Friendship Day: યુવરાજ સિંહે શેર કરેલા દોસ્તીની તસ્વીરોના વિડીયોમાં ધોનીને ભુલાઇ ગયો, બન્યો ચર્ચાનો વિષય

|

Aug 01, 2021 | 4:31 PM

વીડિયોમાં જોવા મળી રહેલી તસ્વીરોમાં ભારતીય ટીમ (Team India) ના એ તમામ ખેલાડીઓ જોવા મળી રહ્યા છે, જેની સાથે યુવરાજ સિંહ રમ્યો હતો. જેવી ડિયોમાં 'યે દોસ્તી હમ નહી તોડેંગે' ગીત પણ સેટ કર્યુ છે.

Friendship Day: યુવરાજ સિંહે શેર કરેલા દોસ્તીની તસ્વીરોના વિડીયોમાં ધોનીને ભુલાઇ ગયો, બન્યો ચર્ચાનો વિષય
MS Dhoni-Yuvraj Singh

Follow us on

એક સમય હતો જ્યારે યુવરાજ સિંહ (Yuvraj Singh) અને મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ની દોસ્તીની ચર્ચા થતી રહેતી હતી. પરંતુ પાછળના કેટલાક સમય થી આવતા સમાચારોને લઇને એમ લાગે છે કે, તેમના વચ્ચે હવે તે જૂનો નાતો નથી રહ્યો. ફ્રેન્ડશીપ ડે ના દિવસે યુવરાજ સિંહે ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો છે. તમામ ફોટોની સિરીઝમાં ભારતીય ટીમ (Team India) ના તે તમામ ખેલાડીઓ જોવા મળી રહ્યા છે, જેમની સાથે યુવરાજ રમ્યો છે.

પરંતુ યુવરાજ સિંહ સાથે ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની તસ્વીર જોવા ના મળી. જેને લઇને સોશિયલ મીડિયા પર પણ અનેક પ્રકારની વાતો ચાલી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

યુવરાજ સિંહ દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોને જોઇને એમ લાગી રહ્યુ છે કે, યુવરાજે હવે ધોનીને પોતાના ફ્રેન્ડ લીસ્ટ થી બહાર કરી દીધો છે. યુવરાજ સિંહે પોતાની વિડીયો કેપ્શનમાં લખ્યુ છે કે, જીવનભર દોસ્તી માટે.

‘યે દોસ્તી હમ નહી તોડેંગે’

વિડીયો શરુ થવા પહેલા એક મેસેજ લખેલો આવે છે. જે મેસેજમાં કહેવામાં આવ્યુ છે કે, દોસ્ત છે, પરીવાર છે અને પછી એવા દોસ્ત હોય છે જે પરીવાર બની જાય છે. વિડીયોમાં યુવરાજ સિંહના મિત્રોની તસ્વીર જોવા મળે છે. બેક ગ્રાઉન્ડમાં શોલે ફિલ્મનુ ગીત ‘યે દોસ્તી હમ નહી તોડેંગે’ વાગી રહ્યુ છે.

2011 ના વિશ્વકપની જીત થી લઇને ટીમમાં ખેલાડીઓની સાથે તસ્વીર જોવા મળી રહી છે. તસ્વીરમાં સચિન તેંડુલકર, ગોતમ ગંભીર, મહંમદ કેફ અને ટીમ ઇન્ડીયાના અનેક ખેલાડીઓ નજર આવી રહ્યા છે. પરંતુ ધોની નથી જોવા મળી રહ્યો.

ટ્વીટર પર એક ફેન એ લખ્યુ, એમએક અને અન્ય લોકો વચ્ચે અંતર, એમએસ ના પોતાના સંન્યાસ ના વિડીયોમાં સૌની સાથેની તસ્વીરો હતી. એટલે સુધી કે ગૌતી અને યુવી સાથે પણ. પરંતુ યુવીએ એમએસ ને બહાર કરી દીધો હતો, એટલે મને એમએસ પસંદ છે.

 આ પણ વાંચોઃ Tokyo Olympics: ઇતિહાસ રચનારી કમલપ્રીત કૌર ક્રિકેટના મેદાનમાં ઉતરવા ઇચ્છુક છે, સહેવાગ અને ધોનીની છે જબરદસ્ત ફેન

 

 આ પણ વાંચોઃ Cricket: POK માં T20 લીગમાં હિસ્સો લેતા રોકવા માટે BCCI ધમકીઓ આપી રહ્યાનો ગીબ્સનો આક્ષેપ

Next Article