પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે IPL 2022 માં વિરાટ કોહલીના ફોર્મને લઈને મોટું નિવેદન આપ્યું

|

May 28, 2022 | 10:02 AM

IPL 2022 : વિરાટ કોહલી (Virat Kohli) એ IPL 2022 માં 300 થી વધુ રન બનાવ્યા હતા અને તેથી જ તેની સિઝન બિલકુલ ખરાબ ન હતી.

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે IPL 2022 માં વિરાટ કોહલીના ફોર્મને લઈને મોટું નિવેદન આપ્યું
Virat Kohli (PC: IPLt20.com)

Follow us on

પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) એ RCB ના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ના IPL 2022 માં ખરાબ ફોર્મ પર મોટી પ્રતિક્રિયા આપી છે. તેના કહેવા પ્રમાણે લોકો વિરાટ કોહલી વિશે કહી રહ્યા છે કે તે આ સિઝનમાં ખરાબ ફોર્મમાં હતો. પરંતુ તે નથી માનતા કે વિરાટ કોહલીનું ફોર્મ ખરાબ હતું. તેના મતે વિરાટ કોહલીએ આ સિઝનમાં 300 થી વધુ રન બનાવ્યા છે અને તેથી જ તેને એવું નથી લાગતું કે તે ખરાબ ફોર્મમાં હતો. વિરાટ કોહલીએ IPL 2022 માં 16 મેચમાં 22.73 ની એવરેજથી 341 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 115.98 હતો અને તેણે આ સિઝનમાં માત્ર 2 અડધી સદી ફટકારી હતી. આ જ કારણ છે કે ઘણા લોકો માને છે કે વિરાટ કોહલીનું ફોર્મ આ સિઝનમાં એટલું સારું નથી.

વિરાટ કોહલી માટે આ સિઝન ખરાબ રહી નથીઃ વીરેન્દ્ર સહેવાગ

જોકે વીરેન્દ્ર સેહવાગ આ વાત સાથે સહમત નથી. તેના મતે વિરાટ કોહલીએ IPL 2022 માં 300 થી વધુ રન બનાવ્યા હતા અને તેથી જ તેની સિઝન બિલકુલ ખરાબ ન હતી. ક્રિકબઝ પર વાતચીત દરમિયાન તેણે કહ્યું કે, જ્યારે વિરાટ કોહલીની સિઝન ખરાબ હોય છે, ત્યારે તમે તેને 4 કે 5 વખત ફ્લોપ થશે. પરંતુ તમે તેની પાસેથી એવી અપેક્ષા ન રાખી શકો કે તે 8 મેચો સુધી રન નહીં બનાવે. આમ છતાં તેણે આ વર્ષે 300 થી વધુ રન બનાવ્યા છે. હું એમ નહીં કહું કે તેની આ સિઝન ખૂબ જ ખરાબ હતી.

લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે

તમને જણાવી દઈએ કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની બીજી ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) એ શાનદાર પ્રદર્શન કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે રાજસ્થાન રોયલ્સની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યાં તેનો મુકાબલો 29 મેના રોજ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે થશે. અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ટોસ હાર્યા બાદ પ્રથમ રમતા RCB એ નિર્ધારિત 20 ઓવરમાં 157/8 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 19મી ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. જોસ બટલરે 106 રનની શાનદાર સદી ફટકારી હતી.

Published On - 9:58 am, Sat, 28 May 22

Next Article