અનુષ્કાના જન્મદિવસે વિરાટ કોહલીનું આક્રમક રુપ, જુઓ LSGના ખેલાડી સાથેની દરેક લડાઈનો Video

|

May 02, 2023 | 6:29 PM

Virat Kohli : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની લખનઉ સુપર જાયન્ટસના 4-5 ખેલાડીઓ સાથે બોલાચાલી થઈ હતી. વિરાટ કોહલીના આક્રમક અંદાજના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યાં છે.

અનુષ્કાના જન્મદિવસે વિરાટ કોહલીનું આક્રમક રુપ, જુઓ LSGના ખેલાડી સાથેની દરેક લડાઈનો Video
Kohli Vs Gambhir

Follow us on

1 મેના રોજ લખનઉના એકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે લો સ્કોરિંગ મેચ રમાઈ હતી. આ મેચમાં સિક્સર અને ચોગ્ગા કરતા વધારે ખેલાડીઓ વચ્ચે બોલાચાલી વધારે જોવા મળી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની લખનઉ સુપર જાયન્ટસના 4-5 ખેલાડીઓ સાથે બોલાચાલી થઈ હતી. વિરાટ કોહલીના આક્રમક અંદાજના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે.

જણાવી દઈએ કે 1 મેના રોજ વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનો 35મો જન્મદિવસ હતો. બેંગ્લોરની ટીમે પ્રથમ બેટિંગ કરીને 9 વિકેટના નુકશાન સાથે 126 રન બનાવ્યા હતા. જેની સામે લખનઉની ટીમ 108ના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 31 રન બનાવ્યા હતા. તેેણે 2 શાનદાર કેચ પણ પકડયા હતા.

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

વિરાટ કોહલીએ બતાવ્યું ‘જેવા સાથે તેવા’

 

લખનઉ અને બેંગ્લોર વચ્ચેની આ સિઝનની પ્રથમ મેચમાં લખનઉની 1 વિકેટથી રોમાંચક જીત થઈ હતી. જ્યારે ગઈકાલે રમાયેલી સિઝનની બીજી મેચમાં બેંગ્લોરની ટીમે ઓછા ટાર્ગેટને સારી ફિલ્ડિંગ અને બોલિંગની મદદથી ડિફેન્ડ કર્યો હતો. આ મેચ દરમિયાન વિરાટ કોહલીના આક્રમક અંદાજે પણ બેંગ્લોરને મેચ જીતવામાં મદદ કરી હતી. પ્રથમ હારમાં લખનઉના ખેલાડીઓ જે રીતે બેંગ્લોરના ખેલાડીઓને ચીડાવ્યા હતા. તે અંદાજમાં વિરાટ કોહલી મેદાન પર જોવા મળ્યો હતો.

વિરાટ ગંભીરની બબાલ

 

 

અફઘાનિસ્તાનના ખેલાડી સાથે બબાલ

મેચ દરમિયાન વિરાટ સામે ફેન થયો નતમસ્તક

 

 

વિરાટનો આક્રમક અંદાજ

 

મેદાન પર ગુસ્સો કરવાનો મળ્યો દંડ

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને એકબીજા સાથે ટક્કરાવવું મોંઘુ સાબિત થયું છે. તેઓને એકબીજા સાથે લડવાની સજા આપવામાં આવી છે. ભલે બંને વચ્ચેની લડાઈ ઝપાઝપીની હદ સુધી પહોંચી ન હતી, પરંતુ જે થયું, ભલે ગમે તેટલો મોટો ખેલાડી ક્રિકેટ કે અન્ય કોઈ રમતમાં હોય, તેને સારું માનવામાં આવતું નથી. આ સીધું ક્રિકેટના નિયમોની વિરુદ્ધ છે. કોહલી અને ગંભીરને આની સજા મળી છે.

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર બંને આઈપીએલ આચાર સંહિતા હેઠળ લેવલ 2 ના ગુના માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. બંનેએ પોતાની ભૂલ સ્વીકારી લીધી, ત્યારબાદ તેમની આખી મેચ ફી કાપી લેવામાં આવી. આ બંને સિવાય લખનઉ સુપર જાયન્ટ્સનો બોલર નવીન-ઉલ-હક પણ સજાને પાત્ર બન્યો છે, જેને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. નવીનની ભૂલ એ હતી કે તે કોહલી સાથે સામેલ થઈ ગયો.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article