IPL 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યુવતીએ ધૂરંધર ખેલાડીને કહ્યુ- I Love You ! વાયરલ થયો Video

|

Apr 17, 2023 | 11:20 AM

અમદાવાદમાં રવિવારે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. આ પહેલા રાજસ્થાન રોયલ્સના ક્રિકેટરોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટીશ સેશનમાં હિસ્સો લીધો હતો.

IPL 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યુવતીએ ધૂરંધર ખેલાડીને કહ્યુ- I Love You !  વાયરલ થયો Video
Girl said I love you to Jos Buttler video

Follow us on

IPL 2023 માં રવિવારે રાજસ્થાન રોયલ્સે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે જીત મેળવી હતી. આ જીત સાથે રાજસ્થાને સિઝનમાં પોઈન્ટ્સ ટેબલમાં પોતાનુ નંબર 1 સ્થાન જાળવી રાખ્યુ હતુ. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ ખેલાડીઓ મેચ પહેલા પ્રેક્ટિસ સેશનમાં હિસ્સો લીધો હતો અને આ દરમિયાન ચાહકો આ આ દરમિયાન પોતાના પસંદગીના ક્રિકેટરો સાથે પળવારની મુલાકાત માટે પ્રયાસ કરતા રહેતા હોય છે. કેટલાક ફેન્સ પળ બે પળની વાત દરમિયાન મોટુ આશ્ચર્ય સર્જી દેતા હોય છે. આવુ જ કંઈક પ્રેક્ટિશ સેશન દરમિયાન રાજસ્થાન રોયલ્સને ઓપનર ધૂરંધર બેટર સાથે થયુ હતુ.

ચાહકો પોતાના પસંદગીના ખેલાડીઓ માટે ખૂબ જ લગાવ ધરાવતા હોય છે. તેમને મળવા માટે થઈને અનેક પ્રયાસો પણ કરતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં ખેલાડી આવા ચાહકોના પ્રેમ વરસાવતા સવાલો કે વાતો સામે શરમાઈ જતા કે, જવાબ આપવાને બદલે મૌન થઈ જતા જોવા મળતા હોય છે. અમદાવાદમાં રાજસ્થાનના ઓપનર જોસ બટલરને પણ કંઈક આવો જ અનુભવ થયો હતો. તેને એક યુવતીએ સીધુ જ જબરદસ્ત કહી દીધુ હતુ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

બટલર શરમાઈ ગયો!

અનેક ચાહકો પોતાના મનપંસદ ક્રિકેટરને મળવા માટે થઈને પ્રયાસો કરતા હોય છે. આવી જ એક યુવતી પોતાની પસંદગીના ક્રિકેટર જોસ બટલરને મળવામાં સફળ રહી હતી. તેણે આ મુલાકાત મેચના એક દિવસ પહેલા જ નેટ સેશન દરમિયાન કરી હતી. યુવતી વિશે તો કોઈ ખાસ જાણકારી સામે આવી શકી નથી. પરંતુ યુવતીએ મુલાકાત દરમિયાન જે કહ્યુ એ સાંભળીને સૌ કોઈ દંગ છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ રવિવારની ગુજરાત ટાઈટન્સ સામેની મેચ માટે નેટ પ્રેક્ટિસ કરીને તૈયારીઓ કરી રહ્યા હતા. જ્યાં આ યુવતીએ જોસ બટલરની મુલાકાત કેટલીક પળો માટે ઓટો ગ્રાફ લેવા માટે કરી હતી. જોકે તેણે ઓટોગ્રાફ કરવા દરમિયાન જોસ બટલરને સીધા જ પ્રેમના શબ્દોને સંભળાવી દીધા હતા. યુવતીએ બટલરને સીધુ જ પ્રેમ ભર્યા શબ્દોમાં I Love You કહી દીધુ.

 

 

આ પણ વાંચોઃ IPL 2023 Points Table: ગુજરાત સામે જીત મેળવી રાજસ્થાન નંબર-1 પર યથાવત, મુંબઈને એક સ્થાનનો ફાયદો

 

જોસ બટલર ઈંગ્લેન્ડનો ખેલાડી છે અને તે રાજસ્થાન ટીમનો મહત્વનો ખેલાડી છે. રવિવારે તે જોકે ઓપનીંગમાં આવીને ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. બટલર શૂન્ય રને જ પેવેલિયન પરત ફર્યો હતો. બટલરને મોહમ્મદ શમીએ ક્લીન બોલ્ડ કરી દીધો હતો.

આ પણ વાંચોઃ Mystry Girl Shashi Dhiman: કોણ છે Punjab Kings ની મિસ્ટ્રી ગર્લ? ટીમને સપોર્ટ કરતી આ ખૂબસૂરત યુવતી સતત ચર્ચામાં, જાણો

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 11:07 am, Mon, 17 April 23

Next Article