર શાનદાર ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ ફરી એક ચોગ્ગો પાંચમા બોલ પર ફટકાર્યો
ગુજરાત ટાઇટન્સ તરફથી ઇનિંગ્સની શરૂઆત કરવા માટે રિદ્ધિમાન સાહા સાથે શુભમન ગિલ આવ્યો છે. મોહસીન ખાન લખનૌ સુપર જાયન્ટ્સ માટે પ્રથમ ઓવર નાખવા માટે તૈયાર છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. આ મેચમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા આમને સામને છે. આ પણ વાંચો : Hardik Pandya vs Krunal Pandya: અમદાવાદમાં પંડ્યા vs પંડ્યાનો જંગ, હાર્દિક અને કૃણાલ IPL માં નવો ઈતિહાસ રચશે
ક્વિન્ટન ડિકોક લખનૌની ટીમમાં પરત ફર્યો છે. નવીન-ઉલ-હકને બહાર કરવામાં આવ્યો છે. જોશ લિટલના સ્થાને અલઝારી જોસેફને ગુજરાતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. IPLમાં પહેલીવાર બે ભાઈઓ કેપ્ટન તરીકે સામસામે છે.
#LSG Skipper Krunal Pandya has won the toss and elects to bowl first against the #GujaratTitans
Live – https://t.co/DEuRiNeIOF #TATAIPL #GTvLSG #IPL2023 pic.twitter.com/lDJMv41bzK
— IndianPremierLeague (@IPL) May 7, 2023
ગુજરાત ટાઇટન્સઃ રિદ્ધિમાન સાહા , શુભમન ગિલ, હાર્દિક પંડ્યા , વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી.
લખનૌ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડિકોક, કાયલ મેયર્સ, દીપક હુડા, કરણ શર્મા, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઇનિસ, સ્વપ્નિલ સિંહ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, અવેશ ખાન.
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કૃણાલ પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. હાર્દિક પંડ્યાની ટીમ પ્રથમ બેટિંગ કરશે. ક્વિન્ટન ડિકોક લખનૌની ટીમમાં પરત ફર્યો છે. જોશ લિટલના સ્થાને અલઝારી જોસેફને ગુજરાતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીત્યો અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે
IPL 2023 ની 51મી મેચ ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે.
Published On - 3:00 pm, Sun, 7 May 23