Rishabh Pant: રિષભ પંતને લઈને સારા સમાચાર, આ સિરીઝથી ટીમ ઈન્ડિયામાં કરશે વાપસી

|

Aug 15, 2023 | 10:36 AM

રિષભ પંત હાલ NCAમાં કમબેક માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે અને ઝડપી રિકવર પર થઈ રહ્યો છે. તે જલ્દી ભારતીય ટીમમાં ફરી કમબેક કમવા માટે તૈયાર થઈ જશે.

Rishabh Pant: રિષભ પંતને લઈને સારા સમાચાર, આ સિરીઝથી ટીમ ઈન્ડિયામાં કરશે વાપસી
Rishabh Pant

Follow us on

ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર રિષભ પંત (Rishabh Pant) હાલમાં રિહેબમાં છે. ગયા વર્ષે 30 ડિસેમ્બરના રોજ રોડ અકસ્માતમાં તે ઘાયલ થયો હતો. હવે તે પોતાની ફિટનેસ મેળવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા (Team India)માં આ વિકેટકીપર બેટ્સમેનના પુનરાગમનને લઈને મોટા સમાચાર આવ્યા છે.

પંતની વાપસીને લઈ અપડેટ

રિષભ પંત ક્યારે વાપસી કરશે? તે ક્યારે મેદાન પર ઉતરશે અને લાંબી સિક્સર ફટકારશે? આ એક એવો સવાલ છે જે કરોડો ક્રિકેટ ચાહકોના મનમાં છે. તમને જણાવી દઈએ કે પંતની વાપસીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિષભ પંત માટે આ વર્ષે વાપસી કરવી મુશ્કેલ છે, પરંતુ તે આવતા વર્ષની શરૂઆતમાં ટીમ ઈન્ડિયામાં પરત ફરશે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

NCAમાં પંતની ફાસ્ટ રિકવરી

NCA તરફથી મળેલા અહેવાલો અનુસાર, રિષભ પંતે હવે પહેલાની જેમ બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને તેણે 140 કિલોમીટર/કલાકની ઝડની બોલિંગનો સમનો કરવાનું શરૂ કર્યું છે. બેટ્સમેન આવા ઝડપી બોલ ત્યારે જ રમી શકે છે જ્યારે તેના પગ અને પીઠનો ભાગ યોગ્ય રીતે કામ કરતા હોય અને સારી વાત એ છે કે પંત હવે યોગ્ય ફાસ્ટ બોલિંગનો સામનો કરી રહ્યો છે.

પંત જાન્યુઆરી 2024માં પુનરાગમન કરશે

જોકે, BCCI પંતની વાપસીની ઉતાવળ કરવા માંગતી નથી. તે પંતને સાજા થવાનો મહત્તમ સમય આપવા માંગે છે. આ જ કારણ છે કે પંત આ વર્ષે મેદાનમાં પરત નહીં ફરે. અહેવાલો અનુસાર, BCCIએ એક યોજના બનાવી છે કે આવતા વર્ષે ઇંગ્લેન્ડની ટેસ્ટ શ્રેણીથી રિષભ પંતને ટીમમાં વાપસી કરવાની તક આપવામાં આવી શકે છે. જો બધુ બરાબર રહ્યું તો પંત જાન્યુઆરી 2024માં પુનરાગમન કરી શકે છે.

આ પણ વાંચો : VIDEO: એશિયા કપમાં સાપનો ખતરો, ખેલાડીઓની સુરક્ષા અંગે સવાલ વચ્ચે શ્રીલંકા કેવી રીતે કરશે આયોજન?

કાર અકસ્માત બાદ ટીમથી બહાર

રિષભ પંત 30 ડિસેમ્બર 2022ના રોજ ગમખ્વાર રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની કારમાં પણ આગ લાગી હતી. કોઈક રીતે તેનો જીવ બચી ગયો અને મુંબઈમાં તેની સર્જરી કરવામાં આવી હતી. સારી વાર એ છે કે તે હવે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article