“આવા કોચ રમત માટે ઝેર છે…” પૂર્વ દિગ્ગજ બેટ્સમેને Video વાયરલ કરીને ખુલ્લી પાડી પાકિસ્તાન ક્રિકેટની પોલ

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પાકિસ્તાની ટીમની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ છે. ટીમનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. લોર્ડ્સમાં માત્ર 8 રન બનાવીને આઉટ થતાં જ પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બેટ્સમેનનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. પાકિસ્તાનના આ દિગ્ગજ બેટ્સમેને વીડિયો વાયરલ કરીને કોચિંગ સ્ટાફ પર આકરા પ્રહારો કર્યા છે અને તેને ટીમ માટે 'ઝેર' સમાન ગણાવ્યા છે.

આવા કોચ રમત માટે ઝેર છે... પૂર્વ દિગ્ગજ બેટ્સમેને Video વાયરલ કરીને ખુલ્લી પાડી પાકિસ્તાન ક્રિકેટની પોલ
| Updated on: Aug 30, 2026 | 5:44 PM

ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ઇનિંગ્સમાં જે રીતે બાબર આઝમ આઉટ થયો, તેને લઇને પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન મોહમ્મદ યુસુફે તેની બેટિંગ ટેકનિક પર સવાલો ઉઠાવ્યા છે. પ્રથમ ઇનિંગ્સમાં બાબર આઝમ 8 રનના વ્યક્તિગત સ્કોર પર જોશ ટંગના બહાર જતા બોલ પર સ્લિપમાં કેચ આઉટ થઈ ગયો હતો. યુસુફે અલગ-અલગ મેચોમાં તેના આઉટ થવાનો એક વીડિયો શેર કર્યો છે અને આ માટે કોચને જવાબદાર ઠેરવ્યા છે.

પ્રતિભાશાળી ખેલાડીઓને ગેરમાર્ગે દોરે છે: મોહમ્મદ યુસુફ

તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘કેટલાક વર્ષો પહેલા અમે બાબર અને અન્ય પાકિસ્તાની ખેલાડીઓની આ નબળાઈ તરફ સહુનું ધ્યાન દોર્યું હતું પરંતુ તેમના નજીકના કોચે આ બાબત પર ધ્યાન ન આપ્યું. ધ્યાન આપ્યું હોત તો, સરળતાથી આ સમસ્યાનો ઉકેલ લાવી શકાયો હોત. આ નિષ્ફળતા પાકિસ્તાન ક્રિકેટને સતત નીચે લઈ જઈ રહી છે. આવા કોચ રમત માટે ઝેર સમાન છે. તેમનામાં વિઝનનો અભાવ છે, તેઓ પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે અને સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓને પણ ગેરમાર્ગે દોરે છે.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘જો આપણા ક્રિકેટરો એ નહીં શીખે કે, કોનું સાંભળવું જોઈએ? તો તેમની કારકિર્દી સમયસર પહેલાં જ પૂરી થઈ જશે. બાંગ્લાદેશથી લઈને ઇંગ્લેન્ડ સુધી, આપણા ખેલાડીઓની નબળી ટેકનિક હવે ખરાબ રીતે છતી થઈ ચૂકી છે. આમાં જે સુધારો વર્ષો પહેલાં થઈ શકતો હતો, તે હવે એક સ્પષ્ટ નબળાઈ બની ગયો છે. આનાથી પાકિસ્તાન ક્રિકેટ આંતરરાષ્ટ્રીય મંચ પર નબળું અને સંઘર્ષ કરતું નજરે પડી રહ્યું છે.’

પાકિસ્તાનની બેટિંગ એક્સપોઝ થઈ

યુસુફની આ દલીલ એટલે પણ સાચી કહી શકાય, કારણ કે ઇંગ્લેન્ડ પ્રવાસ પર પાકિસ્તાનની બેટિંગ પૂરી રીતે એક્સપોઝ થઈ ચૂકી છે. પ્રથમ ટેસ્ટથી લઈને બીજી ટેસ્ટ સુધી પાકિસ્તાનની ટીમ અત્યાર સુધી એક વાર પણ 150 રનનો આંકડો સ્પર્શી શકી નથી.

લોર્ડ્સ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં તો ટીમ માત્ર 110 રન બનાવીને જ ઓલઆઉટ થઈ ગઈ હતી. એવામાં પાકિસ્તાન ક્રિકેટનું ભલું ઇચ્છનારાઓએ મોહમ્મદ યુસુફના આ આરોપો વિશે વાત કરવી જોઈએ અને તેના સુધારા તરફ ધ્યાન આપવું જોઈએ.

વર્લ્ડ કપ 2027 માટે ગૌતમ ગંભીરનો મેગા પ્લાન તૈયાર, શ્રેયસ અય્યરના સ્થાને આ ધુરંધરની થઈ શકે છે ODI ટીમમાં એન્ટ્રી !

Follow Us
Loading...
Unable to load recommendations.