
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ખજાનામાં દર વર્ષે હજારો કરોડનો વધારો થઈ રહ્યો છે. વિશ્વની સૌથી મોટી T20 ટુર્નામેન્ટ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ આમાં મુખ્ય ભૂમિકા ભજવી છે, અને આ સતત ચાલુ છે. માર્ચમાં આઈપીએલની 19મી સીઝન શરુ થવા જઈ રહી છે. આ પહેલા ફરી એક વખત કેટલીક કંપનીઓ બીસીસીઆઈની સાથે છે. તેમજ કેટલીક જોડાવા માંગે છે. ત્યારે બીસીસીઆઈએ એક મોટી ડીલ કરી છે. જે દુનિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપનીમાં સામેલ ગુગલ સાથે છે. ભારતીય બોર્ડે ગુગલના આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ પ્લેટફોર્મ (Google Gemini) સાથે આ ડીલ કરી છે.
પીટીઆઈના એક રિપોર્ટમાં બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને આ બ્લોકબસ્ટર ડીલનો ખુલાસો થયો છે. જે મુજબ (Google Gemini) આગામી 3 આઈપીએલ સીઝન માટે લીગનું AI સ્પોન્સર હશે. બીસીસીઆઈ અધિકારીએ આ ડીલને આઈપીએલની વધતી વૈશ્વિક
IPLના વધતા વૈશ્વિક મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે આ ત્રણ વર્ષની આ 3 ડીલની કુલ કિંમત 270 કરોડ છે. આનો અર્થ એ થયો કે ભારતીય બોર્ડને Google તરફથી વાર્ષિક 90 કરોડ મળશે.
દુનિયાભરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ‘AI’ દરેક મોરચે ક્રિકેટના વધતા ઉપયોગ અને ક્રિકેટ એનાલિસિસમાં તેની મોટી ભૂમિકાને ધ્યાનમાં રાખીને ગૂગલ અને બીસીસીઆઈ વચ્ચેનો આ ડીલ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે,આ AIને લઈ ભારતીય બોર્ડની આ પહેલી પાર્ટનરશિપ નથી. સૌથી ફેમસ AI પ્લેટફોર્મ અને ગુગલનું સૌથી મોટું હરીફ, ઓપનએઆઈનું ‘ચેટજીપીટી’, મહિલા પ્રીમિયર લીગ (WPL 2026) ની વર્તમાન સીઝનમાં મુખ્ય સ્પોન્સરની ભૂમિકા ભજવી રહ્યું છે.
ક્રિકેટ એનાલિસિસ સિવાય ભારતમાં આ બંન્ને AI પ્લેટફોર્મને સામાન્ય યુઝર્સ પણ ખુબ ઉપયોગ કરી રહ્યું છે. આ માટે બંન્ને દિગ્ગજ કંપની ભારતીય ક્રિકેટ ચાહકો વચ્ચે પોતાની એક મજબુત ઓળખ કરવા માટે મોટી રકમ ખર્ચ કરી રહી છે.BCCIના ખોળાામાં પૈસાનો વરસાદ થઈ રહ્યો છે.
ટૂર્નામેન્ટની વાત કરીએ તો આઈપીએલની નવી સીઝન ટી20 વર્લ્ડકપ 2026 બાદ શરુ થશે. ભારત અને શ્રીલંકામાં 7 ફેબ્રુઆરી થી 8 માર્ચ સુધી વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યં છે. ત્યારબાદ 26 માર્ચથી આઈપીએલ 2026 શરુ થશે. તેમજ આઈપીએલ 31 માર્ચ સુધી રમાશે. નવી સીઝન માટે ઓક્શન થઈ ચૂક્યું છે. પરંતુ હજુ સુધી શેડ્યુલની જાહેરાત કરવામાં આવી નથી. ફેબ્રુઆરીમાં આઈપીએલનું શેડ્યુલ જાહેર થવાની શક્યતા છે.