ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની છેલ્લી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની કેપ્ટનશીપ છોડનાર વિરાટ કોહલી (Virat Kohli) માટે આ સિઝન અત્યાર સુધી સારી રહી નથી. સુકાની પદ છોડ્યા પછી લોકોને આશા હતી કે વિરાટ કોહલી કેપ્ટનશિપના દબાણમાંથી બહાર નીકળ્યા બાદ સારી બેટિંગ કરશે. પરંતુ આ સિઝનમાં અત્યાર સુધી તે એવું કંઈ કરી શક્યો નથી. આજે રાત્રે તેની ટીમ આ સિઝનની ચોથી મેચ રમવા માટે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામે રમશે. મુંબઈ ઇન્ડિયન્સ સામે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરી રહેલો વિરાટ કોહલી પોતાનો રેકોર્ડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આ વાતને ધ્યાનમાં રાખીને ચાલો જાણીએ કે વિરાટ કોહલીનું પ્રદર્શન મુંબઈ ઇન્ડિયન્સ સામે અત્યાર સુધી કેવું રહ્યું છે.
વિરાટ કોહલીએ અત્યાર સુધી મુંબઈ ઇન્ડિયન્સ સામે 29 મેચમાં 28.84 ની એવરેજથી 721 રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધીમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમ સામે 4 અડધી સદી ફટકારી છે. જેમાં અણનમ 92 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે. વિરાટ કોહલી અત્યાર સુધી 2 વખત મુંબઈ ટીમ સામે શૂન્ય પર આઉટ થયો છે.
Covering all bases before Game Time. 🤩😎#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #RCBvMI pic.twitter.com/HPOQJu5yWD
— Royal Challengers Bangalore (@RCBTweets) April 9, 2022
મુંબઈ ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ની અત્યાર સુધીની સિઝન સારી રહી નથી અને તે ત્રણમાંથી 2 મેચમાં કોઈ વિકેટ લઈ શક્યો નથી. વિરાટ કોહલીએ બુમરાહ સામે 84 બોલમાં 126 રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધી 3 વિકેટ ઝડપી છે. જસપ્રીત બુમરાહ સામે 4 વખત આઉટ થયેલા વિરા કોહલીનો સ્ટ્રાઈક રેટ 150 છે. તેણે બુમરાહ સામે 14 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા છે.
છેલ્લા કેટલાક સમયથી સતત એવું જોવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલીને લેગ-સ્પિનરો સામે રમવાની સમસ્યા છે અને મુરુગન અશ્વિન ચોક્કસપણે તેનો લાભ લેવાનું પસંદ કરશે. અશ્વિને ભલે એકવાર પણ વિરાટ કોહલીની વિકેટ ન લીધી હોય. પણ તેણે કોહલીને તેના 33 બોલમાં માત્ર 31 રન જ બનાવવા દીધા છે.
આ પણ વાંચો : IPL માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રોહિત શર્માનું પ્રદર્શન કેવું રહ્યું, જાણો અહીં
આ પણ વાંચો : IPL 2022: પંજાબે 11.25 કરોડમાં ખરીદેલો બેટ્સમેન સામે દરેક બોલર ધ્રૂજતા હતા, 11 બોલમાં ફટકાર્યા 52 રન