ઈંગ્લેન્ડ પ્રવાસ પર ODI અને T20 સિરીઝ જીત્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) ના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા (Team India) ને T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) પહેલા એક સારા સમાચાર મળ્યા છે. હકિકતમાં ઈજાના કારણે 5 મહિનાથી ક્રિકેટથી દૂર રહેલા બોલર દીપક ચહર (Deepak Chahar) નો એક વીડિયો સામે આવ્યો છે. જેના કારણે ક્રિકેટ ચાહકોમાં તેની જલ્દી વાપસીની આશા વધી ગઈ છે.
ભારતના યુવા ફાસ્ટ બોલર દીપક ચહર (Deepak Chahar) એ પોતાની બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે આ વીડિયો પોસ્ટ દ્વારા લખ્યું છે કે 5 મહિનાથી વધુ સમય પછી હું મેચમાં બોલિંગથી એટલો જ ખુશ છું જેટલો હું ડેબ્યૂ મેચમાં હતો. તેણે સંકેત આપ્યો કે તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા (Team India) માં વાપસી કરશે.
ઇજાના કારણે દીપક ચહર IPL 2022 માં રમી શક્યો નહીં
દીપક ચહર વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જો કે તેની ઈજા શરૂઆતમાં એટલી મોટી ન હતી અને એવી અપેક્ષા હતી કે તે કેટલીક મેચો પછી આઈપીએલમાં ઉપલબ્ધ થશે. પરંતુ તેમ થયું નહીં અને ઈજાને કારણે તે આખી આઈપીએલમાં રમી શક્યો ન હતો.
જો કે બાદમાં તેની સમસ્યા વધી ગઈ. ત્યારે ડોક્ટરોએ તેને કેટલાક અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેવાની સલાહ આપી. એવું લાગી રહ્યું હતું કે T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાનો આ બોલર ફિટ થઈ શકશે કે નહીં. પરંતુ તેની આ પોસ્ટથી આશા જાગી છે કે હવે તે જલ્દી ટીમ ઈન્ડિયામાં પરત ફરી શકે છે.
ભારતના યુવા ફાસ્ટ બોલર દીપક ચહર (Deepak Chahar) એ છેલ્લી T20 મેચ 20 ફેબ્રુઆરી 2022 ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. જ્યારે છેલ્લી ODI મેચ તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 11 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમી હતી. દીપક ચહરના બોલિંગના વીડિયોએ ભારતીય ચાહકોને આશા આપી છે કે તે જલ્દી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકશે.