વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારતીય ક્રિકેટ ટીમ મંગળવારે નેધરલેન્ડ્સ સામે વોર્મ-અપ મેચ રમશે. આ મેચ કેરળના તિરુવનંતપુરમમાં રમાશે. ટીમ ઈન્ડિયા (Team India) પાસે આ મેચમાં પોતાની તૈયારીઓને આખરી ઓપ આપવાની સારી તક છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની પણ આના પર નજર રહેશે. જો કે કોહલીએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો, પરંતુ તે પ્રેક્ટિસ મેચમાં રમી શકે છે.
વિરાટ કોહલી અંગત કારણોસર 30 સપ્ટેમ્બરે ગુવાહાટીથી મુંબઈ ગયો હતો. ભૂતપૂર્વ ભારતીય સુકાની સોમવારે સાંજે પ્રેક્ટિસ સેશન માટે ઉપલબ્ધ નહોતા. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રોએ જણાવ્યું હતું કે આ એક વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન હતું. તે ટૂંક સમયમાં ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે અને જો જરૂર પડશે તો તે પ્રેક્ટિસ મેચ પણ રમશે.
કોહલી ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા, શ્રેયસ અય્યર, ઝડપી બોલર મોહમ્મદ શમીએ પણ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. સ્ટાર ઓપનર શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, સ્પિનર આર અશ્વિન, રવિન્દ્ર જાડેજાએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો.
Indian team management confirms Virat Kohli will be available for selection against Netherlands tomorrow. (Cricbuzz). pic.twitter.com/mlq6EpSoUU
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 2, 2023
ભારતીય ટીમની ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વોર્મ-અપ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા આજની મેચમાં એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે તેના તમામ સ્ટાર ખેલાડીઓ મેદાનમાં ઉતરે અને પોતાના પ્રદર્શનથી વિપક્ષી છાવણીમાં ડર પેદા કરે અને મેચ જીતે.
આ પણ વાંચો : આજે એક નહીં પરંતુ બે ટીમ ઈન્ડિયા મેદાનમાં, 26 ખેલાડીઓ પર રહેશે નજર
નેધરલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચ રોહિત બ્રિગેડ માટે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા પોતાની તૈયારીને ચકાસવાની છેલ્લી તક હશે. ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે ભારત તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. સૂર્યકુમાર યાદવ પાસે પ્રેક્ટિસ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં સ્થાન મેળવવાનો પોતાનો દાવો મજબૂત કરવાની સારી તક છે.