ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 ની શરૂઆત રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે સારી રહી નથી. મુંબઈ ઇન્ડિયન્સ ટીમ અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચ હારી ચૂક્યું છે. ટીમના સુકાની રોહિત શર્માનું આ સિઝનમાં પ્રદર્શન પણ કઇ ખાસ રહ્યું નથી. રોહિત શર્માએ સિઝનની પ્રથમ મેચમાં 41 રન બનાવ્યા હતા. પરંતુ તે પછીની 2 મેચ સતત ફ્લોપ રહ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામેની આજે રાત્રે રમાનારી મેચમાં રોહિત શર્મા શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને સિઝનની પ્રથમ જીત અપાવવા પર રહેશે. આવો જાણીએ કે બેંગ્લોરની ટીમ સામે અત્યાર સુધી રોહિત શર્માનું પ્રદર્શન કેવું રહ્યું છે.
રોહિત શર્માએ બેંગ્લોર સામે રમાયેલી 29 મેચોની 28 ઇનિંગ્સમાં 29.19 ની એવરેજથી 759 રન બનાવ્યા છે. તેણે બેંગ્લોરની ટીમ સામે 7 અર્ધસદી ફટકારી છે અને 94 તેનો સર્વોચ્ચ સ્કોર છે. રોહિત શર્મા પણ આ ટીમ સામે 4 વખત શૂન્ય પર આઉટ થયો છે.
Skipper’s message to the entire team #OneFamily #DilKholKe #MumbaiIndians #KKRvMI @ImRo45 pic.twitter.com/msWmXrUJD4
— Mumbai Indians (@mipaltan) April 7, 2022
બેંગ્લરો ટીમમાં ફાસ્ટ બોલિંગમાં હર્ષલ પટેલ ટીમની આગેવાની કરી રહ્યો છે અને છેલ્લી કેટલીક સિઝનમાં તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ ક્ષણે હર્ષલ પટેલ માટે આ સિઝન બહુ સારી રહી નથી. જોકે તેણે અત્યાર સુધી રોહિત સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્માએ હર્ષલ પટેલના 22 બોલમાં 27 રન બનાવ્યા છે. પરંતુ આ દરમિયાન તે 2 વખત તેનો શિકાર બન્યો છે.
બેંગ્લોર ટીમે મોહમ્મદ સિરાજ પર સતત વિશ્વાસ દર્શાવ્યો છે. પરંતુ આ સિઝનમાં તે આ વિશ્વાસ પર ખરા ઉતરી શક્યો નથી. રોહિત શર્મા સામે મોહમ્મદ સિરાજનો રેકોર્ડ પણ સારો રહ્યો નથી. તે એક વખત પણ રોહિતને આઉટ કરી શક્યો નથી અને તેની સામે રોહિત શર્માએ 36 બોલમાં 50 રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ સિઝનની પોતાની પહેલી મેચ રમવા માટે તૈયાર છે. બેંગ્લોરની ટીમ તેનો બોલિંગમાં પણ ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે. રોહિત શર્માએ મેક્સવેલ સામે 14 બોલમાં 22 રન બનાવ્યા હતા અને એક વખત તેનો શિકાર બન્યો હતો.
આ પણ વાંચો : CSK vs SRH, IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સે 7 વિકેટ ગુમાવી હૈદરાબાદ સામે 155 રનનુ લક્ષ્ય રાખ્યુ, મોઈન અલીના 48 રન
આ પણ વાંચો : IPL 2022: પંજાબે 11.25 કરોડમાં ખરીદેલો બેટ્સમેન સામે દરેક બોલર ધ્રૂજતા હતા, 11 બોલમાં ફટકાર્યા 52 રન