IPL 2023 Final Weather Update: ફાઈનલ મેચમાં ફરી વરસાદ બનશે વિલન? જાણો રિઝર્વ ડે પર કેવો રહેશે મોસમનો મિજાજ

|

May 29, 2023 | 9:03 AM

IPL 2023 Final: રવિવારે આઈપીએલની ફાઈનલ મેચના દિવસે વરસાદ રહેવાની સંભાવના હળવી હોવાનુ અનુમાન હતુ, પરંતુ વરસાદની બેટિંગે અસલી બેટિંગની મજા ધોઈ નાંખી હતી. આવામાં સોમવારે કેવુ રહેશે વાતાવરણ એ સવાલ થઈ રહ્યો છે.

IPL 2023 Final Weather Update: ફાઈનલ મેચમાં ફરી વરસાદ બનશે વિલન? જાણો રિઝર્વ ડે પર કેવો રહેશે મોસમનો મિજાજ
Ahmedabad Weather Update Rain Forecast

Follow us on

IPL 2023 Final ની મજા માટે એક દિવસની વધારે રાહ ચાહકોએ જોવી પડી છે. રવિવારે અમદાવાદને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાનારી હતી. પરંતુ વરસાદ ટોસના થોડા સમય પહેલા જ વરસવો શરુ થઈ જતા મેદામાં પાણી પાણી થઈ ગયુ હતુ. વરસાદ વચ્ચે વિરામ લેતા રમત માટે તૈયાર કરવાની શરુઆત કરાઈ હતી, ત્યાં જ ફરી વરસાદી માહોલ શરુ થવાને લઈ આખરે મેચને રિઝર્વ ડે પર રમાડવાનો નિર્ણય થયો હતો. આમ હવે આજે સોમવારે 29 મે એ મેચ રમાશે. હવે ચિંતા એ વાતની છે કે, આજે પણ વરસાદ વિલન બનીને નહીં આવી પહોંચેને.

પહેલા લીગ તબક્કામાં પ્લેઓફમાં કઈ કઈ ટીમ પહોંચશે એ જાણવા માટે અંતિમ મેચ સુધી રાહ જોવી પડી હતી. પ્લેઓફની રેસ જબરદસ્ત રહી હતી. બાદમાં હવે ફાઈનલ માટે લાંબી રાહ જોવી પડી છે. મેચ શરુ થવાના પહેલા જ વરસાદ વરસવો શરુ થઈ જતા મેચની મજા રવિવારે ધોવાઈ ગઈ હતી. જોકે હવે મેચ સોમવારે રમાઈ રહી છે અને વરસાદની આગાહી રિઝર્વ ડે પર મજામાં કંઈક ખલેલ પહોંચાડનારા સમાચાર સાથેની છે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

સોમવારે કેવુ રહેશે વાતાવરણ?

સૌથી મોટો સવાલ ક્રિકેટ ચાહકોને એ થઈ રહ્યો છે કે, સોમવારે અમદાવાદમાં વાતાવરણ કેવુ રહેશે. એક્યુવેધર વેબસાઈટના મુજબ અમદાવાદમાં સોમવારે વાતાવરણ એકદમ સાફ રહી શકે છે. કેટલાક સમયે વાદળો છવાયેલા જોવા મળી શકે છે. વરસાદની સંભાવના જોવામાં આવે તો દિવસે ઓછી છે, હળવો વરસાદ થઈ શકે છે. સાંજે 5 કલાક બાદ કેટલાક સમય માટે વરસાદની સંભાવના વર્તાઈ રહી છે, જેની આગાહી 50 ટકા થી વધારે કરવામાં આવી છે.

 

 

સાંજે 5 કલાક બાદ વરસાદની સંભાવના દર્શાવાઈ છે તે સાંજના 6 કલાક બાદ પણ થોડોક સમય માટે વરસાદ વરસી શકે છે. જોકે ત્યારબાદ વરસાદની સંભાવના હાલતો ઓછી દર્શાવાઈ રહી છે. સાંજે 7 થી 8 કલાક દરમિયાન વાદળો ઘેરાયેલા રહેશે. આમ મેચના ટોસ સમયે વરસાદની ખલેલ શરુઆત મોડી કરાવી શકે છે. પરંતુ મેચ રમાઈ શકે છે. આ પહેલા રવિવારના વાતવરણ અપડેટ મુજબ હળવા વરસાદનુ જ અનુમાન કરવામાં આવ્યુ હતુ. પરંતુ સાંજે વાદળો વરસ્યા તો પૂરો દિવસ જ ધોવાઈ ગયો હતો.

 

આ પણ વાંચોઃ CSK vs GT IPL 2023 Final: મોદી સ્ટેડિયમની એક તસ્વીર વાયરલ થઈ અને મચી ગઈ હલચલ! ચેન્નાઈના ચાહક ભડક્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:59 am, Mon, 29 May 23

Next Article