અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની 16મી સિઝનની શરુઆત થઈ હતી. ધમાકેદાર ઓપનિંગ સેરેમની બાદ પ્રથમ મેચની શરુઆત થઈ હતી. ગુજરાત ટાઈન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સની આ સિઝનની પ્રથમ મેચ રમાઈ હતી. હાર્દિક પંડયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. 20 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 178 રન રહ્યો હતો. 179 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાતની ટીમની શરુઆત શાનદાર રહી હતી. અંતિમ ઓવરમાં ગુજરાત ટાઈટન્સે રોમાંચક જીત મેળવી હતી.
🚨 Team Updates🚨
A look at the Playing XIs of @gujarat_titans & @ChennaiIPL 👌👌
Follow the match ▶️ https://t.co/61QLtsnj3J#TATAIPL | #GTvCSK pic.twitter.com/EvOxWNsk2d
— IndianPremierLeague (@IPL) March 31, 2023
ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન- ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઈન અલી, શિવમ દુબે, એમએસ ધોની (w/c), રવિન્દ્ર જાડેજા, મિશેલ સેન્ટનર, દીપક ચહર, રાજવર્ધન હંગરગેકર
ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ ઈલેવન – રિદ્ધિમાન સાહા(W), શુભમન ગિલ, કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા(C), વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, યશ દયાલ, અલઝારી જોસેફ
20 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 178 રન રહ્યો હતો. 179 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાતની ટીમની શરુઆત શાનદાર રહી હતી. અંતિમ ઓવરમાં ગુજરાત ટાઈટન્સે રોમાંચક જીત મેળવી હતી.
ગુજરાત તરફથી રાહુલ તેવટિયા 5 રન અને રાશિદ 10 રન બનાવી રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 8 બોલમાં 6 રનની જરુર
ગુજરાતની પાંચમી વિકેટ પડી, શંકર 27 રન બનાવી આઉટ
ગુજરાત તરફથી રાહુલ તેવટિયા 3 રન અને શંકર 21 રન બનાવી રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સને મળ્યો છે 179 રનનો ટાર્ગેટ. ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 18 બોલમાં 30 રનની જરુર
ગુજરાત તરફથી રાહુલ તેવટિયા 1 રન અને શંકર 19 રન બનાવી રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સને મળ્યો છે 179 રનનો ટાર્ગેટ
ગુજરાતની ચોથી વિકેટ પડી, ગિલ 63 રન બનાવી કેચ આઉટ
ગુજરાત તરફથી ગિલ 56 રન અને શંકર 9 રન બનાવી રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સને મળ્યો છે 179 રનનો ટાર્ગેટ
શુભમન ગિલે ફટકારી ફિફટી, જાડેજાએ લીધી હાર્દિકની વિકેટ. ગુજરાત ટાઈટન્સને મળ્યો છે 179 રનનો ટાર્ગેટ
ગુજરાત તરફથી ગિલ 51 રન અને હાર્દિક પંડયા 8 રન બનાવી રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સને મળ્યો છે 179 રનનો ટાર્ગેટ
ગુજરાત તરફથી ગિલ 49 રન અને હાર્દિક પંડયા 5 રન બનાવી રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સને મળ્યો છે 179 રનનો ટાર્ગેટ
ગુજરાત તરફથી ગિલ 38 રન અને હાર્દિક પંડયા 3 રન બનાવી રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સને મળ્યો છે 179 રનનો ટાર્ગેટ
ગુજરાત ટાઈટન્સની બીજી વિકેટ પડી, ઈમ્પેક્ટ પ્લેઈયર સુદર્શન 22 રન બનાવી આઉટ
ગુજરાત તરફથી ગિલ 37 રન અને સાંઈ સુંદરસન 20 રન બનાવી રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સને મળ્યો છે 179 રનનો ટાર્ગેટ
ગુજરાત તરફથી ગિલ 33 રન અને સાંઈ સુંદરસન 19 રન બનાવી રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સને મળ્યો છે 179 રનનો ટાર્ગેટ
ગુજરાત તરફથી ગિલ 27 રન અને સાંઈ સુંદરસન 14 રન બનાવી રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સને મળ્યો છે 179 રનનો ટાર્ગેટ
ગુજરાત તરફથી ગિલ 25 રન અને સાંઈ સુંદરસન 11 રન બનાવી રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સને મળ્યો છે 179 રનનો ટાર્ગેટ
ગુજરાત તરફથી ગિલ 21 રન અને સાંઈ સુંદરસન 6 રન બનાવી રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સને મળ્યો છે 179 રનનો ટાર્ગેટ. આ ઓવરમાં શાનદાર સિક્સર જોવા મળી.
ગુજરાત તરફથી ગિલ 9 રન અને સાંઈ સુંદરસન 4 રન બનાવી રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સને મળ્યો છે 179 રનનો ટાર્ગેટ
ગુજરાત ટાઈટન્સની પ્રથમ વિકેટ પડી, શાહ 25 રન બનાવી આઉટ
ગુજરાત તરફથી રિદ્ધિમાન શાહ 20 રન અને ગિલ 8 રન બનાવી રમી રહ્યાં છે. ગુજરાત ટાઈટન્સને મળ્યો છે 179 રનનો ટાર્ગેટ
દેશપાંડેની ઓવરમાં 14 રન મળ્યા. ગુજરાત તરફથી રિદ્ધિમાન શાહ 11 રન અને ગિલ 6 રન બનાવી રમી રહ્યાં છે. આ ઓવરમાં સિક્સર અને ચોગ્ગો જોવા મળ્યો હતો. રિદ્ધિમાન શાહે ગુજરાત ટાઈટન્સ માટે સિઝનની પ્રથમ સિક્સર અને ચોગ્ગો ફટકાર્યો હતો.
1 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 3 /0. ગુજરાત તરફથી રિદ્ધિમાન શાહ અને શુભમન ગિલ ઓપનર તરીકે આવ્યા છે.
20 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 178 /7, ગુજરાત ટાઈન્ટસને 179 રનનો ટાર્ગેટ મળ્યો
ગુજરાતના બોલર શમીની ઓવરમાં ચેન્નાઈને 10 રન મળ્યા. ચેન્નાઈ તરફથી ધોની 2 રન અને સેન્ટનર 1 રન સાથે રમી રહ્યા છે.
ચેન્નાઈની સાતમી વિકેટ પડી, શમીની ઓવરમાં શિવમ દુબે 19 રન બનાવી કેચ આઉટ
ગુજરાતના બોલર જોસેફની ઓવરમાં ચેન્નાઈને 3 રન મળ્યા. ચેન્નાઈ તરફથી ધોની 1 રન અને દુબે 11 રન સાથે રમી રહ્યા છે.
જોસેફની ઓવરમાં બીજી વિકેટ પડી, જાડેજા 1 રન બનાવી કેચ આઉટ થયો
જોસેફની ઓવરમાં ગાયકવાર 92 રન બનાવી આઉટ થયો, તે સિઝનની પ્રથમ સેન્ચુરી ચૂક્યો છે.
ગુજરાતના બોલર રાશિદ ખાનની ઓવરમાં ચેન્નાઈને 11 રન મળ્યા. ચેન્નાઈ તરફથી રુતુરાજ ગાયકવાડ 92 રન અને દુબે 9 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરના પ્રથમ બોલ પર એક સિક્સર જોવા મળી.
ગુજરાતના બોલર જોશુઆ લિટલની ઓવરમાં ચેન્નાઈને 7 રન મળ્યા. ચેન્નાઈ તરફથી રુતુરાજ ગાયકવાડ 82 રન અને દુબે 9 રન સાથે રમી રહ્યા છે.
ગુજરાતના બોલર હાર્દિકની ઓવરમાં ચેન્નાઈને 8 રન મળ્યા. ચેન્નાઈ તરફથી રુતુરાજ ગાયકવાડ 79 રન અને દુબે 4 રન સાથે રમી રહ્યા છે.
ગુજરાતના બોલર Joshua Littleની ઓવરમાં ચેન્નાઈને 7 રન મળ્યા. ચેન્નાઈ તરફથી રુતુરાજ ગાયકવાડ 70 રન અને દુબે 0 રન સાથે રમી રહ્યા છે.
ચેન્નાઈની ચોથી વિકેટ પડી, રાયડુ 12 રન બનાવી આઉટ
ગુજરાતના બોલર Yash Dayalની ઓવરમાં ચેન્નાઈને 14 રન મળ્યા. ચેન્નાઈ તરફથી રુતુરાજ ગાયકવાડ 70 રન અને રાયડુ 11 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં બે સિક્સર જોવા મળી.
ગુજરાતના બોલર Joshua Littleની ઓવરમાં ચેન્નાઈને 7 રન મળ્યા. ચેન્નાઈ તરફથી રુતુરાજ ગાયકવાડ 63 રન અને રાયડુ 4 રન સાથે રમી રહ્યા છે.
ચેન્નાઈ તરફથી રુતુરાજ ગાયકવાડ 57 રન અને રાયડુ 3 રન સાથે રમી રહ્યા છે.
ગુજરાતના બોલર જોસેફની ઓવરમાં ચેન્નાઈને 18 રન મળ્યા. ચેન્નાઈ તરફથી રુતુરાજ ગાયકવાડ 56 રન અને રાયડુ 1 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં શાનદાર સિક્સર જોવા મળી.
ગુજરાતના બોલર રાશિદની ઓવરમાં ચેન્નાઈને 8 રન મળ્યા. ચેન્નાઈ તરફથી રુતુરાજ ગાયકવાડ 38 રન અને રાયડુ 1 રન સાથે રમી રહ્યા છે.
રાશિદ ખાનની ઓવરમાં ચેન્નાઈની ત્રીજી વિકેટ પડી, બેન સ્ટોસ 7 રન બનાવી આઉટ
ગુજરાતના બોલર હાર્દિકની ઓવરમાં ચેન્નાઈને 13 રન મળ્યા. ચેન્નાઈ તરફથી રુતુરાજ ગાયકવાડ 36 રન અને બેન સ્ટોક 2 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં બે સિક્સર જોવા મળી.
ગુજરાતના બોલર રાશિદ ખાનની ઓવરમાં ચેન્નાઈને 5 રન મળ્યા. ચેન્નાઈ તરફથી રુતુરાજ ગાયકવાડ 24 રન અને બેન સ્ટોક 1 રન સાથે રમી રહ્યા છે.
ચેન્નાઈની બીજી વિકેટ પડી, રાશિદ ખાનની ઓવરમાં મોઈન અલી 23 રન બનાવી આઉટ.
ગુજરાતના બોલર મોહમ્મદ શમીની ઓવરમાં 17 રન મળ્યા. ચેન્નાઈ તરફથી રુતુરાજ ગાયકવાડ 24 રન અને મોઈન અલી 19 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં આ સિઝનની પ્રથમ નો બોલ જોવા મળી હતી. મોઈન અલીએ આ સિઝનની પ્રથમ ફ્રિ હિટ બોલ રમી હતી. આ ઓવરમાં એક ચોગ્ગો અને સિક્સર જોવા મળી.
ગુજરાતના બોલર Joshua Littleની ઓવરમાં 15 રન મળ્યા. ચેન્નાઈ તરફથી રુતુરાજ ગાયકવાડ 23 રન અને મોઈન અલી 4 રન સાથે રમી રહ્યા છે.
ગાયકવાડે Joshua Littleની ચોથી ઓવરમાં આ સિઝનની પ્રથમ સિક્સર ફટકારી.
ગુજરાતના બોલર મોહમ્મદ શમીની ઓવરમાં 1 રન મળ્યા. ચેન્નાઈ તરફથી રુતુરાજ ગાયકવાડ 12 રન અને મોઈન અલી 0 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા.
ચેન્નાઈ સુપર કિંગ્સની પ્રથમ વિકેટ પડી, મોહમ્મદ શામીની ઓવરમાં ડેવિડ કોન્વે 1 રન બનાવી આઉટ
બીજી ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 13 /0. ગુજરાતના બોલર હાર્દિક પંડયાની ઓવરમાં 11 રન મળ્યા. ચેન્નાઈ તરફથી રુતુરાજ ગાયકવાડ 10 રન અને ડેવોન કોનવે 0 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા.
ગુજરાતના બોલર મોહમ્મદ શમીની ઓવરમાં 2 રન મળ્યા. ચેન્નાઈ તરફથી રુતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ઓપનર તરીકે આવ્યા છે.
રિદ્ધિમાન સાહા(W), શુભમન ગિલ, કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા(C), વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, યશ દયાલ, અલઝારી જોસેફ
ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઈન અલી, શિવમ દુબે, એમએસ ધોની (w/c), રવિન્દ્ર જાડેજા, મિશેલ સેન્ટનર, દીપક ચહર, રાજવર્ધન હંગરગેકર
ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, 7.30 કલાકે શરુ થશે મેચ
ભવ્ય ઓપનિંગ સેરેમની બાદ ટૂંક સમયમાં આઈપીએલની 16મી સિઝનની પ્રથમ મેચનો ટોસ થશે.
અરિજીત સિંહના સોન્ગ પર ઝૂમી ઉઠયુ સ્ટેડિયમ, ઓપનિંગ સેરેમનીની ધમાકેદાર શરુઆત
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ શરુ થઈ છે. સિંગર અરિજીત સિંહે ઓપનિંગ સેરેમની શરુઆત કરી છે. સ્ટેડિયમમાં લાખો ફેન્સ હાજર છે.
!
The #TATAIPL 2023 is here pic.twitter.com/hXK7jf48qQ
— IndianPremierLeague (@IPL) March 31, 2023
આઇપીએલ 2023ની હરાજી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદમાં કુલ 25 ખેલાડીઓ છે. જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 22, મુંબઈ ઇન્ડિયન્સમાં 24, પંજાબ કિંગ્સમાં કુલ 22 ખેલાડીઓ છે. IPL 2023માં કુલ 70 લીગ મેચો અને 4 પ્લેઓફ મેચો હશે, જો આપણે લીગ મેચોની વાત કરીએ તો કોઈ દિવસ બે મેચ અને કોઈ દિવસ એક મેચ રમાશે. 59 દિવસમાં કુલ 18 ડબલ હેડર મેચ રમાશે.
હવે હિન્દી, અંગ્રેજી સહિત 12 ભાષામાં IPL પર કોમેન્ટ્રી થશે. સ્ટાર સ્પોર્ટ્સ પર હિન્દી, અંગ્રેજી સહિત 9 ભાષામાં કોમેન્ટ્રી થશે. સ્ટાર ટીવી અને જિયો સિનેમામાં અંગ્રેજી, હિન્દી, તમિળ, તેલુગુ, કન્નડ, મરાઠી, ગુજરાતી, બંગાળી, મલયાલમ ભાષાઓમાં કોમેન્ટરી હશે. ઘણા દિગ્ગજ ક્રિકેટરો IPLમાં અનેક ભાષાઓમાં કોમેન્ટ્રી માટે જિયો અને સ્ટાર સ્પોર્ટ્સ પર ડેબ્યુ કરશે, જેમાં મુરલી વિજય, એસ શ્રીસંત, યુસુફ પઠાણ, મિતાલી રાજ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથનો સમાવેશ થાય છે.
હિન્દી કોમેન્ટરી પેનલમાં વીરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, મિતાલી રાજ, મોહમ્મદ કૈફ, સંજય માંજરેકર, ઈમરાન તાહિર, દીપ દાસ ગુપ્તા, અજય મહેરા, પદ્મજિત સેહરાવત, જતીન સપ્રુનો સમાવેશ થાય છે.તો આ તરફ જિયો સિનેમામાં આકાશ ચોપરા, પાર્થિવ પટેલ, ઓવેશ શાહ, ઝહીર ખાન, સુરેશ રૈના, અનિલ કુંબલે, આરપી સિંહ, પ્રજ્ઞાન ઓઝા, નિખિલ ચોપરા, સબા કરીમ, અનંત ત્યાગી, રિદ્ધિમા પાઠક, સુરભિ વૈદ્ય, ગ્લેન સલદાન્હાને સામેલ કરાયાં છે.
ઈંગ્લિશ પેનલમાં સુનીલ ગાવસ્કર, જેક્સ કાલિસ, કેવિન પીટરસન, મેથ્યુ હેડન, એરોન ફિન્ચ, ટોમ મૂડી, પોલ કોલિંગવૂડ, ડેનિયલ વિટ્ટોરી, ડેની મોરિસન, સ્ટીવ સ્મિથ અને ડેવિડ હસ્સીને સામેલ કર્યા છે. એરોન ફિન્ચ અને સ્ટીવ સ્મિથ IPLમાં સ્ટાર ટીમ માટે પ્રથમ વખત કોમેન્ટરી કરતા જોવા મળશે.
IPLમાં સૌથી વધુ સિક્સર મારનાર ક્રિસ ગેલ , એબી ડિવિલિયર્સ, ઈયોન મોર્ગન, બ્રેટ લી, ગ્રીમ સ્વાન, ગ્રીમ સ્મિથ, સ્કોટ સ્ટાયરિસ, સંજના ગણેશન, સુપ્રિયા સિંહ, સુહેલ ચંડોકને પણ જિયો સિનેમાની ઈંગ્લિશ કોમેન્ટરી પેનલમાં સામેલ છે.
ઓપનિંગ સેરેમનીમાં કયા સ્ટાર્સ પરફોર્મ કરશે તે અંગે ત્રણ જાહેરાતો કરવામાં આવી છે. જણાવી દઈએ કે અભિનેત્રી તમન્ના ભાટિયા, રશ્મિકા મંદાના ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરતી જોવા મળશે. ફેમસ સિંગર અરિજીત સિંહ પણ પોતાના અવાજથી સૌ કોઈને મંત્ર મુગ્ધ કરતો જોવા મળશે.
આઈપીએલની 16મી સિઝનની શરુઆત આજે 31 માર્ચથી થઈ રહી છે. આ નવી સિઝન, દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓ માટે નવો રોમાંચ જોવા મળશે. પ્રથમ મેચ વર્તમાન વિજેતા ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમની જોવા મળશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ઓપનિંગ સેરેમની અને પ્રથમ મેચ રમાશે.