Video : વિશ્વના નંબર 1 ખેલાડીની મેચ જોવા પહોંચ્યો MS ધોની, યુએસ ઓપનનો જાદુ જોવા મળ્યો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (ms dhoni) હાલ અમેરિકામાં છે. ધોનીએ ન્યૂયોર્કમાં યુએસ ઓપન 2023ની ક્વાર્ટર ફાઈનલ મેચ જોઈ હતી. આ મેચમાં સ્પેનિશ ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે સીધા સેટમાં શાનદાર જીત નોંધાવી હતી.

Video : વિશ્વના નંબર 1 ખેલાડીની મેચ જોવા પહોંચ્યો MS ધોની, યુએસ ઓપનનો જાદુ જોવા મળ્યો
| Edited By: | Updated on: Sep 07, 2023 | 3:09 PM

મહેન્દ્ર સિંહ ધોની (ms dhoni) જ્યાં જાય છે ત્યાં ફેમસ થઈ જાય છે. હાલમાં ટીમ ઈન્ડિયાનો આ પૂર્વ કેપ્ટન અમેરિકાના ન્યૂયોર્કમાં છે અને ત્યાં ધોનીએ વિશ્વના નંબર 1 ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝ સામેની મેચની મજા માણી હતી. યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં, અલ્કારાઝનો સામનો જર્મનીના ઝવેરેવ જુનિયર સામે થયો હતો, જેને તેણે સીધા સેટમાં હરાવ્યો હતો. જો કે, એમએસ ધોનીએ પણ અલ્કારાઝની તોફાની રમતનો આનંદ માણ્યો હતો.

સોશિયલ મીડિયા પર ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અલ્કારાઝની મેચ જોઈ રહ્યો છે.

આ પણ વાંચો : 20 વર્ષ બાદ રોનાલ્ડો Ballon d orની રેસમાંથી બહાર, મેસ્સી સહિત આ ખેલાડીઓ થયા નોમિનેટ

ધોની ચાહકો સાથે બેઠો હતો. તેની સાથે તેના કેટલાક મિત્રો પણ હતા. બ્રેક દરમિયાન ધોની ખૂબ હસતો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, ક્રિકેટની સાથે ધોનીને ટેનિસ પણ ખૂબ જ પસંદ છે. પોતાનું ફિટનેસ લેવલ જાળવી રાખવા માટે તે અવારનવાર ટેનિસ રમવા માટે રાંચી જાય છે અને તેને આ રમતની સારી સમજ પણ છે.

 

(Twitter : sony sports)

ધોનીનો જાદુ ચાલ્યું

ધોનીએ ભલે ચાર વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હોય, પરંતુ આ દિગ્ગજ ખેલાડીનો જાદુ આજે પણ ચાહકોમાં ગુંજી રહ્યો છે. ધોની અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. ક્યારેક તે બાઇક ચલાવતો જોવા મળે છે તો ક્યારેક જીમમાં વર્કઆઉટ કરતો જોવા મળે છે.

IPL 2024માં જોવા મળશે!

તાજેતરમાં ધોનીએ IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવ્યું હતું. જોકે એવું કહેવામાં આવી રહ્યું હતું કે ધોનીની આ છેલ્લી સિઝન હશે. પરંતુ એવું માનવામાં આવે છે કે ધોનીએ હજુ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો નથી અને તે IPL 2024માં પણ મેદાન પર જોવા મળશે.

જો કે, અલ્કેરેઝની મેચની વાત કરીએ તો, આ ખેલાડીએ જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવને 6-3, 6-2, 6-4થી હરાવ્યો હતો. હવે આ ખેલાડી યુએસ ઓપનમાં સતત બીજો ખિતાબ જીતવાની નજીક પહોંચી ગયો છે. જોકે અલકેરેઝને સેમિફાઇનલમાં રશિયાના ડેનિલ મેદવેદેવ સામે ટક્કર મળશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો